૫ તારીખ સુધીમાં પરવાનેદારોએ માલ ઉપાડી લેવાનાનિયમનો ઉલાળીયો: મેનેજરની બેદરકારી કારણભૂત
ઉપલેટા શહેર તાલુકાના સસ્તા અનાજના પરવાનેદારો દ્વારા અપાતા જથ્થો રાશનકાર્ડ ધારકોને ૧૦દિવસ થઈ ગયા હોવા છતાં નહિ મળતા લોકો પારવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે.
શહેર તાલુકાના રાશન કાર્ડ ધારકોને દર માસે સસ્તા અનાજના પરવાનેદારો દ્વારા અપાતો રાશનકાર્ડના ઘઉં ચોખા, ખાંડ, તેલનો જથ્થો મહિનાના ૧૦ દિવસ થઈ ગયા હોવા છતાં હજુ સુધી નહિ મળતા રાશનકાર્ડ ધારકો સસ્તા અનાજના પરવાનેદારો પાસે ધકકા ખાઈને થાકી ગયા છે.ત્યારે આ બાબતે જવાબદારો સામે પૂરવઠા અધિકારીએ કડક પગલા લેવા જોઈએ.
સસ્તા અનાજના પરવાનેદારોને દર માસે ઓનલાઈન ૨૨ તારીખની આસપાસ પરમીટ મળી જતી હોય છે. સરકારના નિયમ મુજબ સસ્તા અનાજ ધારકે તા.૨૫થી ૫ તારીખ સુધીમાં માલ ગોડાઉનમાંથી ડીલેવરી કરાવી દેવાની જવાબદારવી સરકારી બાબુઓની હોય છે. પણ આ મહિને કોઈપણ કારણ વગર સસ્તા અનાજના પરવાનેદારોને ગોડાઊન મેનેજર દ્વારા મહિનાની ૧૦ તારીખ થઈ ગઈ હોવા છતાં ડિલેવરી નહી મળતા લોકોમાં રોષનું મોજુ ફલાયું છે. લોકો દ્વારા છેલ્લા ૧૦ દિવસ થયા સસ્તા અનાજના દુકાનોએ ધકકા ખાઈ રહ્યા છે. સસ્તા અનાજના પરવાનેદારો દ્વારા એવો જવાબ મળી રહ્યો છે કે માલની ડીલેવરી મળી નથી ત્યારે આ બંનેપ્રશ્ર્નમાં સવાલ ઉઠી રહ્યો છે ગોડાઉન મેનેજર દ્વારા શા માટે રાશનની ડીલેવરી કરવામાં આવતી નથી. ગરીબો માટે અપાતા રાશનના જથ્થો આપવા ગોડાઉન મેનેજર કયા તકલીફ પડે છે. આવી અનેક બાબતોના સવાલ ઉઠી રહ્યા છે.લોકો સુધી ૧૦ દિવસ મોળો જથ્થો મળવા માટે ગોડાઉન મેનેજર જવાબદાર હોવાનું ચર્ચાઈરહ્યું છે. ત્યારે કડક અધિકારીની છાપ ધરાવતા જિલ્લા પૂરવઠા અધિકારી આવા કામ ચોર કર્મચારી સામે પગલા લેશે કે શું તેવો પ્રજામાં સવાલ પુછાઈ રહ્યો છે.