પોલીસવાન અને દુકાનોમાં તોડફોડ કરી પથ્થર મારો કરતા પોલીસે બેકાબુ ટોળા પર કર્યો હળવો લાઠીચાર્જ: પી.આઇ. વી.કે.ગઢવીએ કાઢી રિવોલ્વર
જિલ્લા પંચાયત ચોક ખાતે એકઠા થઇ ચકકાજામ કરી વાતાવરણ ડહોળવાના પ્રયાસ પર પોલીસે પાણી ફેરવ્યું
અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશીલ વિસ્તારમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ હાથ ધરાયું
સોશ્યિલ મીડિયામાં પોસ્ટ મુકવાના મામલે યુવકની હત્યા થઈ હતી
ધંધુધાના ભરવાડ યુવાનની સોશ્યલ મિડિયામાં પોસ્ટ મુકવાના મામલે ધર્મઝનુની દ્વારા કરવામાં આવેલી કરપીણ હત્યાને પગલે રાજયભરમાં ધેરા પ્રત્યાધાતો પડયા છે. જેના પગલે રાજકોટ કલેટકરને માલધારી સમાજના મોટી સંખ્યામાં હાજર રહી હત્યારાને ફાંસીની સજાની માંગ સાથે આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું. બાદ માલધારી સમાજના યુવાનો જિલ્લા પંચાયત ચોક ખાતે ચકકાજામ કરી પોલીસ વાનમાં અને દુકાનમાં તોડફોડ કરતા પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરતા એક યુવાન ઘવાયો છે પોલીસ કોઇ અનિચ્છનીય બનાવ ન બને બને તેના માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે.
વધુ વિગત મુજબ ગત તા. રપ જાન્યુઆરીના રોજ ધઁધુકાના કિશન બોળીયાની સોશ્યલ મિડિયામાં પોસ્ટ મુકવાના મામલે કટ્ટરપંથી યુવક સહિત બે શખ્સોએ સરાજાહેર રિવોલ્વરમાંથી ગોળી ધરબી મોતને ધાટ ઉતારવામાં આવ્યો હતો. આ બનાવને પગલે રાજયભરમાં ધેરા પ્રત્યાધાત પડયા હતા. જેમાં અનેક ગામડાઓથી લઇ શહેરો દ્વારા બંધ પાડી હત્યારાનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી ફાંસી આપવાની માંગ કરવામાં આવી રહી છે.
માલધારી સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા મૃતક કિશનને ન્યાય અપાવવા માટે આજે મોટી સંખ્યામાં કલેકટર ઓફીસે કલેકટરને આવેદન પત્ર પાઠવવા આવ્યું હતું. બાદ મોટી સંખ્યામાં યુવાનો રેલી સ્વરુપે જિલ્લા પંચાયત ચોક ખાતે એકઠા થઇ ચકકાજામ કરી પોલીસની ત્રણ પીસીઆર વાનમાં અને દુકાનમાં તોડફોડ કરી અને પથ્થર મારો કરતા પોલીસે સમય સુચકતા વાપરી ટોળા પર હળવો લાઠીચાર્જ કર્યો હતો અને બેકાબુ ટોળાએ કાબુમાં લેવા ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વી.કે. ગઢવીએ રિવોલ્વર કાઢી હતી.
જીલ્લા પંચાયત ચોક ખાતે ટોળુ એકઠું થઇને સદર બજાર, નરેહુનગર અને આઝાદ ચોકમાં તોડફોડ કરી શાંત રાજકોટનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવાનો હોવાથી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ સી.પી. અહેમદ ખુરર્શી, ડી.સીબી ઝોન-1 પ્રવિણકુમાર મીણા, ડીસીપી ઝોન-ર મનહરસિંહ જાડેજા, ડીસીબી એસ.ઓ.જી. અને વિવિધ પોલીસ મથકના સ્ટાફે તોફાની લોકોને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો.
શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં જેવા કે નહેરુનગર, આઝાદ ચોક, ફુલછાબ ચોક સહીતના વિસ્તારોમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે.
માલધારી સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા આજે બંધનું એલાન આપ્યામાં આવ્યું હતું. પરંતુ શહેરનું વાતાવરણ ડહોળાય નહીં તે માટે પોલીસની સમજાવટથી પાછુ ખેંચવામાં આવ્યું અને માત્ર જીલ્લા કલેકટરને લેખીત સ્વરુપે રજુઆત કરવાનું નકકી થયું હતું.
પરંતુ જિલ્લા કલેકટરને લેખીત રજુઆત બાદ તોફાની તત્વો દ્વારા કરવામાં આવેલું છમકલાની આગ આગળ વધે તે પહેલા પોલીસે આગને કડક હાથે ડામી દેવામાં કયાંક ને કયાંક અંશે સફળ રહ્યા છે.
કાયદાના સંઘર્ષમાં આવવું પડે તેવા કૃત્યોથી દૂર રહેવા પોલીસની જનતાને અપીલ
ડી.સી.પી. ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ સમગ્ર ઘટના અંગે કહ્યું હતું કે, ગઈકાલે જ તમામ આગેવાનો સાથે વાતચીત થઈ હતી કે, તેઓ શાંતિપૂર્ણ રીતે કલેકટર કચેરી ખાતે એકત્ર થઈને તેમની લાગણી આવેદનપત્ર સ્વરૂપે કલેકટરને આપવાના હતા. આવેદન આપવા આશરે 1200 લોકો એકત્ર થયા હતા. આવેદન આપ્યા બાદ ટોળું કાબૂમાં ન રહેતા ટોળાના અમુક સભ્યો ધરમ સિનેમા ખાતે પહોંચી ગયા હતા અને રોડ બ્લોક કરી દીધો હતો. જ્યાં પોલીસે સમજાવટપૂર્વક ટોળાને વિખેરી નાખ્યો હતો.
ત્યારબાદ ટોળાનો એક ભાગ ગેલેક્સી સિનેમા ખાતે પહોંચી તોડફોડ કરીને દુકાનો બંધ કરાવી રહી હતી જ્યાં પણ પોલીસે સમજાવટપૂર્વક ટોળું વિખેર્યું હતું પરંતુ તે જ અરસામાં એક ટોળું ફૂલછાબ ચોક પાસે આવી પહોંચ્યું હતું જ્યા પ્રદ્યુમ્નનગર પોલીસની પીસીઆરમાં તોડફોડ કરાયો હતો અને પથ્થરમારો પણ કરાયો હતો જેથી ટોળાને વિખેરવા પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો હતો.
તેમણે વધૂમાં જણાવ્યું હતું કે, હજુ સુધી રેકર્ડ પર કોઈની અટકાયત કરાઈ નથી પરંતુ તોડફોડના ગુન્હામાં કાયદેસરની કાર્યવાહી કરાશે. તેમણે કહ્યું હતું કે, વાતાવરણ તંગ થતાં છેલ્લા 3 દિવસથી સતત સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ કરાઈ રહ્યું છે જે યથાવત રાખવામાં આવશે. મનોહરસિંહ જાડેજાએ રાજકોટની જનતાને અપીલ કરી હતી કે, ઉશ્કેરણીજનક કોઈ પણ પોસ્ટ સોશ્યલ મીડિયામાં શેર ન કરે તેમજ સુલેહ-શાંતિનો ભંગ થાય તેવા કૃત્યથી દુર રહે.
કલેક્ટર કચેરીએ 5 હજાર લોકોની મેદની ઉમટી: પોલીસના ધાડેધાડા ઉતારાયા
કચેરીનો ગેઇટ બંધ કરાયો: સૂત્રોચ્ચારથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો
ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવાનની હત્યાના વિરોધમાં રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ મામલે આજે માલધારી સમાજ ઉપરાંત વિવિધ સંગઠનોના અંદાજે પાંચેક હજાર લોકો કલેક્ટર કચેરીએ આવેદન આપવા ઉમટી પડ્યા હતા. જેને પગલે કચેરીમાં પોલીસના ઘાડેધાડા ઉમટી પડ્યા હતા. આ આવેદનમાં જણાવાયું હતું કર ધંધુકામાં કિશન ભરવાડની હત્યાનું કાવતરું ધર્મના નામે કરાયુ હતું.
કિશનભાઈ ગૌરક્ષક હતા. તેઓએ માફી માંગતો વીડિયો પણ બનાવ્યો હતો. આ સાથે રાધનપૂરના શેરગઢમાં પણ હિન્દૂ દીકરી ઉપર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના સામે વિરોધ કરવામાં આવે છે. પકડાયેલ આરોપીને ફાસ્ટ ટ્રેક કોર્ટ મારફત ત્વરિત ફાંસીની સજા આપવામાં આવે. આ સાથે જે લોકો ગેરકાયદે હથિયાર રાખે છે તેઓને સજા કરવામાં આવે તેવી માંગ છે. તેમ આવેદનમાં જણાવાયું હતું.