17મીએ સાંજે 5 કલાકે થશે મેળાનું ઉદઘાટન મુખ્યમંત્રીને અપાયું ખાસ આમંત્રણ
રંગીલા રાજકોટના મેળાને આઝાદીનો અમૃત મહોત્સવ લોકમેળો નામ આપવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ સતાવાર જાહેરાત કરી છે. સાથે તેઓએ કહ્યું કે 17મીએ સાંજે 5 કલાકે મેળાનું ઉદઘાટન કરવામાં આવનાર છે. ઉપરાંત આ અંગે મુખ્યમંત્રીને ખાસ આમંત્રણ પણ આપવામાં આવ્યું છે.
રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આગામી 17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. જિલ્લા કલેક્ટર અરુણ મહેશબાબુએ મેળાની તૈયારી અંગે સ્થળ વિઝીટ લઈને લોકમેળા બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ કહ્યું કે લોકમેળાના નામ લોકો પાસેથી મંગાવવામાં આવ્યા હતા. જેમાં 700 જેટલા નામો મળ્યા હતા. આ મેળાનું નામ “આઝાદીનો અમૃત લોકમેળો” રખાયું છે. આ લોકમેળાનું 17 તારીખે સાંજે 5 વાગ્યે ઉદ્ઘાટન થશે.
મેળામાં 4 દિવસ મુખ્ય સ્ટેજ પરફોર્મન્સ યોજાશે લોકો માટે પણ લોક મેળાનો મંચ ખુલ્લો હશે. પોતાનું પરફોર્મન્સ આપી શકશે. લોકમેળાના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રીને આમંત્રણ આપવામા આવ્યું છે. આ મેળાની 25 % આવક સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડમાં આપવામાં આવશે. વધુમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે સામાન્ય પબ્લિક ને પોસાઈ તે પ્રમાણે રાઈડ્સના ભાવ નકકી કરવામાં આવ્યા છે.ફૂડ ક્વોલિટી સારી રહે તે માટે સખ્ત સૂચના આપવામાં આવી છે. લોકોની સલામતી માટે સખ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
પીવાના પાણીને પણ તપાસવામાં આવશે તેમજ લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા જગ મૂકીને કરવામાં આવશે. પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ કોર્પોરેશન ડિપાર્ટમેન્ટના સ્ટોર્સ રહેશે લોકોને વિવિધ માહિતીઓ આપશે. ફર્સ્ટ ટાઈમ વોટર્સને અવેરનેસ માટે મેળામાં એક્ટિવિટી કરવામાં આવશે. લોકમેળામા ઓવર ચાર્જ ન વસુલાય તે ધ્યાન રખાશે. વેક્સીનેશ સેન્ટર મેળામા રાખવામાં આવશે.રેપીડ ટેસ્ટ માટે પણ સેન્ટર રાખવામાં આવશે. ઉલ્લેખનિય છે કે જિલ્લા કલેક્ટરે મેળાની સ્થળ વિઝીટ લઈને તમામ તૈયારીઓની સમીક્ષા પણ હાથ ધરી હતી.
- મેળાની 25 % આવક સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડમાં અપાશે
જિલ્લા કલેક્ટર અરુણ મહેશબાબુએ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું કે લોકમેળામાંથી જે આવક થશે. તેને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડમાં આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અનેક વખત મેળામાંથી થયેલી આવકને સેવાકાર્યમાં ખર્ચવામાં આવી છે. ત્યારે આ વર્ષે પણ 25 ટકા રકમ સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડમાં ફાળવવાનું પ્રેરણાદાયી પગલું લેવામાં આવ્યું છે.
- મેળામાં વેક્સિનેશન અને રેપીડ ટેસ્ટ સેન્ટર પણ હશે
જિલ્લા કલેક્ટર અરુણ મહેશબાબુએ જણાવ્યું કે લોકમેળામાં વેકસીનેશન અને રેપીડ ટેસ્ટના સેન્ટરો પણ કાર્યરત કરાવવામાં આવશે. જ્યાંથી લોકો વેકસીનનો ડોઝ પણ લઈ શકશે. આ ઉપરાંત પોતાનો રેપીડ ટેસ્ટ પણ કરાવી શકશે.
- ફૂડ ક્વોલિટી ઉપર ધ્યાન દેવાશે, પાણીની વ્યવસ્થા પણ કરાશે
જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે લોકમેળામાં પીવાના પાણીને પણ તપાસવામાં આવશે તેમજ લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા જગ મૂકીને કરવામાં આવશે.આ સાથે ફૂડ ક્વોલિટી જળવાઈ રહે તે માટે સ્પષ્ટ સુચના આપવામાં આવી છે.
- કોઈપણ વસ્તુના ઓવર ચાર્જ ન વસુલાય તેના ઉપર ધ્યાન રખાશે
જિલ્લા કલેક્ટર અરુણ મહેશબાબુએ જણાવ્યું કે રાજકોટના મેળાને જિલ્લાભરમાંથી માણવા લોકો આવે છે. આ મેળામાં લોકો પાસેથી કોઈ ઓવર ચાર્જ ન વસુલે તેના માટે ખાસ તકેદારી રાખવામાં આવનાર છે.
- જિલ્લા કલેક્ટરે મેળાની સ્થળ વિઝીટ લઈ વ્યવસ્થાની સમીક્ષા કરી
હાલ રેસકોર્સ મેદાન ખાતે લોકમેળાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ લોકમેળાના સ્થળ એવા રેસકોર્સ ગ્રાઉન્ડની સ્થળ વિઝીટ લીધી હતી અને ત્યાં ચાલતા કામોની સમીક્ષા હાથ ધરી અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.