પ્રાપ્ત વિગત મુજબ શહેર પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્ર્નર ખુરશીદ એહમદ તથા નાયબ પોલીસ કમિશ્ર્નર પ્રવિણકુમાર ઝોન-1 તથા નાયબ પોલીસ કમિશ્ર્નર મનોહરસિંહ જાડેજા ઝોન-2 તથા મદદનીશ પોલીસ કમિશ્ર્નર ક્રાઇમ ડી.વી.બસીયાએ નાસતા-.રતા આરોપીઓની તપાસ કરી પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર પી.એમ. ધાખડા તથા તેમની ટીમના માણસો સતત પ્રયત્શીલ હતા દરમિયાન ટીમના વિરેન્દ્રસિંહ ઝાલા, મયુરભાઇ પટેલ, નગીનભાઇ ડાંગરને મળેલ હકીકત આધારે હત્યાના ગુન્હામા છેલ્લા 4 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી રમેશ ઉર્ફે કીરગીયો નારુભાઇ ઉર્ફે નુરુભાઇ ઉર્ફે નુરુભાઇ બામણીયા ઉ.વ.32 ધંધો ડ્રાઇવીંગ રહે. આંબીગામ, પલાસ કુવા પુજારા ફળીયુ, તા કઠીવાળા જી. અલીરાજપુર (મધ્યપ્રદેશ)ની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ કેરમો ઉર્ફે ચેતન નાકુભાઇ ભુરીયા રહે. ચીચલાણા ગામ તા. આંબવા જી. અલીરાજપુર (મધ્યપ્રદેશ)ની અટક કરાઇ હતી જો કે હજુ ગીરધો અદેસીંગ ઉર્ફે ઉદેસીંગ દેવરકીયા (રહે. સડલી ગામ તા. આંબવા જી. અલીરાજપુર મધ્યપ્રદેશ) વાળો ફરાર છે.
2017ના વર્ષમા રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ સુકી સાજડીયાળી ગામે મુળ મધ્યપ્રદેશના અને ખેત મજૂરી કામ માટે આવેલ ફરીયાદી સંગીતાબેન માંડરીયાભાઇ તથા તેના પતિ માંડરીયાભાઇ કીરગીયાભાઇ તેના પરીવાર સાથે વાડી વિસ્તારમાં રહેતા હોય અને ફરીયાદીના પતિ અગાઉ આરોપી કેરમો ઉર્ફે ચેતન નાકુભાઇ ભુરીયા કે જે ફરીયાદીનો ભાઇ હોય અને મરણજનાર ફરીયાદીના પતિ હોય જે બંન્ને સાળો બનેવી થતા હોય અને મરણજનાર અગાઉ આરોપીના બીજા બહેનને પણ ભગાડી ગયેલ હોય તેમજ ફરીયાદી આરોપીના બહેન હોય જેને પણ મરણજનાર અવાર નવાર મારકુટ કરતા હોય તેમજ નાસ્તા ફરતા આરોપી ગીરધો અદેસીંગ દેવરકીયાને પણ અગાઉ મરણજનાર સાથે ઝગડો થયેલ હોય જેથી ત્રણેય આરોપીઓ ફરીયાદી તથા મરણજનાર રાત્રીના વાડીએ સુતા હતા ત્યારે ત્રણેય આરોપીઓએ ત્યા જઇ મરણજનાર ને કુહાડાના ઘા મારી હત્યા નીપજાવેલ જે ગુન્હા મા આરોપી કેરમો ઉર્ફે ચેતન નાકુભાઇ ભુરીયા કે જે મરણજનારનો સાળો થતો હોય તેને અગાઉ અટક કરવામા આવેલ છે. તેમજ ગુન્હા મા આરોપી રમેશ ઉર્ફે કીરગીયો નારુભાઇ ઉર્ફે નુરુભાઇ બામણીયા નાસતો ફરતો હોય જેને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.