ગટર ઉભરાવાની સમસ્યાથી ત્રસ્ત વેપારીઓની રજૂઆત બાદ પાલિકાએ સફાઈ કામગીરી હાથ ધરી
લીંબડીમાં તાજીયા ચોકમાં ખુશાલ રામજીની દુકાન નજીક ગટર ભરાઇ જતા વેપારીઓને પડતી હાલાકી બાદ નગરપાલીકા દ્રારા સફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લીંબડીમાં આજે નેવા ના પાણી મોભારે ચડયા જેવી સ્થિતી જોવા મળી રહી છે ત્યારે લીંબડીનાં વેપારીઓ આવી સ્થિતી થી ત્રાહીમામ પોકારી ગયા છે. તંત્ર દ્રારા ગટરનાં પાણીને મોભારે ચડાવ્યા છે ત્યારે ગટરનાં પાણી નો નીકાલ ન થતાં તેમજ ગટરની સમયસર સાફ સફાઇ ન થતાં ગટર ભરાઇ જાય છે. તેમજ અમુક જગ્યાએ પાણી ઉભરાઇને બહાર પણ આવી જાય છે. આવી પરિસ્થિતીમાં વેપારીઓને પોતાની દુકાન ખોલવામાં પણ મુશ્કેલી પડી રહી છે. તેમજ ગટરનાં પાણી તેમજ કચરાનો નિકાલ ન થવાથી ગંદકી પણ વધી રહી છે જેને કારણે વેપારીઓને ત્યાં આવતાં ગ્રાહકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. તેમજ ગંદકીને લીધે વાસ આવવાથી પણ લોકોને તકલીફ પડી રહી છે. ગટરમાંથી પાણી બહાર આવતાં તંત્રએ આજે સાફ કરવાની જહેમત ઉઠાવી છે.