રેલવેનો એકશન મુડ, વધુ ગેરહાજર રહેનારા કર્મચારીઓને છુટા કરાશે
રેલવે મંત્રી પિયુસ ગોયલની સુચના
કામમાં લાલીયાવાડી કરનારા નકારા ૧૩ હજાર કર્મચારીઓને રેલવે ઘરભેગા કરશે. ઘણા રેલવે કર્મચારીઓ લાંબા સમય સુધી ગેરહાજર રહેતા હોય છે હવે તેને હાંકી કાઢવા રેલવેએ તૈયારી દર્શાવી છે. રેલવે મંત્રી પિયુશ ગોયલે સુચના આપી હતી કે લાંબા સમય સુધી રજા રાખનારા કે કામમાં નકારાવેળા કરનારા અધિકારીઓની શોધ કરો. જેમાં સામે આવ્યું કે, ૧૩ લાખમાંથી ૧૩ હજાર કર્મચારીઓ ખબર, જાણ કે અનુમતિ વિના લાંબા સમય સુધી ગેરહાજર રહ્યા છે.
રેલવે વિભાગે આ પ્રકારના તમામ કર્મચારીઓને અનુશાસન એકટ હેઠળના નિયમોને ભંગ કરવા બદલ નિયમો પ્રમાણે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. રેલવેની સુચના મુજબ તમામ નકારા અધિકારીઓની સુચી બનાવવામાં આવી છે. જેથી નિયમો મુજબ અને એક નિર્ધારીત પ્રક્રિયા બાદ રેલવે રૂલ તોડવા માટે તેમને ઘરભેગા કરી લેવામાં આવશે.