રાજકોટ શહેરની મધ્યમાં આવલે રજવાળા સમયથી નિર્મિત માલવીયા ચોક પાસે આવેલ ‘મહાકાલેશ્ર્વર મંદિર’ મંદિરમાં જોવા માટે ‘દુર્લભ’ હોય તેવું એક ઐતિહાસીક ઝાડ કે જે ૧૫૦ વર્ષથી પણ જૂનુ હતુ. જેની વિશેષતા એ હતી કે વડવાઈ અને પીપળ એક સાથે ઉગી નીકળ્યા હતા. આજરોજ કોઈ કારણથી ‘જમીનદોસ્ત’ થઈ ગયું હતુ જે તસ્વીરમાં નજરે પડે છે.