ખેલૈયાઓને રોજે-રોજ લાખેણા ઈનામો અને મેગા ફાઈનલમાં વિશેષ ઈનામની વણઝાર થશે
રઘુવંશી પરિવાર રાસોત્સવ દ્વારા શહેરના કાલાવડ રોડ પર સ્તિ સેલીબ્રેશન પાર્ટી પ્લોટમાં જ્ઞાતિના ભાઈઓ-બહેનો ઝુમી ઉઠયા હતા. લોહાણા રાસોત્સવમાં ભરત મહેતાનું મેડ મ્યુઝીક ઉપરાંત ગાયક કાસમ બાગડવા, ભૂમિ ગાઠાની, વર્ષા મેણીયા તેમજ લાઈવ જોકી રઘુ ત્રિવેદીના સુમધુર સ્વર સવારે ખેલૈયાઓ તન-મની થીરકયા હતા.
વિશાળ ગ્રાઉન્ડ, અત્યાધુનિક ડેકોરેટીવ લાઈટીંગ ઈફેકટ, સવા લાખની અદ્યતન સાઉન્ડ સીસ્ટમમાં ખેલૈયાઓ જ નહીં પરંતુ દર્શકોના પણ મન હિલોળે ચડયા હતા. ખેલૈયાઓને રોજે-રોજ લાખેણા ઉનામો અને મેગા ફાઈનલમાં વિશેષ ઈનામોની વણઝાર થશે.
રઘુવંશી રાસોત્સવના કમીટી સભ્ય જતીન દક્ષિણી ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રઘુવંશી પરિવાર આયોજીત રાસોત્સવમાં ગયા વર્ષની ભવ્ય સફળતા બાદ આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા એક મહિનાથી અમે તડામાર તૈયારીઓ કરી રહ્યાં હતા અને આ આયોજનને સફળ બનાવવા માટે અમારા પ્રમુખ પરેશભાઈ વિઠલાણીની આગેવાનીમાં ૨૦૦થી વધુ કાર્યકર્તાઓ તનતોડ મહેનત કરી રહ્યાં છે. ખેલૈયાઓને લોનવાળુ ગ્રાઉન્ડ, સવા લાખ વોટની સીસ્ટમ તેમજ પ્લેબેક સિંગર અને ફકત ૫૦૦ રૂપિયામાં રઘુવંશી સમાજના ભાઈઓ-બહેનો માટે સીઝન પાસનું આયોજન કર્યું છે. લગભગ દરરોજ ૩થી ૪ હજાર ખેલૈયાઓ રઘુવંશી પરિવાર રાસોત્સવમાં મન મુકીને ગરબે રમે છે.