અરવિંદભાઈ મણીયાર જનકલ્યાણ ટ્રસ્ટ અને રોટરી કલબ જામનગરના માધ્યમથી કેમ્પનું આયોજન, કાંડુ ગુમાવેલા માટે એલએન–૪ કૃત્રિમ હાથ બનશે સથવારો
એલએન–૪ કૃત્રિમ હાથ આધુનિક, વજનમાં હળવો અને ટકાઉ હોય છે તે લગાવ્યા પછી મોટાભાગના દૈનિક કાર્યો સરળતાથી કરી શકાય
ખોટ ખાપણ માણસને માનસીક વિકલાંગ બનાવી દેતું હોય છે ત્યારે ઘણી વખત શ્રમિકો, ખેડૂતો અથવા મશીનરી ક્ષેત્રે કામ કરતા લોકોના કાંડા કે હાથ એક્સિડન્ટ સમયે કપાઈ ગયા હોય તો આ પ્રકારના લોકો હિંમ્મત હારી બેસી જતા હોય છે. તેવા લોકો માટે આશાના કિરણ સમાન નિ:શુલ્ક એલએન-૪ કૃત્રિમ હાથના વિતરણ માટે અરવિંદભાઈ મણીયાર જનકલ્યાણ ટ્રસ્ટ અને રોટરી કલબ જામનગર દ્વારા આગામી તા.૧લી માર્ચને શુક્રવારના રોજ હોટલ પેટ્રીયા સ્ટીયુટસ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
એલએન-૪ કૃત્રિમ હાથ જેની કિંમત ૧૦,૦૦૦થી પણ વધુ છે તેનું નિ:શુલ્ક વિતરણ થઈ રહ્યું છે. આ હાથ લગાવ્યા બાદ લોકો કાંડુ ન હોવા છતાં લખી શકે. ડ્રોઈંગ કરી શકે તેમજ રોજીંદા જીવનની દૈનિક પ્રક્રિયા સરળતાથી કરી શકે. કાંડુ ગુમાવેલ વ્યક્તિ માટે મદદનો હાથ બનશે. આધુનિક અને વજનમાં હળવો તેમજ ટકાઉ કૃત્રિમ હાથનું વિતરણ મેડોશ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે.
સમગ્ર આયોજન અંગે માહિતી આપવા કાર્યક્રમના આગેવાનોએ ‘અબતક’ની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત થયેલા આ કેમ્પનો વિચાર વિયેતનામના કેદીઓને જોઈને આવ્યો હતો. કાંડા કપાયેલ વ્યક્તિ જજમેન્ટ લઈ શકતા નથી પછી તેઓ પોતાની સ્થિતિને સ્વીકારવા સીવાય કોઈ વિકલ્પને જોઈ શકતા નથી.
રાજકોટમાં થઈ રહેલા આ કેમ્પમાં ૧૦૦થી પણ વધુ એન્ટ્રીઓ થઈ છે. વ્યક્તિ દીઠ તેઓ ૧૫ મીનીટનો સમય આપશે જેમાં તેને કૃત્રિમ હાથ લગાવ્યા બાદ કઈ પ્રકારની કાળજી રાખવી તેનું માર્ગદર્શન આપશે. સમગ્ર કેમ્પનું આયોજન નિ:શુલ્કપણે કરવામાં આવી રહ્યું છે.
એલએન-૪ કૃત્રિમ હાથ આધુનિક, વજનમાં હળવો અને ટકાઉ હોય છે તે લગાવ્યા પછી મોટાભાગના દૈનિક કાર્યો સરળતાથી કરી શકાય છે. ડ્રાઈંગ કરી શકાય, કાંટા ચમચી વડે જમી શકાય. મગ પકડી શકાય. કોઈપણ પીણું પી શકાય, કાર, સ્કુટર સાયકલ પણ ચલાવી શકાય છે.
કૃત્રિમ હાથ માટેના કેમ્પમાં દર્દીએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજીસ્ટ્રેશન માટે લાભાર્થીઓએ હાથ તથા મોઢું દેખાય તે પ્રમાણે ફોટો, નામ, ઉમર, સરનામું તથા ફોન નંબર વગેરે વિગતો લખી વોટ્સએપમાં મોકલી આપવી. આ માટે રો.શરદ શેઠ મો.૯૪૨૬૭૩૩૦૫૫ તથા રો.ભરત અમલાણી મો.૯૪૨૬૭ ૩૦૭૩૧ પર સંપર્ક કરવો.આ તકે શરદભાઈ શેઠ, જયંતભાઈ ધોળકીયા, નિલેશભાઈ શાહ, જાનવીબેન લાખાણી, હસુભાઈ ગણાત્રા, રાહુલભાઈ દવે, પ્રભાતભાઈ ડાંગર, લક્ષ્મણભાઈ મકવાણા, ભુપેન્દ્રભાઈ શાહ, અશોકભાઈ રાવલ ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાતે આવ્યા હતા.