આજે સવારના ૯.૩૦ વાગ્યાથી તાલીમ ભવન પોલીસ હેડ કવાર્ટર શહેર ખાતે રાજકોટ શહેરના ઉચ્ચ મહિલા પદાધિકારીઓ દ્વારા રાજકોટ શહેર પોલીસને રક્ષાબંધન પર્વ નીમીતે ‘રાખી ફોર ખાબી’ પ્રોગ્રામ દ્વારા રક્ષાબંધનનું આયોજન કરેલ છે.જેમાં રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર તથા સંયુકત પોલીસ કમિશ્નર તેમજ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરાઇ હતી. આ કાર્યક્રમ અન્વયે પ્રજામાં પોલીસની સારી છાપ જળવાઇ રહે તેવા આશય થી આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે શહેરના પો.સબ ઇન્સ. થી ઉપરના ઉચ્ચ હોદો ધરાવતા તમામને મહીલાઓ રાખડી બાંધી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કોર્પોરેશનના મેયર દ્વારા પોલીસ કમિશ્નર મનોજ અગ્રાવલને રાખી બાંધવામાં આવી હતી અને રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા તમામ અધિકારી ડી.સી.પી., એએસપી, પીઆઇ, પીએસઆઇ વગેરે ને રાજકોટ ભાજપ મહીલાઓ દ્વારા રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.
અબતક સાથેની ખાસ વાતચીતમાં મેયર બીનાબેન જણાવ્યું હતું કે પોલીસ દ્વારા પ્રજાને સલામત અને સુરક્ષીત રાખવામાં આવે છે તેને બાનમાં રાખીને ભાજપ પ્રદેશ અને ભાજપ ની મહીલાઓ દ્વારા ‘રાખી ફોર ખાખી’કાર્યક્રમ અંતર્ગત પોલીસ કમિશ્નર તેમજ પોલીસમાં
ફરજ બજાવતાં તમામ અધિકારીઓને રાખડી બાંધી રક્ષાબંધની ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ કમિશ્નર દ્વારા બહેનોને ભેટ સ્વરુપે તુલસીના છોડ આપવામાં આવ્યા હતા.
આ સાથે જ પોલીસકમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા આ તમામ બહેનો આભાર માન્યો હતો. અને જણાવ્યું હતું કે બહેનોની સુરક્ષા માટે આજ થી જ પોલીસ હેડ કવાર્ટરના તાલીમ ભવન ખાતે સ્વરક્ષણ તાલીમ યોજનાનો પણ આરંભ કરવામાં આવ્યો હતો. જેનાથી મહીલા ઓ પોતાનો સુરક્ષા પોતાની જાતે કરે તે હેતુથી આયોજના ચાલુ કરવામાં આવી છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે મહીલાઓ સોશ્યીયલ સાઇટનો શિકાર ન બને તે માટે બેટી બચાવો સાઇબ ક્રાઇમ નામની બુક પણ બહેનોને ભેટ માં આપવામાં આવી હતી.
આ વર્ષે ભદ્રાદોષના હોઈ રક્ષાબંધનનું વિશેષ મહત્વ
રક્ષાબંધનની શરૂઆત દેવગુરૂ બૃહસ્પતિના કહેવાથી થઈ હતી. એક વખતે દેવો અને દાનવોનું યુધ્ધ થયું તેમાં દેવતાઓની હાર થવા માંડી આથી ઈન્દ્ર દેવગુરૂ બૃહસ્પતિ પાસે જાય છે. ત્યારે દેવગુરૂ બૃહસ્પતિ કહે છેકે આજે ચૌદશ છે અને કાલે શ્રાવણ સુદ પુનમ છે. શ્રાવણ સુદ પુનમના દિવસે જો ઈન્દ્રએ રેશમની દોરીમાં રક્ષા બનાવી અને વિધિવત મંત્રોચ્ચાર સાથે સવારમાં તમને રક્ષા બાંધે તો વિજય થશે આ રીતે રક્ષાબંધનને દિવસે ઈન્દ્રાણી ઈન્દ્રનો રક્ષા બાંધે છે. ઈન્દ્રનો વિજય થાય છે. આમ, દેવગુરૂ બૃહસ્પિતીના કહેવાથી રક્ષાબંધનની શરૂઆત થઈ આથી ગૂરૂવારે રક્ષાબંધન ઉતમ ગણાય છે.
આ વર્ષે બીજી ખાસીયત જોઈએ તો રક્ષાબંધનના દિવસે ભદ્રાદોષ પણ નથી રક્ષાબંધનનો આખો દિવસ શુભ છે. આથી રાખડી બાંધવા માટે આખો દિવસ શુભ રહેશે. અથવા તો ચોઘડીયા પ્રમાણે રાખડી બાંધી શકાય.