યુવા હૈયાઓ ધૂળેટીના રંગે રંગાયા
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓ મન મુકીને રંગે રમ્યા
સૌરાષ્ટ્રભરમાં ધુળેટીની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ હતી. ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસ સાથે સૌરાષ્ટ્રવાસીઓએ ઉજવણી કરી હતી. નાના ગામડાથી લઇને મહાનગરોમાં સૌ કોઇ રંગોત્સવના રંગે રંગાયા હતા. લોકોએ એકબીજાના ચહેરા પર રંગો લગાવ્યા હતા. શહેરોના મુખ્ય રસ્તા પર અબીલ ગલાલની છોળો ઉડી હતી.
સૌરાષ્ટ્રમાં અનેક સંસ્થાઓ અને ધાર્મિક સ્થાનોમાં ઉજવણીના આયોજન કરાયા હતા.
રાજકોટવાસીઓએ પણ ધુળેટીના પર્વની મન ભરીને માણ્યો હતો. શેરીએ ગલીએ નાના મોટા સૌ કોઇ ધુળેટીના રંગે રંગાયા હતા. ઘણી જગ્યાએ ડીજેના તાલ સાથે રેઇન ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના રેસકોર્સ ખાતે યુવાઓ ઉમટી પડયા હતા. એકબીજા સૌ કોઇને ગેરુ અને કલર ઉડાડયા હતા જયારે રાજકોટમાં પોલીસ પરિવારોએ પણ રંગના પર્વ ધુળેટીની ઉજવણી કરી હતી રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના બંગલો ખાતે ધુળેટી હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતા. જેમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર અહેમદ ખુરશીદ, ડીસીપી રવિ મોહન સૈની, એસ.પી. બલરામ મીણા તમામ એસીપી અને પોલીસ ઇન્સ્પેકટર પણ જોડાયા હતા.
ધુળેટીના પર્વે રાજકોટમાં હવેલીમાં પણ ફૂલડોલ ઉત્સવની ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વૈષ્ણવોએ એકબીજાને કલર લગાડયા હતા.
ધુળેટીના તહેવાર ને રંગો ના તહેવાર તરીકે ઓળખવામાં આવે છે. ધુળેટી પર્વ લોકો ના જીવન માં રંગો નું મહત્વ સમજાવે છે. ત્યારે ઠેર ઠેર લોકો અલગ અલગ તરીકે ધુળેટી પર્વ માણતા હોય છે. સામાન્ય પ્રજા તો ધુળેટી નો આંનદ તો લે જ છે પરંતુ રાજકોટ ના પોલીસ અધિકારી – કર્મચારીઓ પણ દર વર્ષે ધુળેટી સાથે હળી મળીને ઉજવતાં હોય છે. ત્યારે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ ના નિવાસસ્થાને ધુળેટી પર્વ નું આયોજન કરાયું હતું. જેમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહમદ, નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૧ રવિ મોહન સૈની, ઝોન ૨ મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઈમ જયદીપસિંહ સરવૈયા સહિત ના એસીપી તેમજ રાજકોટ ના પોલીસ મથક ના તમામ પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ના કર્મચારીઓ એ ઉત્સાહભેર ભાગ લઈ ધુળેટી ની ઉજવણી કરાઈ હતી.
‘અબતક’ ના માધ્યમથી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની લોકોને જીવનના તમામ રંગોમાં રંગાવવાની અપીલ
આ તકે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે અબતક સાથેની વાતચીતમાં જણાવતા કહ્યું હતું કે જેવી રીતે હોલિકા દહન કરવામાં આવ્યું તેવી જ રીતે લોકો કુરિત, કુરિવાજો, દુર્ગુણો નું દહન કરી ધુળેટી ના તમામ રંગોનર તેમના જીવનમાં ઉતારે અને લોકો તમામ રંગો નો આનંદ લે તેવી શુભેચ્છા હું સૌને પાઠવું છું. તેમણે કહ્યું હતું કે લોકો ની સુરક્ષા એ અમારું કર્તવ્ય છે જેનું નિર્વહન કરવા પોલીસ વિભાગ બંધાયેલો છે તો આજે પણ પોલીસ કર્મચારીઓ ખડેપગે પોતાની ફરજ નિભાવી રહ્યા છે તેમજ પોલીસ અધિકારી – કર્મચારીઓ ધુળેટી પર્વ નો આનંદ પણ લઈ રહ્યા છે. તેમણે આ તકે ’અબતક’ ના માધ્યમ થી લોકો ને કુરિવાજો નું દહન કરી નવા રંગોમાં રંગવાની અપીલ કરી હતી.
લોકોની સુરક્ષા માટે પોલીસ કટિબદ્ધ : બલરામ મિણા
આ તકે રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મિણા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ધુળેટી પર્વ નિમિતે રાજકોટ જિલ્લા પોલીસ લોકો ની સુરક્ષા માટે કટિબદ્ધ છે ત્યારે આજે પણ જિલ્લા પોલીસ ખડેપગે લોકો ની સુરક્ષા માટે તૈનાત છે. કોઈ પણ જાતની અઘટિત ઘટના ન બને, લોકો ને કોઈ હાલાકી નો સામનો ન કરવો પડે, ધુળેટી ના રંગમાં ભંગ ન પડે તે માટે સંપૂર્ણપણે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આ તકે પોલીસ અધિકારી – કર્મચારીઓ પણ સામાન્ય જનતાની જેમ ધુળેટી પર્વ નો આંનદ માણી રહ્યા છે. તેમણે આ તકે ’અબતક’ ના મધ્યમથી પ્રજાને ધુળેટી પર્વ ની શુભેચ્છા પાઠવી હતી.
વરતારા પ્રમાણે ચોમાસું મઘ્યમ રહેશે
રાજકોટમાં ઠેક-ઠેકાણે હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. હોલિકા દહનમાં પરંપરાગત રિવાજ મુજબ નાળિયેર, ખજૂર, ધાણી, મમરા જેવી વસ્તુની આહુતિ આપવામાં આવી હતી. લોકોએ હોલિકા દહનની પ્રદક્ષિણા કરી હતી. શહેરમાં શાસ્ત્રી મેદાન સહિત વિવિધ વિસ્તારોમાં વૈદિક હોળી પ્રગટાવી હતી.
જેમાં આંબો, પીપળો, ખાખરાનો પણ ઉપયોગ કરાયો હતો. જયારે ઇન્દિરા સર્કલ, જલારામ-ર, લોધાવાડ ચોક, યાજ્ઞીક રોડ જેવા વિસ્તારોમાં છાણાની હોળી પ્રગટાવી હતી. દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.
આ વર્ષે હોળીની ઝાળ ઇશાન તરફ તરત થઇ હતી જયોતિષોના અવલોકન મુજબ આ વર્ષે વરસાદ મઘ્યમ રહેશે. જયારે રોગચાળા અને પાકને નુકશાન થવાની ભીતી પણ દર્શાવે છે. હોળીની પ્રગટતી જવાળાની આધારે વર્ષોઋતુ અને આખા વર્ષનો અંદાજ કાઢવામાં આવે છે જે પરંપરાગત ચાલતી આવી છે.