સાહેબને પૈસા આપવા પડે કહી ગરીબ મહિલા પાસેી ‚ા.૫૦૦ પડાવી લઈ કામ ન કરતા મામલો ગરમાયો

છેલ્લા ઘણા વર્ષોી નવી જિલ્લા કલેકટર કચેરીમાં ઘર કરીને બેસી ગયેલ રેશનકાર્ડની મહિલા દલાલોએ હવે માજા મુકી છે જેમાં આજે એક અજ્ઞાન અને ગરીબ રેશનકાર્ડ ધારક મહિલા પાસેી ‘સાહેબને પૈસા આપવા પડે’ તેવું કહી ‚ા.૫૦૦ પડાવી લઈ નામ સુધારવાનું કામ ન કરતા આ ગરીબ મહિલા અરજદાર અને રેશનકાર્ડની મહિલા દલાલ વચ્ચે હાોહાની જામી પડી હતી. જો કે, હરહંમેશ કોઈપણ અરજદારો સો ગાલીગલોચમાં જ વાતો કરવા ટેવાયેલી આ મહિલા દલાલને આજે માાના અરજદાર મળતા ભારે પડી ગયું હતું અને મામલો છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જો કે આમ છતાં કલેકટર કચેરીના સિકયુરીટી ગાર્ડ કે અન્ય કોઈ અધિકારીઓએ આ બનાવ મામલે કોઈ જ પગલા લીધા ન હતા ઉલ્ટુ કલેકટર કચેરીને ગજાવી મુકી હતી.

The ration card's 'Dalal' woman took away the Collector's office
The ration card’s ‘Dalal’ woman took away the Collector’s office

 

જાણવા મળતી વિગતો મુજબ નવી કલેકટર કચેરીના મુખ્ય પ્રવેશ દ્વારે છેલ્લા ત્રણેક વર્ષી એક વિકલાંગ અને અન્ય એક મહિલા કોઈપણ જાતના લાયસન્સ વગર રેશનકાર્ડના ફોર્મ ભરવાી લઈ સોગંધનામા કરવા, નવા રેશનકાર્ડ કઢાવી આપવા સહિતના કામોની રીતસરની દલાલી કરે છે અને દાદાગીરી સો દલાલી કરતી આ બન્ને મહિલાની પાલી પણ બન્ને ઝોનલ કચેરીમાં જબરી ચાલે છે. અરજદારો પાસેી ફોર્મ ભરવાના ‚ા.૨૦ પડાવવાની સો કોઈપણ વાંધા વચકાવાળા રેશનકાર્ડ કઢાવવા માટે ગરજ મુજબના ૨૦૦૦ ી લઈ ૩૦૦૦ સુધીના ભાવ લેવામાં આવે છે અને જો કોઈ અરજદાર આનાકાની કરે તો આ માાભારી મહિલાઓ ગામ ગજવી દે છે અને બેફામ ગાલીગલોચ કરવા માટે કુખ્યાત છે.Screenshot 20180323 140625

દરમિયાન આજે આ વિકલાંગ મહિલા દલાલ પાસે એક ગરીબ મહિલા પોતાના રેશનકાર્ડમાં નામ સુધારવા માટેનું કામ કરાવવા આવી હતી. જેની પાસેી ‚ા.૫૦૦ પડાવી પૈસા તો સાહેબને આપવા જ પડે નહીંતર કામ ન ાય તેવું કહી કામ હામાં લીધું હતું પરંતુ રેશનકાર્ડમાં સુધારા-વધારાનું કામ ન તા અભણ-ગરીબ મહિલા અરજદારે પોતાના નાણા પાછા માંગ્યા હતા. પરિણામે દરેક અરજદારો સો ગાલીગલોચની ભાષામાં વાત કરતી આ વિકલાંગ મહિલાએ બેફામ વાણીવિલાસ ચાલુ કર્યા હતા. પરિણામે ોડીવાર માટે તો કલેકટર કચેરી નજીક ટ્રાફિકજામ સર્જાયો હતો.

બીજી તરફ અભણ ગરીબ મહિલા અરજદાર ગાજયા જાય તેવા ન હતા અને આ વિકલાંગ મહિલા દલાલને બરાબરની આંટીમાં લઈ ‚ા.૫૦૦ પરત લેવા માટે દલાલનો ેલો પણ પડાવી લીધો હતો. જેને પગલે મહિલા દલાલે પોલીસની ધમકી આપતા આ ગરીબ અરજદાર મહિલા જ વિકલાંગ મહિલાને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, કલેકટર કચેરીને બાનમાં લઈને બેઠેલા આ રેશનકાર્ડના દલાલોને હટાવવા માટે આ અગાઉ જિલ્લા કલેકટરી લઈ જિલ્લા પુરવઠા અધિકારી અને ઝોનલ અધિકારીઓને પણ અનેક રજૂઆતો ઈ હોવા છતાં શા માટે મહિલા સહિતના દલાલોને હટાવવામાં ની આવતા તે પ્રશ્ર્ન વિચારવા જેવો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.