- વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત હવે આર્થિક મહાસત્તા બનવા તરફ મકમ પગલે આગળ વધી રહ્યું છે, ત્યારે હવે વિકાસની સાથે સાથે સરકારની નિર્ણાયક શક્તિમાં પણ ઝડપ ની આવશ્યકતા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે નવી ઇનિંગ માટે જાણે કે આગોતરી તૈયારી કરી લીધી હોય તેમ 2047 સુધીમાં ભારતની વિકસિત રાષ્ટ્ર બનાવવાનું રોડ મેપ તૈયાર કરીને નવી સરકાર 100 દિવસમાં જ ધડાધડ મહત્વના નિર્ણયો લેવા માટે પ્રતિબધ બની છે, આજે જાહેર થયેલા એક્ઝિટ પોલમાં એનડીએ અને ભાજપને બહુમતી મળે તેવા વર્તારા ના પગલે શેર બજારમાં પણ તેજીનો ટોન જોવા મળી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ચૂંટણી પૂર્વેદ તમામ કેન્દ્રીય વિભાગોએ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ જારી રાખ્યું હતું અને પ્રક્રિયામાં રહેલા તમામ પરિ યોજના એક સાથે જ શરૂ કરવામાં આવશે મોદી સરકારે 2047સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું રોડ મેપ તૈયાર કરી લીધો હતો.
હવે જમાનો ઝડપી આવ્યો છે કોર્પોરેટ અને ઉદ્યોગ જગતની જેમ સરકારી સંચાલનમાં પણ હવે ઝડપ અનિવાર્ય બની છ્ે અગાઉ હોતી હે ચલતી હૈ .દેખા જાયેગા.. નો જમાનો નથી આજે વૈશ્વિક વિકાસના સ્પર્ધાત્મક માહોલમાં જે “કલ કરે સો આજ અને આજ કરે સો અબ”ની ઉક્તિ મુજબ કામ કરશે તે દેશ જ વિશ્વ સાથે કદમ મિલાવી શકશે.
ભારતનું અર્થતંત્ર પાંચ ટ્રિલિયનઅમેરિકન ડોલર નું કદ ધારણ કરવાની દિશામાં જેટ ગતિએ આગળ વધી રહ્યું છે આર્થિક વિકાસ દર માટે જરૂરી ઉદ્યોગિક વિકાસ કૃષિ વિકાસ અને ખાસ કરીને ઘર આંગણે ઉત્પાદિત થતી વસ્તુઓ ને આયાતની અવેજીની વસ્તુઓ તરીકે વાપરવાની લાંબા ગાળાની રણનીતિ દેશ માટે ફાયદા રૂપ બની રહી છે રહી છ્ે સ્ટાર્ટ અપ મેક ઇન ઇન્ડિયા સ્કીલ ઇન્ડિયા જેવા અભિયાન ને લઈને દેશનું આયાત ભારણ દિવસે દિવસે ઘટતું જાય છે અને નિકાસ ક્ષેત્ર મજબૂત બનતું જાય છે. એક જમાનામાં મોટાભાગની કાપડ ઉદ્યોગ,ઔદ્યોગિક કાચી સામગ્રી,ફાર્માસ્યુટિકલ અને ઇલેક્ટ્રોનિક આઈટમો અને કાચો માલ ચીન જર્મન રસિયા જાપાન અને ઇંગ્લેન્ડ માંથી આયાત કરવામાં આવતું હતું
હવે મોટાભાગની વસ્તુ ઘર આંગણે બનવા લાગતા ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટેની આયાત,” ન બરાબ2″ થઈ ગઈ છે ત્યારે અર્થતંત્ર ની સધરતા વધુ સાર્થક બની છે વહીવટી ગતિશીલતા અને સરકારની ઝડપી નિર્ણય શક્તિને લઈને આર્થિક મહાસત્તા બનવાની મુદત પણ ઘટી જશે , ધારણાથી વધુ ઝડપથી વિશ્વની સૌથી મોટી લોકશાહી વિશ્વની આર્થિક મહાસત્તા બનશે તે દિવસો હવે દૂર નથી દેશના સુકાનીઓની ઝડપી નિર્ણય શક્તિ થકી દેશ સક્ષમ બની શકે તે વાત ભારતના ઝડપી વિકાસ એ સિદ્ધ કરી છે.