લોકડાઉનથી દેશની મહત્વની સેવાને માઠી અસર
કોરોના વાયરસને કારણે દેશભરમાં ટ્રેન સેવા બંધ રહેતા રેલવેને મોટુ નુકશાન થયું છે. રેલવેની ૯૪ લાખ ટિકિટો રદ થઈ છે. રેલવેએ રિફંડ પેટે જ રૂા.૧૪૯૦ કરોડ ચૂકવવા પડશે તેમ રેલવેના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતુ.
દેશભરમાં કોરોના વાયરસને રોકવા માટે ૩ મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. ટ્રેન સેવા પણ ત્રીજી મે સુધી બંધ રાખવામાં આવી છે. દેશમાં લોકડાઉન જાહેર થવા સાથે જ દેશભરની ટ્રેન સેવા ૨૪ માર્ચથી જ બંધ કરીદેવાઈ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ૨૨ માર્ચથી ૧૪ એપ્રિલ સુધી યાત્રા કરવા માટે ૫૫ લાક ટિકિટો બૂક કરવામાં આવી હતી આ માટે રેલવે ૮૩૦ કરોડ રૂપીયાનું રિફંડ ચૂકવશે. રેલવેનાં અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતુ કે લોકડાઉન ૧૫ એપ્રિલથી ૩ મે સુધી લંબાવવામાં આવ્યુ બૂક કરાવાયેલી ૩૯ લાખ ટિકિટો માટે ૬૬૦ કરોડ રૂપીયા પરત કરવાનાં થશે એટલે કે રેલવે એ લોકડાઉનમાં કુલ ૯૪ લાખ ટિકિટો રદ કરી છે. જેથી રેલેવેન કુલ ૧૪૯૦ કરોડનું નુકશાન થયું છે.
તમને એ જણાવીએ કે બે તબકકે લોકડાઉન જાહેર કરાયું છે.બીજા તબકકાનું લોકડાઉન જાહેર થતા ૧૫ એપ્રિલ પછીનું રેલવેએ ટિકિટ બુકીંગ બંધ કર્યું ન હતુ. એટલે ૧૫ એપ્રિલ પછીની ટિકિટોનું બૂકીંગ ચાલુ જ હતુ હવે રેલવે અચોકકદ મુદત માટે રેલવેએ બૂકીંગ બંધ કરી દીધું છે. એટલે કે લોકડાઉન પૂર્ણ થટા પછીની તારીખની ટ્રેન મુસાફરી માટેની ટિકિટો બૂકીંગ કરાવી શકાતી નથી.
રેલવે શું કહે છે?
ભારતીય રેલવે કહે છે કે લોકડાઉનનાં વધારાયેલા સમયની ટિકિટો બૂક કરાવાઈ હશે તેનું પૂરેપૂરૂ રિફંડ ચૂકવાશે રેલવેએ વધુમાં જણાવ્યું હતુ કે જે લોકોએ ઓનલાઈન ટિકિટો બૂક કરાવી છે તેમને રેલવે તરપથી જે તે વ્યકિતના ખાતામાં ઓનલાઈન ચૂકવણું કરાશે જયારે ટિકિટ બારીઓ પર બૂકીંગ કરાયું છે તેમને રેલવેના રિઝર્વેશન કાઉન્ટર બાઓ પરથી ૩૧ જુલાઈ સુધી રિફંડ ચૂકવાશે.
જોકે સોશિયલ મીડિયામાં લોકો કહે છે કે રેલવેએ ટિકિટ રદ કરાવનાર ઓનલાઈન બૂકીંગ કરાવનારા પાસેથી સુવિધા કર કાપી લેવાય છે. આ અંગે રેલવે તંત્રે જણાવ્યું હતુકે જયારે ટ્રેન રદ થાય છે.ત્યારે યાત્રીઓને પૂરૂ ભાડુ પરત ચૂકવવામાં આવે છે.પણ સુવિધા કર પરત કરવામાં આવતો નથી.