Abtak Media Google News
  • રાજકોટ મહાનગરપાલિકા વિવિધ પ્રતિનિધિ મંડળોની રજૂઆત અને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ ફાયર એન.ઓ.સી./બી.યુ પરમિશન સંદર્ભે “સીલ” કરવામાં આવેલ શૈક્ષણિક અને આરોગ્યલક્ષી એકમોના “સીલ” ખોલવા અંગે કાર્યરીતિ જાહેર

ગુજરાત ન્યૂઝ : ટી.આર.પી. ગેઈમ ઝોનના બનાવ બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સઘન તપાસ ઝુંબેશ હાથ ધરી ફાયર એન.ઓ.સી. અને બી.યુ. પરમિશન ન હોય તેવા એસેમ્બલી પ્રકારના એકમો કે જેમાં શૈક્ષણિક સંકુલો, હોસ્પિટલ બિલ્ડીંગ, સમાજની વાડી વગેરેને ફાયર એન.ઓ.સી./બી.યુ. પરમિશન નહીં હોવાથી સીલ કરવામાં આવેલ. ત્યારબાદ જે એકમો દ્વારા ફાયર એન.ઓ.સી. મેળવવા જરૂરી સાધનો/વ્યવસ્થા ઉભી કરવા રજૂઆત કરવામાં આવેલ તેમને ફાયર એન.ઓ.સી. મેળવવા યોગ્ય કાર્યવાહી કરવા સીલ ખોલી આપવામાં આવેલ. આ દરમ્યાન શૈક્ષણિક સંસ્થાઓના વિવિધ પ્રતિનિધિ મંડળ, ચેમ્બર ઓફ કોમર્સ, હોસ્પિટલ એકમોના પ્રતિનિધિ મંડળો તરફથી ફાયર એન.ઓ.સી. હોય તેવા એકમોનો વપરાશ કરવા કાયમી સીલ ખોલી આપવા અવારનવાર રજૂઆત મળેલ છે.

આગામી શૈક્ષણિક સત્ર તા.૧૩/૦૬/૨૦૨૪ થી શરૂ થનાર છે. તેમજ આરોગ્ય વિષયક આવશ્યક એકમોને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિયુક્ત થયેલ કમિટી દ્વારા ઉપરોક્ત મળેલ રજૂઆત તથા પરિસ્થિતિ ધ્યાને લઇ નીચે મુજબ કાર્યવાહી કરવા નક્કી કરેલ છે. 

• શૈક્ષણિક એકમો જેવા કે સ્કૂલ, કોલેજ, પ્રી-સ્કુલ, કોચિંગ ક્લાસ જેમની પાસે માન્ય ફાયર NOC ઉપલબ્ધ છે તેઓને (BU અથવા અનધિકૃત બાંધકામ નિયમિત કરી આપવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું) નિયત સોગંદનામુ મેળવીને સીલ ખોલી શકાશે.

• હોસ્પિટલ, ક્લિનિક, સમાજવાડી જેવા એકમો પાસે માન્ય ફાયર NOC ઉપલબ્ધ છે તેઓને (BU અથવા અનધિકૃત બાંધકામ નિયમિત કરી આપવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું) નિયત સોગંદનામુ મેળવીને સીલ ખોલી શકાશે.

• હોસ્પિટલ, ક્લિનિક તથા  શૈક્ષણિક એકમો જેવા કે સ્કુલ, કોલેજ, પ્રી-સ્કુલ, કોચિંગ ક્લાસ જેમની પાસે ફાયર NOC છે, પરંતુ ફાયર NOC રીન્યુ કરાવેલ નથી તેઓને (BU અથવા અનધિકૃત બાંધકામ નિયમિત કરી આપવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું) નિયત સોગંદનામુ મેળવીને દિન-૧૫ માં ફાયર NOC રીન્યુ કરીને રજૂ કરવાની શરતે સીલ ખોલી શકાશે. નિયત સમય મર્યાદામાં રીન્યુ સર્ટિફિકેટ રજૂ કરવામાં નહીં આવે તો કોઈપણ જાતની વધુ મુદ્દત આપવામાં નહીં આવે અને એકમ સીલ કરવામાં આવશે.

• શૈક્ષણિક એકમો તથા હોસ્પિટલ, ક્લિનિક પ્રકારના એકમો જેને ફાયર રેગ્યુલેશન મુજબ ફાયર NOC મેળવવાની જરૂર નથી તેઓએ જો કોઈ અનધિકૃત બાંધકામ હોય તેને ઇમ્પેક્ટ હેઠળ જરૂરી કાર્યવાહી કરવાનું સોગંદનામુ મેળવીને સીલ ખોલી શકાશે.

• અન્ય એસેમ્બલી બિલ્ડીંગ પ્રકારના એકમો જેવા કે, મોલ / શોપિંગ કોમ્પલેક્ષ, પાર્ટી પ્લોટ, બેંકવેટ હોલ, રેસ્ટોરન્ટ, હોટલ, થિયેટર, મલ્ટિપ્લેક્સ, જીમ વિગેરે પ્રકારના એકમો માન્ય ફાયર NOC તથા BU / અનધિકૃત બાંધકામ નિયમિત કરી આપવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી સીલ ખોલવા યોગ્ય કાર્યવાહી હાથ ધરવાની રહેશે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.