અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી રાજકોટ પરત ફરેલા ડોકટરો અને નર્સીગ સ્ટાફમાં પણ કોરોનાનો ચેપ લાગતા તબીબી આલમમાં ફફડાટ ; ખાનગી હોસ્પિટલમાં બે સ્પેશોયાલિસ્ટ નિષ્ણાતોનો ચેપ ૩ કર્મચારીને લાગતા હોસ્પિટલ સેવા બંધ કરાઈ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોકટરોની અપૂરતી સંખ્યા છતાં અમદાવાદમાં ક્રમ અનુસાર ડેપ્યુશન પર મોકલાતા સ્ટાફની અછત સજાઇ?
સિવિલમાં કુલ પપપ નર્સિંગ સ્ટાફમાંથી ૧૦ ટકા સ્ટાફ યેનકેન પ્રકારે કોવિડ-૧૯ માં ફરજ બજાવવા માટે અસક્ષમ?
અમદાવાદ ડેપ્યુટેશન રદ કરવા અથવા મુલતવી રાખવા ડાયરેકટર ઓફ હેલ્થને ઇમેલ કરી તથા મેડિકલ કોલેજના ડીનને પણ જાણ કરાઇ
તબીબ, નર્સિંગ સ્ટાફને અમદાવાદથી આવીને સાત દિવસ હોમ ક્વોરન્ટાઈન કરવાથી રોટેશન જળવાતું નથી
જો રાજય સરકાર દ્વારા નોન કોવિડ હોસ્પિટલના ડોકટર નર્સીગ સ્ટાફને અમદાવાદ- ભાવનગર, સુરત જેવી કોવિડ હોસ્પિટલમાં નિયુકિત આપવામાં આવે તો કામનું ભારણ ધટી શકે છે અને સ્થાનિક સ્ટાફ નર્સને જે તે સિવિલ હોસ્પિટલમાં જ કામ સોંપી પૂરતી સારવાર આપી શકાય છે
અનલોક -૧ માં સુરત ,અમદાવાદ ,મુંબઈથી રાજકોટમાં પરત ફરેલા લોકોની સાથે કોવિડ ૧૯ના કેસો વધી રહ્યા છે. તો બીજી બાજુ કોરોના વોરિયર્સ ગણાતા ડોકટરો – પેરા મેડિકલ સ્ટાફમાં પણ કોરોના વાઇરસનો ચેપ ફેલાતા તબીબી આલમમાં ફફડાટ ફેલાયોછે.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી કોરોનગ્રસ્ત દર્દીની સારવાર કરી પરત ફરેલા ડોકટરો અને નર્સીંગ સ્ટાફમાં કોરોના લક્ષણો દેખાયા બાદ પોઝેટીવ કેસ નોંધાતા કોરન્ટાઇન કરેલા તબીબોમાં પણ ફફડાટ વ્યાપો છે. આ સાથે જ ખાનગી હોસ્પિટલમાં ૨ તબીબોનો રિપોર્ટ પોઝેટીવ નોંધાયા બાદ ૩ કર્મચારી પણ સંક્રમિત થયા બાદ રિપોર્ટ પોઝેટીવ આવતા હોસ્પિટલના કર્મચારીમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. આરોગ્ય ટીમે આખી ખાનગી હોસ્પ્ટિળને સંપૂર્ણ બંધ કરી અન્ય કર્મચારીના ટેસ્ટિગની પણ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ જિલ્લામાં પણ કોરોના વાયરસનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.તાજેતરમાં રાજકોટના સિવિલના ૨ મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસર ,૧ રેસિડેન્ટ ડોક્ટર, ૧ નર્સિગ સ્ટાફ કોરોના પોઝેટીવ નીકળ્યા હતા ,જે બંન્ને અમદાવાદમાં ફરજ દરમિયાન ઇન્ફેક્શન લાગ્યું હતું ,એક નર્સીંગ કર્મચારી પણ સંક્રમિત થયા હતા ,એ અગાઉ એનેઠેસીયા વિભાગના એક તબીબ તથા બે રેસિડેન્ટ ડોક્ટર પણ અમદાવાદ સિવિલમાં દસ દિવસની ડ્યુટી બાદ કોરોના લાગુ પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ત્રણ મહિનામાં અનેક કોરોના પેશન્ટની ટ્રીટમેન્ટ કરવા છતાં તબીબો સંક્રમિત નહોતા થયા પરંતુ અમદાવાદ ડોકટરરો અને નર્સીંગ સ્ટાફને મોકલ્યા બાદ ચેપ લાગવા મંડ્યો છે ! જ્યારે રવિવારે ખાનગી હોસ્પિટલમાં વધુ બે ડોકટરના રિપોર્ટ પોઝિટિવ આવતા તબીબી જગતમાં ચિંતા વ્યાપી છે. ખાનગી હોસ્પિટલમાં ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતા અને ન્યુરો સર્જન કોરોનાગ્રસ્ત થયા છે. બન્ને ડોકટર્સ ગત મંગળવારે ઓપીડી માટે વેરાવળ ખાતે ગયા હતા. જ્યાં કોઈ દર્દીમાંથી કોરોનાનું સંક્રમિણ થયું છે. બાદમાં ખાનગી હોસ્પિટલના અન્ય ત્રણ કર્મચારીઓ પણ પોઝીટીવ આવતા તબીબોએ તુરંત વધુ સંક્રમણ અટકાવવા ગોકુલ હોસ્પિટલ ૨૩ તારીખ સુધી લોકડાઉન કરવામાં આવી છે.
આમ છેલ્લા અઠવાડિયામાં સાત તબીબ અને એક સ્ટાફ નર્સ સહીત કુલ આઠ લોકો કોરોના સંક્રમિત થયા છે.આ તમામ એક અથવા બીજી રીતે કોરોના દર્દીઓની સારવાર સમયે પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે.