પ્રાગટયોત્સવ પ્રસંગે હવેલી કિર્તન સંધ્યામાં બહોળી સંખ્યામાં રાજકોટના વૈષ્ણવો ઉમટી પડશે
અષાઢ વદ અષ્ટમીને ગૂરૂવારના રોજ નિ.લી. પૂ.પા.ગો.૧૦૮ રસિકરાયજી મહારાજ (ચોપાસની રાજકોટ) નો પ્રાગટય ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ શુભ પ્રસંગે હવેલી કિર્તન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.
રસકુંજ હવેલી રાજકોટ ખાતે ઉજવાઈ રહેલ આ પ્રાગટયોત્સવ માં સપ્તપીઠાધીશ્વરક વ્રજેશકુમાર મહારાજ (કામવન રાજકોટ) ઉપસ્થિત રહી દિપપ્રાગટય કરશે. આ પ્રાગટયોત્સવમાં હવેલી કિર્તન સંધ્યાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આ હવેલી કિર્તન સંધ્યા રાત્રે ૯.૩૦ કલાકે યોજાશે કિર્તનનો રસાસ્વાદ સુરતના મોહનભાઈ જમરીયા અને સાથીવૃંદ પ્રાચિનતા અને અર્વાચીનતાના સુમેળભર્યા રસાસ્વાદ કરાવશે હવેલીકિર્તન સંધ્યા ધોળકીયા સ્કુલ ઓડીટોરીયમ, ૧૫૦ ફૂટ રીંગરોડ, બાલાજી હોલ પાસે રાજકોટ ખાતે યોજાશે. મહત્વનું છે કે રસિકરાયજી મહારાજના પ્રાગટયોત્સવ પ્રસંગે હવેલી કિર્તન સંધ્યાનો લાભ લેવા સમસ્ત રાજકોટના વૈષ્ણવો મોટી સંખ્યામાં લાભ લેશે. આ પ્રસંગે પ્રખર કિર્તનકાર મોહનભાઈ જમરીયા પ્રાચીન હવેલી કિર્તન પ્રણાલીને નવા વાદ્યો નવા આયામો સહિત કોરમ કિર્તન ગાનની વિશિષ્ટ પ્રસ્તુતી દ્વારા હવેલી કિર્તનને નવુ પરિમાણ આપી મધુરતા સાથે લોકભોગ્ય બનાવ્યું છે.
પ્રાગટયોત્સવ પ્રસંગે વલ્લભાચાર્યવર્યોના સાનિધ્યમાં રસકુંજ હવેલી દ્વારા ઉજવાઈ રહેલ આ ઉત્સવને માણવા સૌ વૈષ્ણવોને અનુરોધ છે.