ટ્રાયલ મોડ ઉપર એપ તૈયાર વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ રાજકોટ કલેકટરની એપ રાજયમાં ટોપ-3માં સ્થાન પામી

રાજકોટ જિલ્લા કલેકટરને મળવા માટે હવે એપ ઉપર એપોઇમેન્ટ પણ લઇ શકાશે આ માટે વિઝીટર મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ એક એપ તૈયાર થઇ ચૂકી છે જે રાજયમાં ટોપ-3માં સ્થાન પામી છે.

એન.આઇ.સી. દ્વારા દરેક જિલ્લામાં મોબાઇલ એપ ડેવલપમેન્ટ ચેલેન્જ ફેબ્રુઆરી-2021માં જાહેર કરવામાં આવેલ. જે અંતર્ગત રાજકોટ કલેકટરના માર્ગદર્શન હેઠળ આઇ.સી.ટી. ઓફિસર કે.વી. છનિયારાના સંકલનમાં રહી એન.આઇ.સી. રાજકોટના ડી.આઇ.ઓ., આર.કે. જોષી દ્વારા એનડ્રોઇટ મોબાઇલ અપે રાજકોટ કલેકટર વીઆઇએમએસ (વિઝીટર મેનેજમેન્ટ સીસ્ટમ) તૈયાર કરવામાં આવી. આ ચેલેન્જમાં ગુજરાત રાજયનાં 33 જિલ્લાઓ પૈકી 25 જિલ્લાએ ભાગ લીધેલ, જેમાંથી રાજકોટ જિલ્લાની એપ રાજય કક્ષાએ પ્રથમ 3માં પસંદગી પામેલ છે.

આ એપનાં ઉપયોગ દ્વારા અરજદાર રાજકોટ કલેકટર તથા અધિક નિવાસી કલેકટરની એપોઇન્ટમેન્ટ માટે અરજી કરી શકશે. એપોઇન્ટમેન્ટ ક્ધફર્મ કરવાથી અરજદારને ક્ધફર્મ એપોઇન્ટમેન્ટની એસ.એમ.એસ. દ્વારા જાણ કરી શકાશે. અનિવાર્ય સંજોગોમાં એપાઇન્ટમેન્ટ કેન્સલ કર્યાની જાણ પણ એસ.એમ.એસ. દ્વારા કરવામાં આવશે.

અરજદાર પોતે પણ અપોઇન્ટમેન્ટ કેન્સલ કરી શકશે. જેથી તે સમયનો સ્લોટ બીજા અરજદાર બુક કરી શકશે. આ એપ કોરોનાના સમયમાં મળતા આવતાં અરજદારોનો ભરાવો અટકાવી શકશે તથા અરજદારના સમયનો પણ બચાવ કરી શકશે. આ એપ ટૂંક સમયમાં ગુગલ પ્લે સ્ટોર પર એન.આઇ.સી. દ્વારા ઉપલબ્ધ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.