વધુમાં વધુ ટેસ્ટીંગ અને રસીકરણ છતાં કેરળમાં 3 દિવસમાં રર હજારથી વધુ કેસ
કોરોનાની ત્રીજી નહીં પરંતુ આવનારી તમામ લહેર કે તબક્કામાંથી સરળતાથી પસાર થવા માટે નિયમ પાલન અને રસીકરણ દ્વારા વધુને વધુ એન્ટીબોડીનું નિર્માણ ખૂબ અગત્યનું મનાઈ રહ્યું છે. પરંતુ કેરળમાં ફરી કેસ વધવા પાછળ પણ આ ઓછા એન્ટીબોડી જ જવાબદાર છે.
તાજેતરમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા જારી કરાયેલા ચોથા સિરો સર્વેમાં પણ એ ઘટસ્ફોટ થયો હતો કે કેરળમાં સૌથી ઓછું એન્ટીબોડીનું પ્રમાણ છે. જે માત્ર 44.4 ટકા જ છે એટલે કે કેરળમાં હજુ પચાસ ટકા કરતાં વધુ વસ્તી એવી છે કે જેઓમાં કોરોના સામે લડવા પૂરતા એન્ટિબોડીઝ નથી. આથી જ અહીં કોરોનાએ ફરી કહેર મચાવવાનું શરૂ કરી દીધું છે.
છેલ્લા ત્રણ દિવસની અંદરમાં કેરળમાં 22 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે જે દેશમાં સૌથી વધુ છે.વિસ્તારના લોકોના સેમ્પલ લઇ એન્ટીબોડી પર અભ્યાસ કરવામાં આવે છે. અને આગામી સંભવિત ત્રીજી લહેરને લઇ કેટલો ખતરો છે તે નક્કી કરી સાવચેતીના ભાગરૂપે નિર્ણયો લેવામાં આવે છે. જે લોકોમાં એન્ટીબોડીનું પ્રમાણ વધુ છે તેઓને કોરોનાનો ખતરો સાવ નહિવત છે.
આવા લોકો કોરોનાની વચમાંથી પસાર થઇ જાય તો પણ તેમને કંઈ થાય નહીં એમ પણ કહી શકાય. આથી જ તો જે લોકોએ સારો ‘સિરો’ હલાવ્યો હશે એમને સિરો સર્વેની જરૂર નહીં રહે એટલે કે જે લોકોમાં એન્ટીબોડીનું પ્રમાણ ઊંચું છે તેમણે કોઈ ડરવાની જરૂર રહેશે નહીં. આથી હાલ રસીકરણ દ્વારા એન્ટીબોડી વધારવા પર ભાર મુકાઈ રહ્યો છે.
વાત કરીએ સ્થાનિક સ્તરે, તો હાલ ગુજરાતમાં કોરોનાની ગતિ સાવ મંદ પડી છે. જે મોટી રાહતરૂપ છે પરંતુ આગામી સંભવિત ત્રીજી લરહેને ધ્યાનમાં રાખી એન્ટીબોડી પર રાજકોટ સહિત તમામ મહાનગરો દ્વારા સર્વે કરવામાં આવનાર છે.
માત્ર માસ્ક અને સામાજિક અંતર નહીં કોરોનાથી બચવા એન્ટીબોડી પણ ખૂબ જરૂરી