માનવના જીવનમાં ઋતુંચક્રો અગત્યનો ભાગ ભજવીને આનંદ-ઉત્સાહ સાથે તેને જીવનના વિવિધ રંગો સાથે જોડી રાખે છે. પ્રવર્તમાન ચોમાસાની સપ્તરંગી કુદરતી ‘મોસમ’ સોળે કલાએ ખીલી ઉઠી છે ત્યારે માનવ સાથે પશુ-પંખીઓની કુદરતી દુનિયા પણ ખીલી ઉઠી છે.
નદી, સરોવર, તળાવો સાથે વૃક્ષોની હરિયાળી વચ્ચે પંખીનો આનંદ સાથેનો મીઠો કલશોર નેચરને વધુ નેચરલ બનાવી રહ્યો છે. આવા સુંદર વાતાવરણે ‘અબતક’ના કેમેરામાં કેદ થયેલા નયનરમ્ય પંખીઓની સેલ્ફીસમી ફોટોગ્રાફી સૌને પર્યાવરણ સાથે જોડી દે છે.
અત્યારે હરિયાળી સૃષ્ટિમાં રંગબેરંગી પક્ષીઓનો ઉત્સાહ અને આનંદ સાથેનો ઉમંગ નિરાળો જોવા મળી રહ્યો છે. અફાટ કુદરતી સૌર્દ્યના ખોળે મુક્ત મને આનંદિત જીવન જીવતા પક્ષીઓની દુનિયા નિરાળી છે. કોઇપણ જાતના આયોજન વગર ટ્રેસ મુક્ત, મુક્ત મને કુદરતનું અફાટ સૌર્દ્ય માણતા જોવા મળે છે. પક્ષીઓનું આજ જીવનલય કે કુદરત સાથેની સંવાદિતા માનવીને પણ ઘણું શીખવી જાય છે.