સમગ્ર ગુજરાતમાંથી અંદાજે ૧૨૩ ટીમો અને ૨૪૬૦ જેટલા ખેલૈયાઓ હેમુગઢવી હોલ ખાતે સાંસ્કૃતિક કલા વારસાને જીવંત બનાવશે
રાજકોટ સ્થિત હેમુગઢવી હોલ ખાતે તા.૨૩ થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લાકક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા-૨૦૧૯નું આયોજન કરવામાં આવેલ છે.
રાજય કક્ષાની આ સ્પર્ધામાં રાજયભરના જિલ્લા અને મહાનગરપાલિકાની અંદાજે કુલ ૧૨૩ ટીમો અને કુલ અંદાજે ૨૪૬૦ ખેલૈયાઓ ભાગ લશે. જેમાં અર્વાચીન ગરબા, પ્રાચીન ગરબા અને રાસ જેવી વૈવિધ્ય પૂર્ણ કૃતિઓ રજુ થશે. ઉલ્લેખનીય છે કે રાસગરબા એ ગુજરાતની લોકસંસ્કૃતિનું આગવું અંગ છે.
રાજય કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા-૨૦૧૯નો પ્રારંભ તા. ૨૩મી સપ્ટેમ્બરના રોજ બપોરે ૪-૦૦ કલાકે રાજયના અન્ન અને નાગરિક પુરવઠામંત્રી જયેશભાઇ રાદડીયા અને પાણી પુરવઠામંત્રી કુંવરજીભાઇ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતીમાં થશે.
ગુજરાતની ગૌરવપૂર્ણ આ લોકસંસ્કૃતિના જતન અને સંવર્ધન અર્થે વિભાગ દ્વારા આયોજીત આ સ્પર્ધામાં કોઇપણ જાતના આધુનિક સંયંત્રોને બદલે પરંપરરાગત સાજીંદા દ્વારા જ કૃતિની પ્રસ્તૃતિ થશે.
આ કાર્યક્રમના ઉદઘાટન સમારંભમાં મેયર બીનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઇ કુંડારિયા, અતિથિ વિશેષમાં ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા, ચેરમેન, મ્યુ. ફાયનાન્સ બોર્ડ ધનસુખભાઈ ભંડેરી, કલેકટર રૈમ્યા મોહન, રાજકોટના મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ, ડી.ડી. કાપડિયા નિયામક યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, નયન થોરાત- યુથ બોર્ડ અધિકારી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, અગ્રણિ નીતિનભાઈ ભારદ્વાજ, અને અગ્ર સચિવ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિભાગ. સી.વી. સોમ અગ્ર સચિવ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિભાગ ગુજરાત સરકાર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી યાદીમાં જણાવાયું છે.