- શ્રી ધણીમાતંગ દેવની 1272મી જન્મ જયંતી ઉજવણી નિમીતે બાઇક રેલીનું આયોજન
- ધારાસભ્ય, આગેવાનો તેમજ વિવિધ વિસ્તારના પ્રમુખોના હસ્તે અપાઈ લીલીઝંડી
- કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
ઇષ્ટદેવ શ્રી ધણી માતંગ દેવની 1272મી જન્મજયંતી નિમિત્તે મહેશ્વરી યુવા સંગઠન અને યુનિટી ઓફ મહેશ્વરી સેવા ટ્રસ્ટ દ્રારા ભવ્ય થી ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીપીટી ગ્રાઉન્ડથી ધારાસભ્ય માલતી મહેશ્વરી,સમાજના મુખ્ય આગેવાનો તથા વિવિધ વિસ્તારના પ્રમુખોના હસ્તે બાઇક રેલીને લીલીઝંડી આપવામાં આવી હતી. આ બાઇક રેલી ગાંધીધામના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ રેલીમાં ધર્મની ધજા માતંગ દેવના નારા સાથે માઘવ્રતધારીઓ, યુવા સંગઠનના આગેવાનો જોડાયા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સીટી ટ્રાફિક પોલીસ તથા એ ડિવિઝન PI એમ ડી ચૌધરી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. બહોળી સંખ્યામાં યુવાઓ બાઈક રેલીમાં જોડાયા હતા.
ઇષ્ટદેવ પૂ.ધણી માતંગ દેવની 1272મી જન્મજયંતી નિમિત્તે મહેશ્વરી યુવા સંગઠન અને યુનિટી ઓફ મહેશ્વરી સેવા ટ્રસ્ટ દ્રારા ભવ્યથી ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડીપીટી ગ્રાઉન્ડથી બાઇક રેલીને લીલીઝંડી ધારાસભ્ય માલતી મહેશ્વરી,સમાજના મુખ્ય આગેવાનો તથા વિવિધ વિસ્તારના પ્રમુખોના હસ્તે આપવામાં આવી હતી. તેમજ આ બાઇક રેલી ગાંધીધામના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ રેલીમાં ધર્મની ધજા માતંગ દેવના નારા સાથે માઘવ્રતધારીઓ, યુવા સંગઠનના આગેવાનો જોડાયા હતા.
આ રેલીને સફળ બનાવવા ડૉ. કિશન કટુવા,લક્ષ્મણ ભરાડીયા,નરેશ ફુલીયા, અરવિંદ રોલા,કમલેશ કુફલ, શ્યામ માતંગ,કિશોર મતિયા,પ્રેમ ફુફલ,પેરાજ બળીયા,પુનમ ભરાડીયા,ભાવેશ ફુફલ વગેરેએ જહેમત ઉઠાવી હતી. અને બહોળી સંખ્યામાં યુવાઓ આ બાઈક રેલીમાં જોડાયા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સીટી ટ્રાફિક પોલીસ તથા એ ડિવિઝન PI એમ ડી ચૌધરી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા
અહેવાલ : ભારતી માખીજાણી