રાજકોટ: હાલ મસાલા ની સિઝન ચાલી રહી છે.ત્યારે રાજકોટ માં વર્ષો થી જાણીતી રાષ્ટ્રીય શાળા ખાતે ઘાણી માંથી શુધ્ધ તેલ બનાવવા માં આવે છે અને લોકો શુધ્ધ તેલની ખરીદી કરતા હોય છે. ત્યારે રાષ્ટ્રીય શાળા દ્વારા સૌ પ્રથમ વખત સત્ત્વ બ્રાન્ડના નામ થી મસાલા બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં કાશમીરી મરચું રેસમ પટ્ટો મરચું સેલમ હળદર ધાણાજીરું વરિયાળી પાઉડર સહિતના મસાલા નું હાઈજીનીક પેકિંગ માં વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સૌ પ્રથમ તેને હાથેથી ખાંડવામાં આવે છે ત્યાર બાદ તેને દળી ને તૈયાર કરવામાં આવે છે. ઓર્ગેનિક રીતે તૈયાર કરેલ તમામ મસાલાની લોકો ખરીદી કરતા જોવા મળ્યા હતા. 500 ગ્રામ તથા 1 કિલો ના પેકિંગ માં મસાલા ઉપલબ્ધ છે.લોકોના સારા પ્રતિસાદ થી હજુ આગળ મોટા પેકિંગમાં પણ તૈયાર કરવામાં આવનાર છે.
સૌરાષ્ટ્રભરના લોકોની ડિમાન્ડના કારણે મસાલા બનાવવાની કરી શરૂઆત: નયનભાઇ પંચોલી
અબતક સાથેની વાતચીત દરમિયાન રાષ્ટ્રીય શાળાના વ્યવસ્થાપક તરીકે સેવા આપનાર નયનભાઈ પંચોલીજણાવ્યું હતું કે રાષ્ટ્રીય શાળા ખાતે છેલ્લા 50 વર્ષ થી ઘાણી માં પીલીને શુધ્ધ સાત્વિક તેલ બનાવવા માં આવે છે અને લોકો અમારે ત્યાં થી તેલ લેવાનું પસંદ કરે છે ત્યારે લોકોની ડિમાન્ડ ના કારણે અમેં આવર્ષે પ્રથમ વખત રાષ્ટ્રીય શાળાની સત્વ બ્રાન્ડ સાથે વિવિધ ઘર માં ઉપયોગ માં આવતા મસાલા જેવા કે મરચું જેમાં કાશમીરી મરચું રેસમ પટ્ટો,કાશ્મીરી રેસમ પટ્ટો મિક્સ ,સેલમ હળદર ધાણાજીરૂ વરિયાળી પાઉડર સહીત ના મસાલા બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. અમે મરચું મધ્યપ્રદેશ થી મંગાવી એ છીએ તથા બીજા મસાલા અને સૌરાષ્ટ્રભર માંથી મંગાવી તેને હાથે થી ખંડાવી અને ત્યાર બાદ તેને દળાવી અને હાઈજીનીક પેકેટ માં તૈયાર કરવામાં આવે છે હાલ 500 ગ્રામ તથા 1 કિલો ના પેકેટ માં મસાલા નું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
અમારી નવી પ્રોડક્ટ નું સારું એવું વેચાણ થઈ રહ્યું છે. અને હાલ મસાલા ની સિઝન ચાલી રહી છે ત્યારે સૌ ઘર માટે મસાલા ની ખરીદી કરતા હોય છે ત્યારે અમારે ત્યાં બહોળી સંખ્યા માં લોકો મસાલા ની ખરીદી કરવામાં આવી રહ્યા છે.જ સાથોસાથ શુધ્ધ મધ જેમાં તુલસી તથા નેચરલ મધ પણ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે.