આરબીઆઇ પાસે અત્યારે ૧ લાખ કરોડ રૂપિયાની વધારાની મૂડી હાથ ઉપર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા અનેક આર્થિક વિસંગતતાઓ અને પડકાર જન સ્થિતિને પહોંચી વળવા પ્રતિબઘ્ધ બનીને દેશની અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું કદ આપવા માટે આયોજન કરી રહી છે. ત્યારે મન હોય તો માંડવે જવાય ની જેમ સારા સંકલ્પોને જેવી રીતે કુદરતની ઓજલ શકિતઓનો સાથ મળે છે. તેવી જ રીતે કેન્દ્ર સરકારને રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા પાસેથી ૧ લાખ કરોડનું ભંડોળની લોટરી લાગે તેવા ઉજળા સંજોગો નિર્માણ થયા છે.
વૈશ્ર્વિકસ્તરે કાર્યરત એક નાણાંકિય સંસ્થાએ જારી કરેલા એક અહેવાલમાં જણાવાયું છે કે રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા પાસે અત્યારે એક લાખ કરોડ રૂપિયાની વધારાની મૂડી હાથ ઉપર છે. આ મૂડી તે કેન્દ્ર સરકારને આપી શકે છે રીઝર્વ બેન્કની કેન્દ્રીય નિર્દેશક મંડળની સોમવારે મળેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવા માટે તજજ્ઞોની એક સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમિતિની રચના આ અઠવાડીયા સુધીમાં થઇ જશે. બેન્ક ઓફ અમેરિકા મેરિલલિન્ચ ના નિષ્ણાંતોએ સોમવારે જાહેર કરેલ એક
યાદીમાં જણાવ્યું છે કે રિઝર્વ બેન્કની આર્થિક ભંડોળના માળખાને ઉચિતસ્તરના નિયમન માટે બનનારી સમિતિ એકથી ત્રણ લાખ કરોડ સુધીની મૂડીને વધારા મૂડી તરીકે ગણાવી શકે છે આ રકમ જીડીપી ૦.૫ થી ૧.૬ ટકા સુધીની છે.
રિઝર્વ બેંકેની આર્થિક સ્થિતિ અંગેના અહેવાલમાં જણાવાયું છે કે જો રીઝર્વ બેંકની બેલેન્સશીટ ૩.૫ ટકા સુધી સિમિત રાખવામાં આવે તો વધેલી ૧,૦૫,૦૦૦ કરોડ રૂપિયાની મુડી સરકારને હસ્તગત કરી શકાય છે. આ અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે આ સ્તર બ્રિકસ દેશોના આર્થિક સ્તરથી ૭૫ ટકા ઉંચો છે. આ ઉપરાંત જો તેમાં આર્થિક વૃઘ્ધિને ૪.૫ ટકા સુધી સિમિત રાખવામાં આવે છે. ૧,૧૬,૦૦૦ કરોડ રૂપિયાની વધારાની રકમ પણ સરકારને આપી શકાય છે.
વર્તમાનમાં તેને ૯ ટકા સુધી રાખવામાં આવી છે રીઝર્વ બેન્કની મુદ્ા અને પુન: મુલ્યાંકન ખાતામાં વિનિમયને ૨૫ ટકા (૫૩.૨૫ રૂપિયા) પ્રતિ ડોલર પર સમિતિ રાખવા અનેક ૭૨,૦૦૦ કરોડ રૂપિયા હસ્તાગત કર શકાય છે આ પ્રકારે હલ ૧ લાખ કરોડથી લઇ ૩ લાખ કરોડ રૂપિયાની રકમ સરકારને હસ્તગત કરી શકાશે.
દુનિયામાં ઘણા દેશો અત્યારે આર્થિક સંકળામણમાં પિસાય રહ્યા છે ભારત માટે પણ આર્થિક વૃઘ્ધિ દરનું લક્ષ્ય જાળવી રાખવા માટે સંઘર્ષ સાથે સાવચેતી રાખવાનો સમય ચાલી રહ્યો છે. દેશના મુખ્ય અર્થશાસ્ત્રી કૌશિકદાસે એક લાખ કરોડ રૂપિયાની આરબીઆઇની આ રકમ સામાજીક વિકાસ અને બજેટને બુસ્ટ કરવા માટે વાપરી શકાય તેમ છે બિમલ જલન સમિતિ એ કરેલા સુચનમાં પણ આ હિમાયત કરવામાં આવી છે.
ડેસ્ચ સમિતિ એ જણાવ્યું છે કે ડોલર સામે રૂપિયો ૭૧/૭૨ ની સપાટી જાળવી રાખે તે જરુરી સમયમાં દેશનું જીડીપી ૭૧ થી ૭૩ ટકા ની ઝડપે આગળ વધી રહ્યું છે. સરેરાશ આપણે એવું કહી શકીએ કે કેન્દ્ર સરકારને આરબીઆઇની આ વધારાની રકમ અર્થતંત્રના વિકાસ માટે ખુબ જ ફાયદારુપ સાબિત થશે. બિમલ જાલન સમિતિએ આરબીઆઇનો વધારાના ભંડોળને સરકારને આપવાની ભલામણ કરી છે.