કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડીયા સહિતના રહેશે ઉપસ્થિત: વિદ્યાર્થી સન્માન થશે
સેવા-સહકાર-સંગઠનના ધ્યેય સાથે તેમજ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાના જીવનમાંથી પ્રેરણા મેળવી પરિવારને વધુ મજબુત બનાવવા માટે રાદડિયા પરિવાર રાજકોટ શહેર સમિતિ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્નેહ મિલન કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ચેતનાબેન રાદડિયા અને મુખ્ય અતિથિ રાજ્યના કેબીનેટ મંત્રી અને રાદડિયા પરિવારના મોભી જયેશભાઈ રાદડિયાની મુખ્ય હાજરી રહેશે.
કોઈ પણ ઘર કે કુટુંબની પ્રગતી ત્યારે જ શક્ય બને છે જ્યારે એ આખો પરિવાર સાથે હોય. આવી જ રીતે વ્યકિતની પ્રગતી ત્યારે શક્ય બને છે જ્યારે એની સાથે આખો પરિવાર જોડાયેલો હોય. આવા જ આશય સાથે રાદડિયા પરિવાર રાજકોટ શહેર સમિતિ દ્વારા પરિવારના સભ્યોને એકબીજાની નજીક લાવવા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૫-૧-૨૦૨૦ને રવિવારના રોજ ક્રિષ્ના પાર્ટી પ્લોટ-૧, મવડી બાયપાસ, પાળ રોડ, રાજકોટ ખાતે રાદડિયા પરિવારનું સ્નેહ મિલન યોજાશે.
આ સ્નેહ મિલન કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ચેતનાબેન રાદડિયા અને મુખ્ય અતિથિ રાજ્યના કેબીનેટ મંત્રી અને રાદડિયા પરિવારના મોભી જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સ્નેહ મિલનમાં વકતા તરીકે પ. પૂ. હરીપ્રિય સ્વામી, ગુરુકુળ રાજકોટ પોતાના આર્શીવચન આપશે. સ્નેહ મિલનની સાથે સાથે રાદડિયા પરિવારના તારલાઓને પણ સન્માનિત કરવામાં આવશે. જેમાં ખેલ મહાકુંભમાં હોકીમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર હિમાન્સી સુધીરભાઈ રાદડિયા, યોગાસનમાં સારો દેખાવ કરનાર દ્રષ્ટી હરેશભાઈ રાદડીયા અને ધ રેડ બ્રીક સમીટ ૨૦૧૯ આઈ.આઈ.એમ. અમદાવાદમાં સારો દેખાવ કરનાર ચિંતન જેન્તીભાઈ રાદડિયાને સન્માનિત કરવામાં આવશે. તેમજ સ્નેહ મિલન પૂર્ણ થયા બાદ પરિવારના તમામ સભ્યો એક સાથે ભોજન લઈ શકે એવી વ્યવસ્થા પણ સમિતિ દ્વારા કરવામાં આવી છે.
સેવા-સહકાર અને સંગઠનના સુત્ર સાથે તૃતિય સ્નેહ મિલન તથા પરિવારના તારલાઓના સન્માન સમારોહનું આયોજન માટે રાદડિયા પરિવાર રાજકોટ શહેર સમિતિના પ્રમુખ રાકેશભાઈ રાદડિયા, ઉપપ્રમુખ ભાવેશભાઈ રાદડિયા તથા પ્રફુલભાઈ રાદડિયા, ખજાનચી વિમલભાઈ રાદડિયા, સહ ખજાનચી ભુપતભાઈ રાદડિયા, સંગઠનમંત્રી મયુરભાઈ રાદડિયા તથા સંજયભાઈ રાદડિયા, સહ સંગઠન મંત્રી મિલનભાઈ રાદડિયા, મહા મંત્રી નિમેષભાઈ રાદડિયા, મંત્રી હરેશભાઈ રાદડિયા તથા રમેશભાઈ રાદડિયા, સહ મંત્રી પરેશભાઈ રાદડિયા તથા સાગરભાઈ રાદડિયા, કારોબારી સભ્ય સભરતભાઈ રાદડિયા, અંકિતભાઈ રાદડિયા, ચેતનભાઈ રાદડિયા, ચિંતનભાઈ રાદડિયા, ભાવિનભાઈ રાદડિયા તમામ સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.