મ્હે પોલીસ અધિક્ષકશ્રી રાજકોટ ગ્રામ્ય બલરામ મીણા સાહેબ નાઓની સુચનાથી એસ.ઓ.જી. ની કામગીરી અનુસંધાનએ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.રાણા સાહેબ સાથે પો.સબ.ઇન્સ વાય.બી.રાણા તથા સ્ટાફના માણસો સાથે લોધીકા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે આનંદ રેસિડેન્સીના પાટિયા પાસે પીપળવા રોડ ઉપર શાપર વેરાવળ ગામનો પ્રકાશ ઉર્ફે પકો૨૧૨૧ વાળો તેની પાસે દેશી બનાવટનુ હથીયાર રાખી ઉભેલ છે તે હકિકત મળતાં તુરતજ હકિકત વાળી જગ્યાએ રેડ કારતા ઉપરોકત ઇસમ હાજર હોય જેને પકડી તેનુ નામ ઠામ પૂછતાં પોતે પોતાનુ નામ પ્રકાશ ઉર્ફે પકો રણછોડભાઈ પરમાર જાતે અનુ.જાતી ઉ.વ.૨૩ રહે. ક્રિષ્ના પાર્ક સોસાયટી શીતળામાના મદિર પાસે શાપર વેરાવળ ગામ તા. કોટડાસાગાણી વાળો હોવાનુ જણાવેલ હોય અને તેની ઝડતી તપાસ કરતા તેના હાથમા રહેલ કાળા થેલામા જોતા એક દેશી બનાવટનો બારબોર સીગલ બેરેલ લાકડાના હાથા વાળો તમચો નંગ એક કિ.રૂ.૫,૦૦૦ તથા બે જીવતા કારટીસ કિ. રૂ.૨૦૦ મળી આવતા કુલ મુદામાલ કિ.રૂ.૫,૨૦૦ ગણી તપાસ અર્થે હથિયાર તેમજ કારટીસ કબ્જે કરી લોધિકા પો.સ્ટે ગુનો રજી દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આ કામગીરીમાં પો.ઇન્સ શ્રી એમ.એન.રાણા તથા પો.સબ.ઇન્સ વાય.બી.રાણા તથા પો.હેડ.કોન્સ ઉપેન્દ્રસિંહ જાડેજા તથા વિજયભાઇ ચાવડા તથા પો.કોન્સ ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા રણજીતભાઇ ધાધલ તથા સાહિલભાઈ ખોખર વિગેરે જોડાયા હતા.