કાળા નાણાં પર રોક લગાવવા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ (સીબીડીટી)ના આઇટી અધિકારીઓને સુચનો
દેશમાંથી કાળા નાંણાને નાથવા નોટબંધી કરાઇ હતી તેમ કહેવાય છે પરંતુ નોટબંધી બાદ પણ કાળાનાણા ખોરીઓ ભ્રષ્ટ્રાચારના કોઇના કોઇ નુસખા અપનાવે છે. ત્યારે ભ્રષ્ટાચાર આવા બનાવો પર રોક લગાવવા આઇટી વિભાગની બાજ નજર છે. જેના ભાગરુપે હવે: નોટબંધી બાદના તમામ રીવાઇઝ રીટર્નોમાં જો કોઇ ગોટાળા કર્યા હશે તો કરદાતાએ દંડ રુપે ઊંચો ટેકસ રેટ ભોગવવા તૈયાર થઇ જવું પડશે. જી, હા જો રિવાઇઝ રીટર્નોમાં છેતરપીડી જણાય તો ઊંચો ટેકસ રેટ લાદી દેવા સીબીડીટીએ આઇટી અધિકારીઓને જણાવ્યું છે.
ધી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ (સીબીડીટી) એ કહ્યું છે કે, નોટબંધી થઇ ત્યારબાદના તમામ રીવાઇઝ રીટર્નોની આઇટી વિભાગે ઊંડાણપૂર્વકની તપાસ કરવાની રહેશે અને તેમાં કોઇ ભુલ છેતરપીંડી કે ગોટાળા નજરે ચડે તો આ માટે કરદાતાને દંડ રુપે મોટો ટેકસ ચુકવવો પડશે. આ માટે આઇટી વિભાગે બે પેઇઝના સુચનો બહાર પાડયા છે.
આઇટીની તપાસ દરમિયાન જો ચોપડે ની નોંધાયેલી આવક એટલે કે કાળું નાંણુ સામે આવશે તો કરદાતાઓ ઊંચા સ્લેબ હેઠળ ટેકસ ચુકવવો પડશે.
ઇન્કમ ટેકસ એકટની ૧૧પ બીબીઇ કલમ હેઠળ સીબીડીટીએ તમામ સુચનો આપ્યા છે.
બીઝનેશ મેન કરદાતા દ્વારા કરવામાં આવતા વધારાના વેચાણની પણ વિસ્તૃત નોંધ લેવાશે અને તેના વેચાણને સેન્ટ્રલ એકસાઇઝ (વેટ) સાથે સરખાવશે જો તેમાં કોઇ ગોટાળા જણાશે તો આઇટી વિભાગ તવાઇ કરશે. સીબીડીટીએ જણાવ્યું છે કે, પગલા લેવાનો એક માત્ર હેતુ કાળાનાંણાને રોકવાનો છે અને કાયદાકીય જોગવાઇઓનો કોઇ ગેરઉપયોગ થવો ન જોઇએ આઇટી એકટની ૧૩૯ (પ) કલમ હેઠળ ઉલ્લેખ છે કે, રીવાઇઝ આઇટી રીટર્ન એ જ કરદાતા ભરી શકે છે જેના ઓરીજીનલ રીટર્નૈમાં કોઇ ખોટી બાબત રજુ થઇ હોય અથવા કોઇ બાબત દર્શાવાની રહી ગઇ હોય.
આઇટી અધિકારીએ માહિતી આપતા જણાવ્યું છે કે, સીબીડીટીના સુચનો પ્રમાણે હાલ ૨૦,૦૦૦થીવધુ કેસોની ઝીણવટભરી તપાસ થઇ રહી છે. તેમજ નોટબંધીના સમયથી આ વર્ષના માર્ચ મહીના સુધી ટેકસ વિભાગે ૯૦૦ જગ્યાઓ પર છાપા માર્યા હતા જેમાં ૯૦૦ કરોડ ‚પિયાની મીલકતો જપ્ત કરાઇ હતી જેમાં ૬૩૬ રોકડ ‚પિયા નો પણ સમાવેશ છે. તો ઓફીસીઅલ આંકડા મુજબ ચોપડે નહી નોંધાયેલી ૭૯૬૧ કરોડની આવક સામે આવી છે.