સમરસ બોયઝ હોસ્ટેલમાં 752 બેડ સુધીની ઓકિસજન
ફેસિલીટી ખુબજ ટૂંકા ગાળામાં ઉભી કરાવાઇ

કોરોનાની આ બીજી લહેરમાં દર્દીઓને તમામ પ્રકારની જરૂરિયાત પૂરી પાડવા રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ પ્રયાસો થઇ રહયા જ છે. જેમાં સરકારના અનેક વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા પણ દિન રાત સહયોગ આપી રહયા છે. તેમાનો એક છે રાજકોટ શહેર માર્ગ અને મકાન વિભાગ.

આ વિભાગ દ્વારા 1002 બેડ ઉપર ઓકિસજન ફેસિલિટી ઉભી કરાવવાનું સૌથી મહત્વનું કામ થયુ છે. આ વિભાગ દ્વારા રાજકોટની સમરસ બોયઝ હોસ્ટેલમાં 752 બેડ સુધીની ઓકિસજન ફેસિલીટીખુબજ ટૂંકા ગાળામાં ઉભી કરાવાઇ છે તો સમરસની ગર્લ્સ હોસ્ટેલમાં પાંચેક દિવસથી 250 બેડ ઉપર ઓકિસજન ફેસિલીટી ઉભી કરવાનું કામ પૂર્ણ થવામાં જ છે. તેમ કાર્યપાલક ઇજનેરશ્રી નિતેષ કામદારે જણાવ્યુ હતું.

50 1

રાજકોટ શહેર માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર નિતેષ કામદારના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ નાયબ કાર્યપાલક ઇજનેર રાજેશ્વરી નાયર અને મદદનીશ કાર્યપાલક ઇજનેર પારસ કોઠિયાના સહયોગથી લાઇફલાઇન એજન્સી દ્વારા રાતોરાત આ ઓકિસજન ફેસિલીટી ઉભુ કરવાનું કામ કરવામાં આવ્યુ છે. આમ સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટર અને સમરસ ડેડિકેડેટ કોવિડ હેલ્થ કેર સેન્ટરમાં કોરોના દર્દીઓ માટે બહુ મોટી વ્યવસ્થા કોવિડના નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા, કલેકટર રેમ્યા મોહન, ડેપ્યુટી કલેકટર ચરણસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ દ્વારા ઉભી કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.