- 21 જૂને SIT એ રાજ્ય સરકારને સમગ્ર ઘટના અંગે તેમજ તેમાં સંકળાયેલા અનેક લોકોના નામ વિષેનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપ્યો હતો.
Rajkot News : રાજકોટ અગ્નિકાંડમાં અનેક નિર્દોષોના જીવ ભૂંજાયા છે. ત્યારે આ બાબતે સરકાર અને તંત્ર સફાળી જાગી ઉઠી છે અને તમામ ઘટના અંગે ગંભીરતા પૂર્વક તાપસ હાથ ધરી હતી. તેવા સમયે 21 જૂને SIT એ રાજ્ય સરકારને સમગ્ર ઘટના અંગે તેમજ તેમાં સંકળાયેલા અનેક લોકોના નામ વિષેનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપ્યો હતો. જેના તંત્રના અનેક લોકોના નામ પણ સામે આવ્યા છે.
શું સામે આવ્યું રિપોર્ટમાં ?
રાજકોટના કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં 25 મેને શનિવારે સાંજે ભીષણ આગ લાગી હતી. આ ઘટના 28 લોકોના મોત થયા હતા. ત્યારે રાજકોટ અગ્નિકાંડની તપાસ માટે રચાયેલી SITએ રાજ્ય સરકારને રિપોર્ટ સુપરત કર્યો છે. SITએ તેના રિપોર્ટમાં ચોંકાવનારાં તારણો રજૂ કર્યાં હતાં. આ રીપોર્ટમાં ચાર વિભાગની બેદરકારી સામે આવી છે. પ્લાનિંગ વિભાગ ,ફાયર વિભાગ ,લાયસન્સ બ્રાન્ચ પોલીસના અમુક વિભાગો અને આર એન્ડ બી વિભાગના અધિકારીઓની બેદરકારી સામે આવી છે. ઉચ્ચ અધિકારીઓના રોલ અંગે હજુ પણ તપાસ ચાલુ છે.
આ અકસ્માતની તપાસ માટે 3 જૂન 2024ના રોજ રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટના મામલે નિમાયેલી SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)એ તપાસ અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો.