પી.એચ.ડી. જર્નાલીઝમ જીનલબેન સાથે બારાઈ પરિવારને સન્માનીત કરાયો

મુંબઈમાં રહેતા સંગીતાબેન હરીશભાઈ ભગદેવની લાડલી પુત્રી જીનલબેન ચાર વર્ષ પહેલા ઓખા રઘુવંશી વેપારી અગ્રણીય મોહનભાઈ લીલાધરભાઈ બારાઈ પરિવારના પુત્ર જયભાઈ બારાઈની પત્ની બન્યા બાદ ઓખા સાસરામાં રહી ડોકટર્સ ઓફ ફીલોસોફી ઈન જર્નાલીજમમાં પી.એચ.ડી.ની. ડીગ્રી હાંસલ કરી ઓખા મંડળ રઘુવંશી સમાજ સાથે બારાઈ પરિવારનું ગૌરવ વધારેલ.ફ

તેમની આ સિધ્ધિને વધાવવા આજરોજ ઓખા લોહાણા જ્ઞાતી ૨૭મી સમુહ પ્રસાદીનું આયોજન કરેલ જેમાં બારાઈ પરિવારની પુત્રવધુને અભિવાદન સત્કાર સમારોહ રાખવામાં આવેલ જેમાં મહાજન પ્રમુખ મનસુખભાઈ બારાઈ, મહિલા મંડળના પ્રમુખ ડો. પુષ્પાબેન સાથે રઘુવંશી મહિલા અગ્રણીઓ દ્વારા સન્માન પત્ર અર્પણ કરવામાં આવેલ તથા ઓખા રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા સરસ્વતીનું મુમેન્ટો અર્પણ કરી ઓખાના તમામ નાના મોટા જ્ઞાતીજનો હાજર રહી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે જીનલબેન પોતાની આ સીધ્ધીને તેમના પતિદેવ જયભાઈ, સાસુ સસરા હીનાબેન મોહનભાઈ બારાઈ તથા સંયુકત કુટુંબના ૧૮ સભ્યો સાથે મુંબઈમાં રહેતા તેમના માતા પિતાને ગણાવી હતી.

અહી મોહનભાઈ બારાઈએ કુટુંબના તમામ ૧૮ સભ્યોને સ્ટેજ પર બોલાવી જ્ઞાતીનો આભાર વ્યકત કર્યો હતો. અને આજની જ્ઞાતી પ્રસાદના તમામ ખર્ચો આપી પોતાની ખુશી વ્યકત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.