હવે નવા ગૃહમંત્રીની કસોટી એલર્ટની સ્થિતિ સર્જાશે
આપણા દેશમાં બધા જ મોરચે બધું બરાબર ચાલે છે એવો દાવો આપણા નેતાઓ કરી રહ્યા છે. કાશ્મીરમાં આપતા સૈનિકો સંખ્યાબંધ આતંકવાદીઓને ઠાર કર્યા, એવા દાવાઓ પણ સતત કરવામાં આવે છે. ભાજપ- પીડીપીની ગઠબંધન સરકાર રચાઇ, મહેબુબા મુફતી એના મુખ્યમંત્રી તરીકે રહ્યા અને કાશ્મીરની આતંરીક હાલત વણસતાં એ તૂટી પડી એ હવે કોઇથી અજાણ્યું નથી.
આ દાવાઓ વચ્ચે એવો મહત્વનો અહેવાલ બહાર આવ્યો છે કે, અમરનાથ-યાત્રાની સુરક્ષાની સમીક્ષા માટે ગૃહમંત્રી શ્રી અમીત શાહ કાશ્મીર પહોચ્યા છે. અને રાજયના અધિકારીઓ તથા સૈન્યના અધિકારીઓ સાથે આ મુદ્દે વાતચીત કરવાના છે.
અહીં એવો પ્રશ્ન ઊભો થાય છે કે અમરનાથની યાત્રાની સુરક્ષાની સમીક્ષા કરવા પ્રધાનશ્રી અથવા ગૃહ ખાતાના સચિવ, મુખ્યમંત્રી તેમજ સૈન્યના અધિકારીઓ ખાસ વાર્તાલાપ કરીને વિવિધ ગોઠવણો કરવાના છે.
નવી દિલ્હીના અહેવાલ મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ આવતીકાલે જમ્મુ કાશ્મીર રાજયના પ્રથમ મુલાકાતે જઇ રહ્યા છે. મુલાકાત દરમ્યાન શાહ રાજભવનમાં સૈન્યના અધિકારીઓ અને રાજયના ઉચ્ચ અધિકારીઓ અને રાજયના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને આગામી અમરનાથ યાત્રા માટે ઉભી કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરનારા છે. તાજેતરમાં ભારતે બાલાકોટમાં આતંકી
કેમ્પોપર કરેલી એરસ્ટ્રાઇક બાદ આતંકવાદી તત્વો ફીરાકમાં હોય અમરનાથ યાત્રાનાં યાત્રીકો પર હુમલો કરે તેવી આ શંકા વ્યકત થઇ છે. જેથી યાત્રીકોની સુરક્ષામાં કોઇ કલાસ ન રહી જાય તે માટે અમિત શાહ સુરક્ષામાં જીણવટભરી ચીવટ રાખવા તાકીદ કરનારા છે. ઉપરાંત શાહ કાશ્મીરની વર્તમાન સ્થિતિ અંગેની માહીતી પણ મેળવનારા છે. કેન્દ્રીય ગૃહમંત્રીની જવાબદારી સંભાળ્યા બાદ અમિત શાહની આ પ્રથમ જમ્મુ, કાશ્મીરની મુલાકાતને ખુબ જ મહત્વની માનવામાં આવે છે.
શ્રીનગર પહોચ્યા બાદ શાહ રાજભવનમાં રાત રોકાશે. શાહ દ્વારા અમરનાથ યાત્રાને લઇને ટ્રાફીકની ખાસ વ્યવસ્થા કરવાના આદેશો આપી વીઆઇપીઓની સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્તની કોઇપણ અમરનાથ યાત્રાળુઓને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થાની હિમાયતની સાથો સાથ યામિ ટેગ પઘ્ધતિથી સુરક્ષા વ્યવસ્થાની મોનીટરીંગ વ્યવસ્થાની સુચના આપનારા છે.
અમિત શાહે તંત્રને જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને સમગ્ર યાત્રાનો રૂટ ઉપર પવિત્ર ગુફા સુધીના વિસ્તરમાં યાત્રાના બન્ને રસ્તાઓ કે જેનો યાત્રાળુઓ દ્વારા પવિત્ર ગુફા સુધી પહોચવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે તે અનંતનાગ જીલ્લામાંથી પસાર થતાં પરંપરાગત પહેલગામ રુટ અને ગુન્ડરબાલ જીલ્લામાંથી પસાર થતાં બન્ને રુટો ઉપર અમરનાથ યાત્રાળુઓના ૪૬ દિવસના સમયગાળા માટે ૧ લાખ સુરક્ષાજવાનો યાત્રાાળુઓની સુરક્ષા માટે રાઉન્ડ ધ કલોક ર૪ કલાક ખડે પગે રહેશે.
આપણાં દેશમાં અમરનાથ યાત્રા અને વૈષ્ણોદેવી યાત્રાનો અત્યંત મહિમા છે.
મુસ્લીમો ‘હજયાત્રા’ને તેમના સમગ્ર જીવનમાં એકવાર હજયાત્રાએ જવાની માન્યતા ધરાવે છે એમ હિન્દુધર્મીઓ અમરનાથ અને વિષ્ણોદેવીની યાત્રાને મોક્ષગામી યાત્રા માને છે આ યાત્રા માટે દરેક વર્ષે સુરક્ષાની ખાસ ગોઠવણો કરવી જ પડે છે અને સાવધાન રહેવા ‘એલર્ટ’ ઘોષિત કરવું પડે છે.
આ બાબત એમ માનવા પ્રેરે છે કે કાશ્મીરની આંતરિક સ્થિતિ સ્ફોટસ જ રહી છે.
આ યાત્રા સુરક્ષાની ખાસ ગોઠવણો કર્યા વગર મુકતપણે થઇ શકે એ દિવસની રાહ જોવાની રહી!