• રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબીમાં શાંતિ પૂર્ણ રીતે ચૂંટણી યોજવા
  • 5770 પોલીસ અધિકારી અને સ્ટાફને ચૂંટણી લક્ષી તાલીમ અપાઇ: પાંચેય જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરાવવા 100 ચેક પોસ્ટ ઉભી કરાઇ: 7707 પરવાનાવાળા હથિયાર જમા કરાવ્યા: રેન્જ આઇજી અશોક યાદવે એસપી જયપાલસિંહ રાઠોડ, રાહુલ ત્રિપાઠી, નિતેશ પાંડેય અને હરેસકુમાર દુધાત સાથે બેઠક યોજી વિસ્તૃત સમજ આપી

વિધાનસભાની ચૂંટણી શાંતિ પૂર્ણ માહોલમાં યોજાય તે માટે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે રાજકોટ રૂરલ એસપી જયપાસિંહ રાઠોડ, મોરબી એસપી રાહુલ ત્રિપાઠી, જામનગર એસપી પ્રેમસુખ ડેલુ, દેવભૂમિ દ્વારકાના એસપી નિતેશ પાંડેય અને સુરેન્દ્રનગર એસપી હરેશ દુધાત સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે બેઠક યોજી હતી અને ચૂંટણી દરમિયાન આચાર સહિતાનો કડક રીતે અમલ કરાવવા અંગે સુચના આપી છે. પાંચેય જિલ્લામાં ચૂંટણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પુરી તકેદારી રાખવા તેમજ દારૂ અને રોકડની હેરાફેરી અટકાવવા ચેકપોસ્ટ ઉભી કરવી મતદારોને રાજકીય પક્ષો દ્વારા ખોટા પ્રલોભન આપવામાં ન આવે તેમજ સોશ્યલ મિડીયાના માધ્યમથી ખોટી અફવા ન ફેલાવવામાં આવે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.

IMG 20221113 WA0029

રાજ્યમાં આગામી તા.1 ગુરુવાર ના રોજ વિધાનસભા સામાન્ય ચુંટણી  2022 નું પ્રથમ તબક્કાનું મતદાન થનાર હોય જે અન્વયે  મતદાનએ આપનો અધિકાર છે. તે આપ નિર્ભિકપણે ઉપયોગ કરી શકો તેવુ વાતાવરણ ઉભુ કરવુએ અમારી ફરજ છે. પોલીસએ ફરજને યોગ્ય રીતે નિભાવશે જેની અમે તમને ખાત્રી આપીએ છીએ. જેથી તમામને  નિર્ભિયપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે જે અંતર્ગત રાજ્યમાં આગામી તા.1 ગુરુવાર ના રોજ વિધાનસભા સામાન્ય ચુંટણી  2022 નું પ્રથમ તબક્કાનું મતદાન થનાર હોય સાથે ચુંટણી નિષ્પક્ષ અને ન્યાયિક થયાં અને કાયદો વ્યવસ્થા જળવાય તે અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી    સમિક્ષા બેઠકમાં બહારથી આવતી પોલીસ ફોર્સ તથા પેરા મીલીટરી ફોર્સની તમામ પ્રકારની સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ અને ના.પો.અધિ. મારફતે તેઓને પડતી તમામ મુશ્કેલીઓ અગાઉથી જાણી તેના નિવારણ માટે અગોતરુ આયોજન કરવા જણાવેલ અને સ્થાનિક પોલીસ અને બહારથી આવતી ફોર્સ વચ્ચે ટીમ ભાવના પેદા થાય તેવા દરેક પ્રયત્નો કરવા જણાવવામાં આવેલ.

અકસ્માતમાં મૃત્યુ પામેલા બે પોલીસમેનને શ્રદ્ધાંજલિ અપાઈ

આ ક્રાઇમ કોન્ફરન્સમાં સુરેન્દ્રનગર જીલ્લા ખાતે કયુઆરટીમાં ફરજ બતાવતા અને હાલ કમાન્ડો તાલીમમાં હતા   સહદેવભાઇ કડવાભાઇ, અને પો.કોન્સ. શંકરભાઇ ભગવાનભાઇ  પોતાનુ સરકારી કામ પુરુ કરી કરાઇ ખાતે પરત તાલીમમાં જતા હતા તે સમયે લખતર નજીક પશુ રસ્તામાં આવતા વાહન અકસ્માત નડતા તેઓનુ  અવસાન થયેલું હોય,  બે મીનીટ મૌન પાળી તેઓના આત્માની શાંતી માટે પ્રાર્થના કરવામાં આવેલ.

IMG 20221113 WA0030

તેઓને મળવા પાત્ર તમામ આર્થિક સહાય અંગે અંગત રસ લઇ ત્વરીત કાર્યવાહી કરવા, તેઓની સેવાકિય કચેરી કાર્યાવહીમાં મદદરુપ થવા, તેમના પરિવારજનોની મુલાકાત લઇ તેઓને સાંત્વના આપવા અને સમગ્ર પોલીસ વિભાગ તેઓના કપરા સમયમાં તેઓની સાથે છે તેવી લાગણી તેઓના સુધી પહોચાડવા માટે જણાવવામાં આવેલ હતુ. હાજર તમામ પોલીસ અધિક્ષકશ્રીઓને આવા બનાવો ભવિષ્યમાં નિવારી શકાય તે માટે યોગ્ય પગલા લેવા માટે જણાવવામાં આવેલું છે.

બંદોબસ્તમાં 12 કંપની ફાળવાઈ

રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં બી.એસ.એફ.ની 4 કંપનીઓ અને સી.આર.પી.એફ.ની 8 કંપનીઓ મળી કુલ-12 કંપનીઓની ફાળવણી કરવામાં આવેલી છે.  એફ.એસ.ટી.ની કુલ-59 ટીમો બનાવવામાં આવેલી છે. તેઓ રાઉન્ડ ધ ક્લોક ચુંટણીલક્ષી કામગીરી કરી રહેલા છે.પાંચ જિલ્લાઓમાં  કુલ-5770 પોલીસ અધિકારી  અને કર્મચારીઓને  ચુંટણીલક્ષી તાલીમ આપવામાં આવેલી છે.  પાંચ જિલ્લાઓમાં ચુંટણી  કુલ-20,060 અટકાયતી પગલાઓ લેવામાં આવેલા છે જેમાં કુલ-127 આરોપીઓ ઉપર પાસા દરખાસ્તો, કુલ-242 આરોપીઓ ઉપર હદપારીની દરખાસ્તો  સમાવેશ થયેલો છે.  કુલ-20 નાસતા-ફરતા આરોપીઓને અટક કરવામાં આવેલી છે.

IMG 20221113 WA0031

261 નોનબેલેબલ વોરંટોની બજવણી કરવામાં આવેલ છે. જેમાં વોરંટોના 79% બજવણી કરવામાં આવેલ છે. રેન્જના તમામ પોલીસ અધિક્ષક, ના.પો.અધિ. અને થાણા અધિકરી ઓને પોત-પોતાના વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં રેન્જના કુલ-980 ગામોની સીનીયર પોલીસ અધિકારીઓ દ્રારા વિલેજોની વિઝીટ કરવામાં આવેલી છે. તેમજ સદર વિઝીટ દરમ્યાન ગામની જનતાની મુશ્કેલી અને રજુઆતો સાંભળી તેનો ત્વરીત નિકાલ કરવા સુચના આપી છે.  કોઇ ગામમાં સંવેદનશીલ બનાવ બનેલો હોય અથવા  આવી રજુઆતો સાંભળી તાત્કાલીક નિકાલ કરવા તેમજ ઉકેલ લાવવા સુચના કરેલ છે. ગામમાં જો કોઇ અસામાજીક પ્રવૃતિ ચાલતી હોવાની વિગતો મળે તો તેના ઉપર જરૂરી કાયદેસરના પગલા લેવા પણ સુચના કરેલ છે.

સોશિયલ મીડિયા માં અફવા ફેલાવતાની જાણ પોલીસને તુરંત કરો

સોશીયલ મીડીયા ઉપર વોચ રાખવા માટે કુશળ ટીમનુ ગઠન કરવામાં આવેલ છે. જેના નોડલ અધિકારીની પણ નિમણુંક કરવામાં આવેલ છે. જે ટીમો ધ્વારા સોશીયલ મીડીયાના દરેક પ્લેટફોર્મ ઉપર સતત વોચ રાખવામાં આવશે

સોશીયલ મીડીયા જેવાકે વોટ્સઅપ, ઇન્સટાગ્રામ, ફેસબુક અને ટવીટર વિગેરે ઉપર કોઇપણ જાતની ધાર્મિક લાગણી દુભાય તેવી કોઇ પોસ્ટ, ઓડીયો કે વિડીયો આપના ધ્યાન ઉપર આવે તો તુરંતજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફોનથી જાણ કરવા અથવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન કે લોકલ પોલીસ સ્ટેશનને જાણ કરવા વિનંતી છે.

IMG 20221113 WA0026

આચાર સંહિતા માટે ક્ધટ્રોલ ઇન્ચાર્જની નિમણૂંક

આચારસંહિતાના અમલીકરણ માટે દરેક જિલ્લા ખાતે ક્ધટ્રોલરૂમમાં ઇન્ચાર્જ તરીકે યોગ્ય અધિકારીઓની નિમણુંક કરવામાં આવેલી છે. ક્ધટ્રોલરૂમ ખાતે ઉમેદવારો અને જાહેર જનતા તરફથી કરવામાં આવતી તમામ ચુંટણીલક્ષી ફરીયાદો ઉપર તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવશે અને આ તમામ ક્ધટ્રોલરૂમ ઉપર રેન્જ કચેરી ખાતેથી સતત મોનીટરીંગ રાખવામાં આવશે.

હાલ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ કરવા  ગેરકાયદે હથીયારોની હેરફેર ,દારૂબંધીની નીતીનો કડક અમલ થાય તે માટે માદક પદાર્થોના ઉત્પાદન  હેરફેર અને વેચાણ સાથે સંકળાયેલ અસામાજીક તત્વોની પ્રવૃતિ અંકુશમાં લેવા માટે લીસ્ટેડ બુટલેગરો, માથાભારે શખ્સો, અસામાજીક તત્વો, હિસ્ટ્રીશીટરો અને તોફાની તત્વો વિગેરે સામે વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલી છે.

10 દિવસમાં 980 ગામોની પોલીસ અધિકારીએ વિલેજ વિઝિટ કરી

IMG 20221113 WA0028

રેન્જના તમામ પોલીસ અધિક્ષક, ના.પો.અધિ. અને થાણા અધિકરી ઓને પોત-પોતાના વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં રેન્જના કુલ-980 ગામોની સીનીયર પોલીસ અધિકારીઓ દ્રારા વિલેજોની વિઝીટ કરવામાં આવેલી છે. તેમજ સદર વિઝીટ દરમ્યાન ગામની જનતાની મુશ્કેલી અને રજુઆતો સાંભળી તેનો ત્વરીત નિકાલ કરવા સુચના આપી છે.

કોઇ ગામમાં સંવેદનશીલ બનાવ બનેલો હોય અથવા  આવી રજુઆતો સાંભળી તાત્કાલીક નિકાલ કરવા તેમજ ઉકેલ લાવવા સુચના કરેલ છે. ગામમાં જો કોઇ અસામાજીક પ્રવૃતિ ચાલતી હોવાની વિગતો મળે તો તેના ઉપર જરૂરી કાયદેસરના પગલા લેવા પણ સુચના કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.