લોકડાઉનના કારણે બંધ પડેલી બાંધકામ સાઇટો પર ફસાયેલા શ્રમિક પરિવારોને ૧૦ હજાર રાશન કિટ વિતરણ કરાશે
કોરોનાના વાઇરસનો ફેલાતો રોકવા કેન્દ્રની મોદી સરકાર દ્વારા ર૧ દિવસના દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ લોકડાઉનમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ સિવાય તમામ ધંધા-રોજગારોને ફરજીયાત પણે બંધ કરાવવામાં આવ્યા છે જેને લઇને રાજકોટ શહેરમાં ચાલતી સેંકડો કન્સ્ટ્રકશન સાઇટો પણ બંધ થઇ જવા પામી છે આ ક્ધસ્ટ્રકશન સાઇટો બંધ થઇ જવાના કારણે જેમાં કામ કરતા હજારો સ્થાનીક અને પરપ્રાંતિય શ્રમિકો બેરોજગાર થઇ જવા પામ્યા છે આ શ્રમિક પરિવારોને ભોજનના ફાઁફા હોય તેમની મદદે રાજકોટ બીલ્ડર એસોસીએશન આવ્યું છે.
રાજકોટમાં બિલ્ડીંગ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા બિલ્ડરોના એસોસીએશન દ્વારા તેમના શ્રમિકોને પડતી મુશ્કેલીની આ પળોમાં જેમને મદદરૂપ થવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજકોટ બિલ્ડર એસોસીએશન દ્વારા શ્રમિક પરિવારોને આ મુશ્કેલીની પળોમાં મદદરૂ પવા નિયમિત ભોજનમાં ઉપયોગી એવા ઘંઉનો લોટ, દાળ-ચોખા, તેલ, બટેટા સહિતની ચીજવસ્તુઓની કીટ બનાવવામાં આવી છે. એસોસીએશન દ્વારા આવી રાશનની ૧૦ હજાર જેટલી કીટ બનાવીને શહેરભરમાં વિવિધ સ્થાનોએ આવેલી ક્ધસ્ટ્રકશનમાં સાઇટો પર જઇને શ્રમિક પરિવારોને નિ:શુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે.
બેરોજગાર થયેલા શ્રમિકોને આઠેક દિવસનું રાશન આપવાનો પ્રયાસ: પરેશભાઇ ગજેરા
રાજકોટ બિલ્ડર એસોસીએશનના પ્રમુખ પરેશભાઇ ગજેરાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે કોરોનાની ઝપેટમાં આજે આખું વિશ્ર્વ છે.
ત્યારે સરકાર દ્વારા ર૧ દિવસનું લોકડાઉન જાહેર કરેલ છે. રોજીરોટી માટે આવેલા મજુરો રાજકોટમાઁથી તેમજા વતન જવા લાગ્યા છે. આ મજુરોને અમોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે મજુરોએ જણાવ્યું કે ખાવાનું કશું છે નહીં પૈસા છે પરંતુ કરિયાણાની દુકાનો ખુલ્લી નથી.
જેથી અમોને વિચાર આવ્યો કે બધા મજુરોને આઠ દસ દિવસ ચાલે એટલું રાશન આપીને બધા મજુરોને આઠ દિવસ ચાલે એટલું રાશન આપીએ મજુરોને તેમની સાઇટ પર રવાના કર્યા હતા. અને તેમના કોન્ટ્રાકટરો જ પાસેથી લીસ્ટ બનાવ્યા હતા. ગઇકાલ સુધીમાં ૮ થી ૯ હજાર જેટલા કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે. એક કીટમાં બે કિલો બટેટા, બે કિલો ઘંઉનો લોટ, બે કિલો ચોખા અને પ૦૦ ગ્રામ તેલ હોય છે. જે એક વ્યકિત દીઠ એક કીટ આપવામાં આવે છે. એમાં અમારા બીલ્ડરોનો સહકાર પણ મળ્યો છે.
આપત્તિની પળોમાં બિલ્ડરો મદદ માટે હંમેશા તત્પર: સુજીતભાઇ ઉદાણી
રાજકોટ બિલ્ડર એસો.ના અગ્રણી સુજીતભાઇ ઉકાણીએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે રાજકોટના બિલ્ડરો માત્ર બાંધકામ ક્ષેત્રમાં જ અગ્રેસર નથી જયારે રાષ્ટ્ર પર આવી આપત્તિની પળો આવે ત્યારે સેવામાં પણ અગ્રેસર રહે છે.
સી.એમ. રાહત ફંડમા પણ પોણા બે કરોડનું ભંડોળ આપ્યા બાદ હવે અન્નની કિટ વિતરણ કરવામાં આવ્યા છે.
એસોસીએશન ના સભ્યોનો આભાર વ્યકત કરું છું કે અમારી એક હાકલ પર સહાયનો ધોધ વહાળ્યો છે.
મજુરોને ઓટલો બાદ રોટલો પણ આપવાનો એસો.નો પ્રયાસ: આશિષ ટાંક
રાજકોટના અગ્રણી બિલ્ડર આશિષભાઇ ટાંકે અબતકને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે મજુરો પાસે પૈસા હોય છે. પરંતુ વસ્તુ તેમને મળતી નથી. ત્યારે અમે લોકોએ બધી વસ્તુ માર્કેટીંગ યાર્ડ ખાતેથી લાવ્યા છીએ. અને બજાર ભાવ કરતા અડધી કિંમતે આ વસ્તુ મળી છે. ટ્રાન્સપોર્ટશન બચાવવા અમારા વ્હીકલમાં માલ લાવ્યા છીએ. સ્વયસેવકો પાસે કીટ તૈયાર કરીએ છીએ. જે કરીયાણુ મજુરોને રૂ.૫૦૦ નું થતું હોય તો કીટ અમને રૂ. સવા બસો પડી છે. તમામ મજુરોએ બીજા રાજયના છે. ત્યારે આવા માહોલ જોઇને એ ડરી ગયા હતા. પરંતુ એસોસિએશન દ્વારા ઓટલા બાદ રોટલો પણ આપવામાં આવી રહ્યો છે. આ સેવામાં મોટા પ્રમાણ બીલ્ડરો જોડાયા છે. અમે અત્યારે આઠ હજાર કીટનું વિતરણ કરી ચુકયા છીએ. અને હજુ ચાલુ રાખવાના છીએ. પરપ્રાંતિય મજુરો સિવાય સ્થાનીક લોકો ને જેમની પાસે આવા માટે અનાજ નથી તેમને પણ આ કીટ દ્વારા મદદ કરવામાં આવે છે.