ભારતીય રેલ્વે વિશ્ર્વનું ચોથુ સૌથી મોટુ રેલ્વે નેટવર્ક છે. કાશ્મિરથી કન્યા કુમારી અને ગુજરાતથી પૂર્વોતર રાજ્યો સુધી ફેલાયેલું આ નેટવર્ક સુંદર દ્રશ્યોથી ભરપુર છે.ઘણા રેલ્વે રુટ મનમોહક છે તો કેટલાક સ્ટેશનો આકર્ષક છે. આજે હું તમને એવા જ રેલ્વે સ્ટેશનો વિશે જણાવીશ જે ખરેખર આકર્ષક છે.
બર્ફ વર્ષાને કારણે શિયાળામાં શ્રીનગર જનારા પ્રવાસયોનું સૌથી વધુ ઘર્ષણ રહેતુ હોય છે. શ્રીનગરનું રેલ્વે સ્ટેશન દેશના સૌથી આકર્ષક રેલ્વે સ્ટેશન પૈકીનું એક છે. ચારેય તરફ બરફની ચાદરથી ઢંકાયેલા સુંદર રેલ્વે સ્ટેશન એટલે શ્રીનગર રેલ.
મુંબઇનું મુખ્ય રેલ્વે સ્ટેશન એટલે છત્રપતિ શિવાજી ટર્મિનસ મુંબઇ શહેર અને દેશનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે.
દેશના સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશન પૈકનું એક રેલ્વે સ્ટેશન એટલે કટક, જે તેના કિલારુપી આકારને કારણે લોકોને પોતાના તરફ આકર્ષે છે.
લખનઉના બે મુખ્ય રેલ્વે સ્ટેશન ચાર બાદ સૌથી વધુ વ્યસ્ત અને આકર્ષક રેલ્વે સ્ટેશન છે. આ સ્ટેશનની ઐતિહાસિક ઇમારત બહારથી એટલી સુંદર છે કે એક વખત તો ધ્યાન કેન્દ્રિત થાય જ.
કર્ણાટક અને ગોવાની ઓર્ડર પર સ્થિત આ રેલ્વે દૂધ સાગર ઝરણા પાસે આવેલું છે.
આ સ્ટેશન પોતાની સુંદરતા નહીં પરંતુ રેલ્વે ટ્રેકની ખૂબ સુરતી માટે પ્રચલિત બન્યું છે.