વિશ્ર્વ યુ.એફ.ઓ. દિવસ સમગ્ર પૃથ્વીવાસીઓને બીજા ગ્રહો વિશે અને આકાશી ઘટનાઓમાં વિશેષ રૂચિ જોવા મળે છે. ઘણા હોલીવુડ ફિલ્મમાં આ વિષયને લઇને ઘણી સારી ફિલ્મો નિર્માણ થઇ હતી જેને કારણો લોકોમાં આ વિષયક ઘણી જનજાગૃતિ આવી છે. આજે વર્લ્ડ યુ.એફ.ઓ. દિવસ છે, ત્યારે સમગ્ર માનવજાતનેઘણા લાંબા સમયથી મુંઝવતો પ્રશ્ર્ન છે કે શું એલિયન્સ અસ્તિત્વ ધરાવે છે?
આજનો દિવસ વિશ્ર્વમાં અવકાશી ઘટના અને અન્ય ગ્રહોની પૃથ્વી તરફની ગતિ વિધીઓ પરત્વે જનજાગૃતિ લાવવાનો છે. એલિયન્સની હાજરી મુખ્યત્વે યુ.એફ.ઓ. કે ઉડતી રકાબી સાથે જોડાયેલી હોવાનું લોકોમાં કોમન વાત છે. આજે વિશ્ર્વના તમામ અવકાશી ક્ષેત્રના વૈજ્ઞાનિકો આ ખ્યાલની ઉંડાઇ શોધવામાં ખુબ જ રસ ધરાવે છે.
વિશ્ર્વમાં વ્યાપક રીતે જોવા મળેલા યુ.એફ.ઓ. માં સૌ પ્રથમ ર4 જુન 1947માં પ્રથમવાર જોવા મળેલ હતું. આ ઘટનાને કેનેથ આર્નોલ્ડ નામના વ્યકિતએ ઉડતી રકાબી જેવો આકાર જોયો હતો, બાદમાં ના ઠઋઘ ના વર્ણન ને આકાર અપાયો જેમાં ડિસ્ક જેવો આકાર વ્યાપક પ્રમાણમાં જાણીતો છે. બીજી ઘટના મેકિસકોના રોઝવેલ ખાતે પણ બની હતી. આજે તો પૃથ્વીવાસીઓમાં એલિયનના જીવન વિશે ઘણી ઉત્સુકતા જગાડી છે.
યુ.એફ.ઓ. સાથે સંકળાયેલા તમામ સિઘ્ધાંતોને સ્વીકારવા અને સમજવા માટે વિશ્ર્વમાં આજે આ દિવસ ઉજવાય છે. તાજેતરમાં જ સાન ડિએગરના રહેવાસીઓએ આકાશમાં રહસ્યમય લાઇટસ જોઇ હતી અને યુ.એફ.ઓ. ના દાવા સાથે જોડાયેલ મુવિંગ લાઇટના ચિત્રો-વિડીયો સોશિયલ મીડીયામાં છવાઇ ગયા હતા. આજનો દિવસ આ બાબતની જાગરુકતાનો દિવસ છે. આજે પણ લોકો અજાણી ઉડતી વસ્તુઓ (ઞઋઘ) ને આકાશમાં જોવે છે.
યુ.એફ.ઓ. સદીઓથી ચાલી આવતી દંતકથા સમા છે, પરંતુ 1950ના દાયકા સુધી સૌનું ઘ્યાન આકર્ષિત કરેલ હતું. 1993માં આવેલી સાયન્સ ફિકશન ડ્રામા ટેલિવિઝન શ્રેણી ‘ધ એકસ-ફાઇલ્સ’ બહુ જ સફળ રહીને આ વિષય બાબતે લોકોમાં સારી જાગૃતિ પ્રસરાવી હતી. અજાણ્યા ફલાઇગ ઓબ્જેકટસ (ઞઋઘ) ના અસંદિગ્ધ અસ્તિત્વને સમર્પિત દિવસ છે. બ્રહ્માંડમાં આપણે એકલા નથી તેવા વિચારે પૃથ્વીવાસીઓ તેના રહસ્ય વિશે જાણકારી મેળવવા ઉત્સુક રહે છે.
આમીરખાનનું બહુ ચર્ચીત ફિલ્મ પી.કે. આજ વિષય સાથે ફિલ્મકાંન થયેલ હોવાથી લોકોને અન્ય ગ્રહો વસવાટ કરતા માનવીને જોવા માણવાનો રસ પડયો હતો.