- અશાંતધારો લાગુ હોવા છતા મિલકતોનું વેંચાણ થતું હોવાનો આક્ષેપ: લોક દરબારમાં કુલ 88 પ્રશ્નો ઉઠ્યા
- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે વોર્ડ નં.16માં ‘લોક દરબાર’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અશાંતધારાના પ્રશ્ર્નો ઉઠ્યા હતા.
જેમાં વોર્ડના નાગરિકો દ્વારા વિવિધ શાખાની કુલ-88 રજુઆતો/પ્રશ્નો રજુ કરવામાં આવી હતી. આ રજુઆતો/પ્રશ્ર્નોનો ટૂંકા સમયગાળામાં નિકાલ કરવામાં આવનાર છે.વોર્ડ નં.16ના નાગરિકો દ્વારા અશાંત ધારા લાગુ પડ્યા બાદ વેંચાણ થવા બાબત, સોરાઠીયાવાડી બગીચાને ડેવલપમેન્ટ કરવા બાબત, મેહુલનગર વિસ્તારમાં અનિયમિત ટીપરવાન આવવા બાબત અને ગંદકીનો કાયમી નિકાલ કરવા બાબત, રેશનકાર્ડ બાબત, મેહુલનગર-1માં ઓનલાઈન કરેલી ફરિયાદ બાબત, મેહુલનગર-1માં પરવાનગી વગર આઈસ્ક્રીમ પાર્લર બંધ કરવા બાબત, સ્પીડ બ્રેકર બનાવવા બાબત, માધવ હોલની સામેની ફૂટપાથ ઉપર દબાણ દૂર કરવા બાબત, કોઠારીયા મેઈન રોડ પરના વિસ્તારમાં પાણી ધીમા ફોર્સથી આવે છે. નહેરૂનગર-8માં ગંદકીને કારણે મચ્છરનો ત્રાસ છે. નંદા હોલ પાસેના વોંકળામાં નિયમિત સફાઈ કરવા બાબત, વિવેકાનંદ સોસાયટીમાં અનિયમિત પાણી આવે છે, નીલકંઠ સિનેમા પાસે ન્યુસન્સ પોઇન્ટમાં નિયમિત સફાઈ કરવા બાબત, હુડકો શાક માર્કેટ ખાતે સઘન સફાઈ કરવા બાબત, આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભારત કાર્ડ કાઢવા માટેની કિટની વ્યવસ્થા કરવું બાબત, નીલકંઠ પાર્કમાં નિયમિત સફાઈ અને નિયમિત ટીપરવાન આવવા બાબત વિગેરે મુખ્ય બાબતોના પ્રશ્ર્નો અને રજુઆતો રજુ થયેલ.
આગામી સોમવારના રોજ સવારે 09:00 થી 11:00 દરમ્યાન વોર્ડ નં.17માં વોર્ડ ઓફીસ, વોર્ડ નં.17-અ, ગોપાલ વાડીની બાજુમાં, સહકાર મેઈન રોડ, રાજકોટ ખાતે “મેયરશ્રી તમારા દ્વારે” (લોક દરબાર) કાર્યક્રમ યોજાશે.