અનેક નવા રેસિડેન્સીયલ, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સની ભરમાર
રોટી, કપડાં ઔર મકાન… આ ત્રણેય વસ્તુઓ કોઈ પણ મનુષ્યની પ્રાથમિક જરૂરિયાત છે. ત્યારે લોકોને તેમના ઘરના ઘર માટેના અનેક સપનાઓ હોય છે. ઘરનું ઘર હોય કે ઓફીસ વારંવાર તેની ખરીદી કરી શકાતી નથી ત્યારે ઘરનું ઘર, ઓફીસ લેતા પૂર્વે લોકો તમામ સુવિધાઓ મળી રહે તેવા પ્રોજેકટની શોધમાં હોય છે. તો અબતક લઈને આવ્યું છે રાજકોટના રિયલ એસ્ટેટ અંગેનો એક વિશેષ અહેવાલ કે જે પ્રોજેકટ તમામ વર્ગના લોકોને ઉડીને આંખે વળગી જશે. રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું પાટનગર બની ગયું છે.
સૌરાષ્ટ્રભરના લોકો એવું ઇચ્છતા હોય છે કે, તેમનું પણ એક ઘર રાજકોટ શહેરમાં હોય. જેના લીધે રાજકોટની પેરીફેરીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર પણ ખૂબ જ ઝડપથી તેની પાંખો ફેલાવી રહ્યું છે. શહેરમાં હાલ ચોતરફ નવા નવા પ્રોજેકટ આકાર પામી રહ્યા છે. ત્યારે શહેરમાં કેવા કેવા પ્રોજેકટનું વિસ્તરણ થઈ રહ્યું છે. તેમાં કેવી એમેનિટીઝ હશે ? કેવી કનેક્ટિવિટી મળશે ? શું ભાવ હશે ? સામાન્ય વર્ગને પોષાય તેવા બજેટમાં ઘરનું ઘર મળશે કે કેમ? ઉદ્યોગ સાહસિકને ઉદ્યોગ માટે ઔદ્યોગિક શેડ ક્યાં વિસ્તારોમાં સરળતાથી ઉપલબ્ધ થશે? કોર્પોરેટ ઓફીસ માટે પ્રાઈમ લોકેશનમાં ઓફીસ ક્યાં મળશે ? આ તમામ સવાલનો જવાબ અબતકના આ વિશેષ અહેવાલ થકી મળી રહેશે.
શહેરમાં દિવાળી સમયે અનેક પ્રકારના રિયલ એસ્ટેટ પ્રોજેકટ આકાર પામી રહ્યા છે અને બુકિંગ પણ ખૂબ ઝડપે થઈ રહ્યા છે. રાજકોટમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે અનેક પ્રોજેકટસ નિર્માણધીન છે. જેમાં રેસિડેન્સીયલથી માંડી કોમર્શિયલ સુધી અને કોર્પોરેટ ઓફીસથી માંડી ઇન્ડસ્ટ્રીયલ શેડ સહિતના પ્રોજેકટ આકાર પામી રહ્યા છે.
- 18 પ્રોજેક્ટ્સની ભવ્ય સફળતા બાદ સિટી ગ્રૂપ લઈને આવ્યુુંં છે લેવલ 6 કોમર્શિયલ પ્રોજેકટ
છેલ્લા 4 વર્ષમાં રાજકોટ શહેરમાં 18 જેટલા સફળ પ્રોજેકટ લોન્ચ કરનારૂ સીટી ગ્રૂપ વધુ એક પ્રોજેકટ લઈને આવ્યું છે. લેવલ – 6 નામનો આ પ્રોજેકટ સંપૂર્ણપણે કોર્પોરેટ પ્રોજેકટ હશે. જે શો રૂમ અને કોર્પોરેટ ઓફીસ માટે પ્રાઈમ લોકેશનમાં જગ્યા પુરી પાડનાર છે. શહેરના 150 ફુટ રિંગ રોડ પર બિગ બજાર પાસે નિર્માણધીન પ્રોજેકટનું નામ લેવલ – 6 આપવામાં આવ્યું છે. લેવલ – 6 પ્રોજેકટ અંગે સીટી ગ્રુપના ફાઉન્ડર મેમ્બર મિહિરભાઈ શેઠએ જણાવ્યું હતું કે, 18 પ્રોજેક્ટ્સની ભવ્ય સફળતા બાદ લેવલ-6 પ્રોજેકટ સાથે અમે આવી રહ્યા છીએ. આ પ્રોજેકટ સંપૂર્ણપણે કોમર્શિયલ પ્રોજેકટ છે. આ પ્રોજેકટ હાઇરાઈઝની સાથે મોટા કોર્ટયાર્ડ સાથે પ્રીમિયમ શો રૂમ એફોર્ડબલ ભાવમાં આપવામાં આવશે તેવું મિહિરભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કોઈ પણ કોમર્શિયલ પ્રોજેકટ માટે કનેક્ટિવિટી મહત્વની હોય છે ત્યારે લેવલ – 6માં શ્રેષ્ઠ કનેક્ટિવિટી મળશે. ઉપરાંત ઓફીસ અને શો રૂમ બંને માટે અલગ પ્રવેશદ્વાર, લિફ્ટ સહિતની સુવિધા આપવામાં આવનાર છે.
- નવા રિંગ રોડને ટચ સનરાઈઝ પેલેડીયમ પ્રોજેકટ એક નજર જોતા જ ગમી જશે: રવિરાજસિંહ પરમાર
શહેરના નવા રિંગ રોડ અને ઘંટેશ્વર વિસ્તારનો વિકાસ પુરપાટ થઈ રહ્યો છે. નવા નવા સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડી ખાનગી પ્રોજેક્ટ્સની ભરમાર નવા રિંગ રોડ વિસ્તારમાં છે. ત્યારે નવા રિંગ રોડ વિસ્તારમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની વાત કરતા હોય તો સુપ્રસિદ્ધ સનરાઈઝ ગ્રુપને વિસરી શકાય નહીં. સનરાઈઝ ગ્રુપે આ વિસ્તારમાં હાલ સુધી 6 પ્રોજેક્ટ્સ લોન્ચ કરી દીધા છે જેને ભવ્ય સફળતા મળી છે. જે બાદ હવે સનરાઈઝ ગ્રૂપ નવા રિંગ રોડ ટચ પ્રથમ પ્રોજેકટ સનરાઈઝ પેલેડીયમ લઈને આવી રહ્યું છે. સનરાઈઝ ગ્રુપના રવિરાજસિંહ પરમારે આ અંગે વિગત આપતા કહ્યું હતું કે, નવા રિંગ રોડ ટચ આ પ્રથમ પ્રોજેકટ હશે. જેમાં 3 બીએચકે અને 4 બીએચકેના સ્વતંત્ર ટાવર હશે. આ પ્રોજેકટમાં સ્વિમિંગ પુલ, બેંકવેટ હોલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, જિમ, ઇન્ડોર ગેમ્સ સહિતની સુવિધાઓ આપી રહ્યા છીએ.
- આરામદાયી જીવન માટે જરૂરી દરેક પ્રકારની એમિનીટીઝ ટવીન ટાવરમાં : દિલીપ લાડાણી
હંમેશાં થી તહેવારોના સમય દરમિયાન રિયલ એસ્ટેટ બજારમાં માંગ જ રહેતી હોય છે ત્યારે અમે લોકોને પરવડે તેવા ભાવમાં ફ્લેટ્સ લઈને આવ્યા છીએ. સમય પ્રમાણે લોકોમાં એમીનીટીઝની માંગ વધતી હોય છે ત્યારે બધા પ્રોજેક્ટમાં સુવિધાઓ આપતા હોઈએ છીએ કે જેમાં આપણા ટ્વીન ટાવરમાં અમે રાજકોટની જનતા માટે પોડિયમ ગાર્ડન, 4 માળ સુધીનું કાર પાર્કિંગ તેમજ ક્લબની સુવિધા આપી છે. આમ લોકોની જરૂરિયાતને અનુસરીને લોકો આરામદાયક રીતે રહી શકે તેવા પ્રયતનો કરતા હોઈએ છીએ.
- લાઈફ સ્ટાઈલ ગ્રુપ ગ્રાહકોને ફક્ત દેખાવ જ નહી પરંતું સારી સુવિધા આપે એ અમારો મુખ્ય હેતુ:ગોપીભાઈ પટેલ
મારા મતે રીયલ એસ્ટેટ માર્કેટ અત્યારે ખૂબ જ હેલ્ધી છે એટલે કે આ સમય ઔદ્યોગિક વિસ્તાર હોય કે પછી રહેણાંક વિસ્તાર મિલ્કતની ખરીદી કરવા માટે ખૂબ જ અનુકૂળ સમય છે.અત્યારના સમય પ્રમાણે રાજકોટ ચારે તરફ વિસ્તરી રહ્યું છે ત્યારે લોકો દૂરના વિસ્તારમાં પણ ઘર ખરીદવા માટે અચકાતા નથી જોકે બે વર્ષ પહેલાં આપણે કોરોના જેવો કપરો કાળ તથા નોધ બંધી જોઈ છતાં પણ હંમેશા સરકાર દ્વારા રિયલ એસ્ટેટ માટે હકારાત્મક પ્રતિકાર મળી રહ્યો છે.આગામી પાંચ વર્ષની જો વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ માટે મિલકત ખરીદવી એટલી સહેલી નહી હોય તેવી શક્યતા છે અમારી લાઈફ સ્ટાઈલ ગ્રુપ દ્વારા ગ્રાહકોને ફક્ત દેખાવ જ નહી પરંતું લોકો વાસ્તવમાં તેનો ઉપયોગ કરી શકે તેવી સુવિધા અપાય છે. એમિટીઝ જેવી કે સ્વિમિંગ પૂલ, ગાર્ડન તેમજ જીમ વગેરે સારી ગુણવત્તા સાથે આપવી એ અમારો મુખ્ય હેતુ છે
- મધ્યમવર્ગના લોકોને તેમના બજેટમાં સપનાનું ઘર આપશે પંચવટી એવન્યુ: ભુપતભાઇ ઘીયાડ
હાલ સામાન્ય વર્ગના લોકો પોતાનું ઘરનું ઘર ખરીદી કરી શકે તેના માટે સરકારે એફોર્ડબલ હાઉસિંગ પ્રોજેકટ શરૂ કર્યા છે. એફોર્ડબલ હાઉસિંગ પ્રોજેકટ લોન્ચ કરતા સરકારે બિલ્ડરોને સામાન્ય વર્ગને વ્યાજબી ભાવે તેમનું ઘરનું ઘર મળી રહે તેવા પ્રોજેકટ અમલમાં મુકવા આહવાન કર્યું અને બિલ્ડરોએ આ આહવાન ઝીલી લીધું. શહેરમાં સતત એફોર્ડબલ પ્રોજેકટ માટે પ્રખ્યાત પંચવટી ગ્રુપે મવડીના પ્રાઈમ લોકેશનમાંમાં પંચવટી એવન્યુ નામનો પ્રોજેકટ તૈયાર કર્યો છે. જ્યાં સામાન્ય વર્ગના માનવીને તેમના બજેટમાં ઘરનું ઘર રેડી પઝેશન સાથે મળી રહેશે. મધ્યમ વર્ગના લોકો તેમના બજેટમાં પોતાનું ઘરનું ઘર મેળવી શકે તેવા ઉદ્દેશ્ય સાથે પંચવટી એવન્યુ પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે તેવું પંચવટી ગ્રુપના ભુપતભાઇ ઘીયાડે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ પ્રોજેકટ અમે માનવજીવનના લાભના હેતુથી આ પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. મધ્યમવર્ગના લોકો પોતાનું સપનાનું ઘર મેળવી શકે તે આશયથી જ આ પ્રોજેકટ અમે તૈયાર કર્યો છે અને તે આશય પૂર્ણ થયો તેનો અમને સંતોષ છે.
- રાજયભરમાં લોજીસ્ટિક કનેક્ટિવિટી સાથે ઇન્ડસ્ટ્રીયલ શેડ આપશે સ્કાય લાઇન બિલ્ડર્સ: જયદીપ વસોયા
હાલ રાજકોટ શહેરના ઉદ્યોગો વૈશ્વિક ફલકે છવાયાં છે. સૌરાષ્ટ્રની સાહસિક પ્રજાના લોહીમાં વેપાર છે. ત્યારે ઔદ્યોગિક એકમો શરૂ કરવા માટે વ્યાજબી ભાવે ઔદ્યોગિક શેડ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે સ્કાય લાઇન બિલ્ડર્સ દ્વારા રેસિડેન્સીયલ પ્રોજેકટ બાદ હવે ઇન્ડસ્ટ્રીયલ શેડનું નિર્માણ વાવડી વિસ્તારમાં કરાઈ રહ્યું છે. વાવડી વિસ્તાર હાલ ઔદ્યોગિક એકમો સ્થપવા માટે પસંદગીનું સ્થળ કહી શકાય. વાવડી વિસ્તારમાં જો ઔદ્યોગિક એકમ હોય તો સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરની લોજીસ્ટિક કનેક્ટિવિટી તો મળી જ રહે છે સાથોસાથ સંલગ્ન એકમો આસપાસના વિસ્તારોમાં જ હોવાથી રો મટીરીયલ પણ નજીકના સ્થળે જ મળી જાય છે. આ અંગે સ્કાય લાઇન બિલ્ડર્સના જયદીપભાઈ વસોયાએ જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીયલ શેડ ખરીદનારની કોઈ મોટી જરૂરિયાત હોતી નથી. તેમને રોડ કનેક્ટિવિટી, પાણી, વીજળી અને સારું બાંધકામની જ જરૂરિયાત રહેતી હોય છે જે તમામ એમેનિટીઝ અમારા ઇન્ડસ્ટ્રીયલ શેડમાં અમે આપી રહ્યા છીએ.
- મહામારીએ લોકોની માનસિકતા બદલી છે, લોકોનો ઝુકાવ શહેરથી બહારના વિસ્તારમાં વળ્યો છે: અમિતભાઇ ત્રાંબડિયા
કોરોના હળવો થયો ત્યાર પછી રિયલ એસ્ટેટ બજાર ખૂબ જ હકાાત્મકતા ધરાવે છે. મહામારીએ લોકોની માનસિકતા બદલી છે. પહેલા લોકો ધંધાથી નજીક ઘર લેવાનું પસંદ કરતા ત્યારે હવે લોકોનો ઝુકાવ શહેરથી બહારના વિસ્તાર તરફ થયો છે લોકો બહારના ખુલ્લા વિસ્તારમાં રહેવાનું વધુ પસંદ કરવા લાગ્યા છે. આ માટે રોડ રસ્તાઓનું બાંઘકામ પણ શહેર સાથે જોડાણ માટે ખૂબ જ અગત્યનું છે ત્યારે સરકારે અગાઉથી જ આ વસ્તુ માટે તૈયારીઓ શરૂ કરી દેવી ખૂબ જ અગત્યની છે. આ માટે બિલ્ડર્સ પણ પહેલેથી જ સજ્જ રહી ને કાચી જમીનો માટેની કામગીરી કરતા હોય છે. રિયલ એસ્ટેટને વઘુ વેગવંતુ બનાવવા માટે સરકાર દ્વારા જે જમીનની મંજૂરી માટે તંત્રની કામગીરી મોડી થતી હોય છે ત્યારે તેને પણ જો ઓનલાઇન કરવામાં આવે તો કચાસ દૂર કરી શકાય અને કાર્ય ઝડપથી કરી શકાશે. મકાનએ લોકોની પાયાની જરૂરિયાત છે જેથી હમેશા આ રિયલ એસ્ટેટ હંમેશા વિકાસ કરતું રહેશે. રાજકોટની જનતાને શ્યામલ ખૂબ જ સારી સેવા આપતું રહ્યું છે ત્યારે નજીકના ભવિષ્યમાં અમે 4બીએચકે ફ્લેટ્સ એવી રહીને લઈને આવ્યા છીએ કે લોકોને સ્વતંત્રતા સાથે સુવિધા મળી રહેશે