Abtak Media Google News

સવા વર્ષ પહેલા પુત્રીની  છેડતી અને મારામારીનો ખાર રાખી  છરીના ઘા ઝીંકી ઢીમઢાળી દીધું

ગોંડલ નાં વોરકોટડા રોડ પર ગત મોડી રાતે ભરવાડ યુવાન ને રીક્ષાચાલક બાવાજી યુવાને પડખા માં છરી નાં બે ઘા ઝીકી દેતા તેનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.મોડી રાતે બનેલી હત્યા ની ઘટના ના પગલે પોલીસ દોડી ઉઠી હતી અને ગણતરીની કલાકોમાં જ હત્યારા ને જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ વોરકોટડા રોડ પર ગત રાત્રે સવા બે નાં સુમારે બાપાસિતારામ નગર શેરીનં.4 માં રહેતો વિજય વિરમભાઇ બતાડા ઉ.23 પોતાનાં મિત્ર દીપ માલવીયા સાથે મોટરસાયકલ પર ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે વોરાકોટડા રોડ ચાર દુકાન સામે રીક્ષા લઇ પસાર થયેલા ધર્મેન્દ્ર મારુતિભાઇ બાવાજી એ રીક્ષા ને મોટરસાયકલ ની આગળ કરી ઉભી રાખી વિજય ને સાદ કરી બોલાવતા મોટરસાયકલ થોભાવી વિજય ધર્મેન્દ્ર પાસે પહોંચ્યો હતો.

દરમ્યાન ધર્મેન્દ્રે દોસ્તીનો દેખાવ કરી વિજય કંઇ સમજે તે પહેલા છરી કાઢી વિજય નાં ડાબા પડખા માં બગલ અને નીચે ના ભાગે બે ઘા ઝીકતા લોહીલુહાણ હાલત માં વિજય ઢળી પડ્યો હતો.છરી ના ઘા જીવલેણ નિવડ્યા હોય વિજય નુ ઘટના સ્થળે  મોત નિપજ્યું હતુ.બનાવ વખતે હેબતાઇ ગયેલા દિપે દેકારો કરતા કાનો,હકો આકાશ સહીત દોડી આવતા વિજય ને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

પરંતુ ત્યાં માત્ર મૃતદેહ પંહોચ્યો હતો.દરમિયાન હુમલો કરનાર ધર્મેન્દ્ર રીક્ષા મુકી નાશી છુટ્યો હતો.બનાવની જાણ પોલીસ ને થતા પીઆઇ.મહેશ સાંગાડા,રાઇટર રાજદીપસિંહ ચુડાસમા,ખોડુભા જાડેજા સહિત નો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે મૃતક વિજય નાં પિતા વિરમભાઇ જશાભાઈ બતાળા એ ફરિયાદ કરતા પોલીસે ગણતરી ની કલાકો મા હત્યારા ધર્મેન્દ્ર બાવાજી ને ઝડપી લઈ પુછપરછ હાથ ધરી હતી.

પોલીસ પુછપરછ માં આરોપી ધર્મેન્દ્ર એ જણાવ્યુ કે સવા વરસ પહેલા પોતાની દિકરી ની છેડતી અને મારામારી અંગે વિજય બતાળા સહિત  અન્ય સામે પોલીસ ફરિયાદ કરી હતી.આ મુદ્દે અનેકવાર વિજય સાથે ચકમક જરતી હતી.દરમિયાન રાત્રે વિજય ને જોઈ જતા  ખુન્નશ ચડતા છરી નાં ઘા મારી  હત્યા નિપજાવી હતી.મૃતક વિજય બતાળા પરણીત છે અને  સંતાન માં ત્રણ માસ નો પુત્ર છે. વિજય ડ્રાઇવિંગ નો વ્યવસાય કરતો હતો.

બનાવ અંગે ફરિયાદ મા મૃતક વિજય નાં પિતાએ જણાવ્યુ કે પરીવાર મા વિજય સહિત બે દિકરા અને એક દિકરી છે. જેમા વિજય મોટો હતો.બધા સંયુક્ત પરિવાર મા રહે છે.ગત રાત્રે અગીયાર વાગે બધા જમવા બેઠા હતા.જમી લીધા બાદ વિજય ફાકી ખાવા નુ કહી ઘરે થી નિકળ્યો હતો.બાદ મા રાતે અઢી વાગે બનાવ ની જાણ થઈ હતી. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.