મોટા શહેરોના બાળકો પર ઘરેલું હિંસાની અસરોને દર્શાવતી કહાની

સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘પીહુ’માં માસુમ બાળકી પ્રેરણા વિશ્વકર્મા અને માયરા વિશ્વકર્માની જબરદસ્ત એક્ટિંગથી ફિલ્મને બુસ્ટર ડોઝ મળ્યો છે. આ ફિલ્મ દુર્ભાગ્યભરી ઘટના પર આધારિત છે જેમાં એક નિર્દોષ છોકરી વિચિત્ર સંજોગોમાં ઘેરાય છે, બાળકીની વય નાની હોવા છતાં તેની એક્ટિંગ ખૂબજ નેચરલ લાગી રહી છે. આ ફિલ્મનો મુખ્ય પ્રયત્ન ટેન્શન અને અશ્ચીત સંજોગોને દર્શાવવાનો છે અને આ વચ્ચે ‘પીહુ’ની સ્ટોરી કઈ રીતે મુસ્કીલોનું સર્જન કરે છે તે દર્શાવાયું છે પરંતુ ફિલ્મમાં કેમેરા વર્કને કારણે ફિલ્મ થોડી બોરીંગ થઈ શકે છે.

ફિલ્મમાં ખૂબજ ઓછા પાત્રો જોવા મળવાના કારણે તેમજ એડિટીંગ પર ખાસ ધ્યાન ન અપાતા ફિલ્મ થોડી ખેંચાયેલી અને કંટાળાજનક લાગે છે. ‘પીહુ’ ફિલ્મ સમાજની વાસ્તવિકતાનો અરીસો છે અને ઘરેલુ હિંસાની અસરો શહેરોના બાળકોને કેવી રીતે નુકશાન પહોંચાડે છે તેના પર રૂવાડા ઉભા કરી દે તેવો સંદેશ આપે છે.

ફિલ્મની ખાસીયતમાં તેની કયુટ એકટ્રેસ નાની પીહુ છે કે જે દર્શકોને જકડી રાખવા માટે નેચરલ એક્ટિંગ કરે છે. ફિલ્મની થીમને કારણે ફિલ્મમાં થોડો સુધારો થયો છે. કહી શકાય કે ફિલ્મ જો વધુ ધગશથી બનાવવામાં આવી હોત તો જબરદસ્ત કોન્સેપ્ટને કારણે હિટ થવાની શકયતાઓ વધે તેમ હતું. ‘પીહુ’ ફિલ્મ માટે જો તમે ૨૦૦ રૂપીયાની ટિકિટ અને ૨૦ રૂપીયા પાર્કિંગ ચાર્જ ૫૦ રૂપીયાના પોપકોર્નનો ખર્ચો કરી રહ્યાં હોય તો ‘પીહુ’ની એક્ટિંગ અને ફિલ્મના કોન્સેપ્ટને કારણે માત્ર ૭૦ રૂપીયા વસુલ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.