પોલીસ પર પથ્થરમારો
સીલ, ચોરવાડ અને જૂનાગઢથી પોલીસની મદદ લઇ વિફરેલા ટોળાને વિખેરવા ટીયર ગેસના સેલ છોડયા: આઠ ઘવાયા: પોલીસના બે વાહનના કાચ તૂટયા
માંગરોળના બંદર રોડ પર કાટીના વડલા પાસે રેસ્ટોરન્ટમાં જમવાના પ્રશ્ર્ને ખારવા અને મુસ્લિમ જુથ્થ વચ્ચે મોડીરાતે સશસ્ત્ર અથડામણ થતા વિફરેલા ટોળાએ પેટ્રોલ પંપમાં આગ ચાપી દીધી હતી. ટોળાને વિખેરવા પોલીસ સ્ટાફ પહોચતા પોલીસના બે વાહનના કાચ ફોડી નાખતા તંગદીલી સર્જાઇ હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ વડાએ તાકીદે સીલ, ચોરવાડ અને જૂનાગઢ પોલીસને માંગરોળ મોકલી ટીયર ગેસના સેલ છોડવાનો આદેસ કરતા ટોળુ વિખેરાયું હતું. હિંસક અથડામણમાં આઠ જેટલા ઘવાયા હતા.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માંગરોળના બંદર રોડ પર કાટીના વડલા પાસે રેસ્ટોરન્ટમાં જમવાના પ્રશ્ર્ને મુસિલમ અને ખારવા વચ્ચે બોલાચાલી થતા બંને સમાજના ટોળા ઘટના સ્થળે એકઠાં થઇ હતી હતા અને સામસામે ઘાતક હથિયારથી હુમલો કરવાનું શ‚ કરતા નાસભાગ મચી ગઇ હતી.
વિફરેલા ટોળા પૈકી કોઇએ પેટ્રોલ પંપમાં તોડફોડ કરી આગ ચાપી હતી તેમજ ૧૫ થી ૨૦ જેટલા બાઇકમાં તોડફોડ કરી સળગાવી નાખતા પરિસ્થિતી વધુ વણસી હતી. ટોળાએ દુકાનમાં તોડફોડ કરી સોડા બોટલના છુટા ઘા કર્યા હતા તે સમયે જ લાઇટ જતી રહેતા કોણ કોના પર હુમલો કરે છે તે સમજવું મુશ્કેલ બની ગયું હતું. ડીવાય.એસ.પી. હરપાલસિંહ જાડેજા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસને નિશાન બનાવી પથ્થરમારો શ‚ કરતા પોલીસના બે વાહનના કાચ ફુટી ગયા હતા.
જિલ્લા પોલીસ વડાને જાણ થતા તેઓ સીલ, ચોરવાડ અને જૂનાગઢના પોલીસ સ્ટાફ સાથે માંગરોળ દોડી ગયા હતા. બેકાબુ બનેલા ટોળા પર પોલીસે ટીયર ગેસના ચાર સેલ છોડતા ટોળુ વિખેરાયું હતું. પોલીસે બંને પક્ષે અજાણ્યા ટોળા સામે ફરજમાં ‚કાવટ અને રાયોટીંગનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.