ચોરાઉ ચાંદી વેચવા અને ઘરફોડી ને અંજામ આપતી આંતર રાજય તસ્કર ગેંગને ક્રાઈમબ્રાંચે દબોચી લીધી
શહેરના ઢેબર રાષડ નજીક નહેરૂનગર મેઈનરાષડ પર આવેલા આહિર ચોક પાસેથી ચોરીને અંજામ આપે તે પૂર્વે રાજસ્થાની તસ્કર બેલડીને ઝડપી લઈ શિહોરી પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દિવાળીના પર્વમાં અનિચ્છનીય બનાવ ન બને અને કાયદા અને વ્યવસ્થા જળવાય રહે તેવા હેતુથી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે સઘન વાહન ચેકીંગ અને પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતુ.
ક્રાઈમ બ્રાંચના પી.આઈ. વી.કે. ગઢવી અને પી.એસ.આઈ. એમ.એમ. ઝાલા સહિતના સ્ટાફે પેટ્રોલીંગમાં હતા ત્યારે આર.જે.2 ઓયુ 3180 નંબરની બોલેરો કાર શહેરમાં ગુનાખોરીના ઈરાદે શંકાસ્પદ હાલતમાં રાજમાર્ગોર ફરી રહ્યાની કોન્સ્ટેબલ ઉમેશ ચાવડા, કિરતભાઈ ચાવડા અને દિપકભાઈ ડાંગરને મળેલી બાતમીનાં આધારે સ્ટાફે નહેરૂનગરા વિસ્તારમાં વોંચ ગોઠવી હતી.વોંચ દરમિયાન ઉપરોકત નંબરની નિકળેલી બોલેરોને અટકાવવાનો પિછો કરતા ચાલકે બોલેરોને ભગાવવાના પ્રયસા કરતા પોલીસે ફિલ્મી ઢબે પિછો કરી આહિર ચોક ખાતે પકડી પાડી હતી.
પોલીસેક બોલેરોમાં રાજસ્થાનના અરવિંદસિંહ મહોબતસિંહ ચૌહાણ અને વિક્રમદાન ઉર્ફે વિવેક મોરારદાન આસીયાની અટકાયત કરી હતી.
ઝડપાયેલા બંને શખ્સોની પ્રાથમિક પૂછપરછમાં 1 માસ પુર્વે શિહોરી ખાતે મકાનમાંથી રૂ.10 લાખની કિમંતની 17 થી 18 કિલો ચાંદીની ચોરી કરી રાજકોટ ખાતે વેંચવા આવ્યા તેમજ શહેરમાં મોટો ફેરો કરવાની મુરાદમાં હોવાની કબુલાત આપી હતી. તેમજ અરવિંદ ચૌહાણ રાજસ્થાન અને ગુજરાતનાં અલગ અલગ શહેરોમાં 10 થી વધુ ચોરી કરી તેમજ વિક્રમદાન મારામારીનાં ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે. રાજસ્થાન પોલીસને સોંપવામાં આવ્યા છે.