મૂળી રેલવે ટ્રેક નજીક ખનિજનું ખોદકામ થતું હોવાનો વીડિયો વાઈરલ
જિલ્લા કલેકટરનું ધ્યાન દોરી અને ખનીજ માફીયાઓ સામે કાર્યવાહી કરવા જણાવ્યું
અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજની ચોરી થઈ રહી છે તેવા સંજોગોમાં થાન મૂડી ચોટીલા સાયલા પંથકમાં અખૂટ કુદરત નો ભંડાર આવેલો છે અને ખનીજ પણ નીકળી રહ્યું છે તેવા સંજોગોમાં ખનીજ માફિયાઓ દ્વારા બેફામ રીતે ખનીજની ચોરી કરી અને કરોડોની કાળી આવક કરવામાં આવતી હોવાની ચર્ચાએ જોર પકડયું છે તેવા સંજોગોમાં થાન મૂળી રેલવે ટ્રેક નજીક બેફામ રીતે ખનીજ ચોરી થતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર રેલવે તંત્રના મુસાફરો દ્વારા કરવામાં આવ્યો હતો.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી થાન ચોટીલા સાયલા પંથકમાં બેફામ રીતે ગેરકાયદેસર રીતે ખનીજની ચોરી થઈ રહી છે તેવા સંજોગોમાં ખનીજ માફિયાઓ દ્વારા અવનવા કીમિયા અપનાવી અને પૃથ્વીના પેટાળમાંથી બેફામ રીતે ખનીજની ચોરી કરવામાં આવી રહી છે ત્યારે ગૌચર જમીન સરકારી ખરાબા ઓ તથા માલિકીની જગ્યાઓમાં પણ બેફામ રીતે ખોદકામ કરી અને ખનીજ ચોરી કરવામાં આવતી હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે.ત્યારે આ મામલે તંત્રને અનેક વખત સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે તે છતાં પણ આવા ખનીજ માફિયાઓ ઉપર કોઈપણ જાતની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં ન આવતી હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી થાન અને સાયલા પંથકમાં વધુ પડતી ખનીજ ચોરી થઈ રહી છે અને બેફામ રીતે ખનીજની ચોરી કરવામાં આવી રહી છે તંત્રની આખ સામે ખનીજની ચોરી થઈ રહી છે છતાં કોઈ કાર્યવાહી થઇ રહી ન હોવાના કારણે તંત્ર ઉપર પણ અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે.
તેવા સંજોગોમાં ટ્રેનમાં મુસાફરી કરતા એક મુસાફરે સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કર્યો છે થાન થી મુળી તરફ જતા રેલ્વેના પાટા નીચે ખનીજ માફિયાઓ દ્વારા બેફામ રીતે ખનીજનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને ગેરકાયદેસર રીતે ખનીજનું ખોદકામ કરી અને રેલવેના પાટા નીચેથી ખનીજ કાઢવામાં આવી રહી છે ત્યારે શું આ બાબતે એ ખાણ ખનીજ વિભાગ અજાણ છે તો જાણતો હોય તો કાર્યવાહી કેમ નથી થઈ રહી તે પણ બાબત એક સવાલ ઊભો કરી રહી છે.
2002 માં જામવાડી ગામ માં ઘટના બની હતી : નીચેથી ખનીજ માફિયાઓ એ ખનીજની ચોરી કરી હતી જેને લઇને આઠ વિઘા નું ખેતર જમીન માં બેસી જવા પામ્યું હતું
સુરેન્દ્રનગર જિલ્લામાં થાન પંથકમાં બેફામ રીતે ખનીજની ચોરી થઈ રહી છે પૃથ્વીના પેટાળમાંથી કોલસો કાઢી અને બેફામ લીધે વેચાણ કરવામાં આવતી હોવાની રાવ ફરિયાદ સાથે ચર્ચા જાગી છે તેવા સંજોગોમાં ખનીજ માફિયાઓ દ્વારા 2002ની સાલમાં બેફામ ખનીજચોરી કરવામાં આવી હતી જેના કારણે પૃથ્વીના પેટાળમાં નીચેથી ખોદકામ કરવામાં આવ્યું હતું જેને કારણે 2002ની સાલમાં એક સાથે રાત્રિ દરમિયાન 8 વીઘા નુ ખેતર જમીન માં બેસી જવા પામ્યું હતું જોકે સારી બાબત એ હતી કે કોઈપણ જાતની જાનહાની થવા પામી નથી રાત્રિનો સમય હોવાના કારણે કોઈનું મૃત્યુ પણ ન થયું હતું પરંતુ ખનીજ માફિયાઓ દ્વારા ઉપરથી લેવલ અને નીચે થી ખોદકામ કરી નાખવામાં આવ્યું હોવાના કારણે આખું ખેતર જમીનદોસ્ત થઈ ગયું હતું અને 8 વિઘા માં 100 ફૂટ થી વધુ ઊંડો ખાડો પડી ગયો હતો. અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ ટ્રેન ના પાટા નીચે પણ આ પ્રકારનો ખોદકામ થતું હોય જેને કારણે ગમે ત્યારે પાટાઓ બેસી જાય અને ટ્રેન અકસ્માત સર્જાય તે પહેલા રેલવેતંત્ર જાગી અને કાર્યવાહી કરે અને જે નીચેનો પોલાણ છે તે વ્યવસ્થિત લેવલીંગ કરી નાખે તે જરૂરી છે અને તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
ઉચ્ચ કક્ષાના રેલવે વિભાગના અધિકારીઓએ જિલ્લા કલેકટરનું આ બાબતે ધ્યાન દોર્યું..
સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથકમાં બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે સોશિયલ મીડિયા ઉપર વિડીયો અને ચોરીના વાયરલ થયા છે જેને લઈને રેલવે વિભાગની જમીનમાં ખોદકામ થતી હોવાની રાવ ફરિયાદ સાથે વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામ્યો છે તેવા સંજોગોમાં હાલમાં રેલવે વિભાગ દ્વારા વિવિધ પ્રકારના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સ્થાનીક ટીમો પણ કામે લાગી છે તેવા સંજોગોમાં આ બાબતે ઉચ્ચ કક્ષાના રેલવે વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓએ આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર એ.કે.ઔરંગાબાદકર નું ધ્યાન દોર્યું છે. અને તાત્કાલિક ધોરણે આવા ખનીજ માફિયાઓ ઉપર કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હોવાનું ચર્ચામાં આવ્યું છે.
વાઇરલ વીડિઓના પગલે થાન મુળી રેલવે પાટા નજીક ગેરકાયદેસર ખનીજ ખોદકામ ના મામલે રેલવે વિભાગે તપાસની કામગીરી હાથ ધરી..
સુરેન્દ્રનગર જિલ્લાના થાન મુળી રેલવે પાટાની નીચે ખોદકામ થતાં હોવાના આક્ષેપ સાથે અને રેલવે નજીક ની લાઈનમાં રેલ્વેની જમીનમાં ખનીજનું બેફામ રીતે ગેરકાયદેસર ખોદકામ થતું હોવાની રાવ ફરિયાદ સાથે એક સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો હતો ત્યારે હાલમાં આ વિડિયો ધૂમ મચાવી રહ્યો છે સોશિયલ મીડિયામાં ત્યારે આ બાબતની જાણકારી રેલવે વિભાગને થતાં તાત્કાલિક ધોરણે રેલવે વિભાગે તપાસના આદેશ આપ્યા છે અને ખનીજ માફિયાઓ દ્વારા જે રેલવેના નજીકમાં ખોદકામ કર્યું છે અને જે રેલ્વેની જમીનમાં ખોદકામ કર્યું છે તેમના ઉપર કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.તેવું સુત્રોને આધીન જાણવા મળી રહ્યું છે.
ઉચ્ચતર કક્ષાના અધિકારીઓએ વીડીયો કોન્ફરન્સ સ્થાનિક કક્ષાના અધિકારીઓ સાથે યોજી તાત્કાલિક ધોરણે તપાસ કરી કાર્યવાહી કરવા સૂચના આપી
સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે થાન મુળી સાયલા પંથકમાં બેફામ રીતે ખનીજની ચોરી થઈ રહી છે તેવા સંજોગોમાં રેલવે ટ્રેકની નજીકમાં ખોદકામ કરી અને ખનીજ કાઢવામાં આવતા હોવાની રાવ ફરિયાદ સાથે સોશિયલ મીડિયા ઉપર મુસાફરોએ વીડિયો વાયરલ કર્યો હતો ત્યારે આ મામલે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા આ વિડિયો જોઈ અને તાત્કાલિક ધોરણે સ્થાનિક કક્ષાના રેલવે વિભાગના કર્મચારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી અને આ મામલે ચર્ચા કરી અને તાત્કાલિક ધોરણે આવા ખનીજ માફિયાઓ સામે પગલાં ભરવા સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.