રાજકોટ ન્યુઝ : રાજકોટ પોલીસની અઘોષિત કટોકટી જોવા મળી છે. રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ પોલીસ કમિશનર કચેરીમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મુકતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામી છે.જેથી ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. અગ્નિકાંડના મુખ્ય આરોપીને બચાવવા માટે રાજકોટ પોલીસ પ્રયાસ કરી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે રાજ્ય સરકારે બનાવેલી ફેક્ટ ફાઉન્ડિંગ કમિટીનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ થવાનો છે ત્યારે ટીઆરપી ગેમઝોનમાં 27 નિર્દોષ નાગરિકોના મોત અંગે જવાબદાર સંચાલકો, અધિકારીઓ અને પદાધિકારીઓ સામે પગલાં લેવા કે કેમ તે હાઇકોર્ટના અવલોકનના આધારે સ્પષ્ટ થશે .
સીટનો રિપોર્ટ સિનિયર IPS અધિકારી સુભાષ ત્રિવેદી અને તેમની ચાર સભ્યોની ટીમે રજૂ કર્યો છે. જ્યારે ફેક્ટ ફાઇન્ડીંગ કમિટીના ત્રણ આઇએએસ સભ્યોએ ઉચ્ચ અધિકારીઓની તપાસ કરી છે.