કોવિડ-૧૯ની નાબુદી મુદ્દે ભુતકાળની મહામારીઓ અને રોગચાળામાં જ છુપાયા છે જવાબો
કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્ર્વને બાનમાં લીધુ છે. જાન્યુઆરી મહિનાથી સામે આવેલા કોરોના વાયરસના કારણે લાખો લોકોએ જીંદગી ગુમાવી છે અને વિશ્ર્વના મોટાભાગના લોકો લોકડાઉનમાં પુરાયા છે. આવા સમયે હવે કોરોના મહામારી ક્યારે અને કેવી રીતે પીછો છોડશે. તેવો ૧૦૦ મણનો સવાલ સામે આવીને ઉભો છે. અલબત મહામારીના અંત અંગે ભૂતકાળમાં આવેલા રોગચાળામાંથી ઘણુ શીખવા મળશે. ભૂતકાળમાં રોગચાળાનો અંત કેવી રીતે થયો હતો તેનો અભ્યાસ કરવો પડશે. અત્યાર સુધીમાં મહામારીને બે રીતે રોકવામાં આવી હતી. જેમાં એક રીત છે મેડિકલ સેવાઓનો સહારો લેવો. આ રીતમાં દરેક સંક્રમીત વ્યક્તિનો ઈલાજ કરી મહામારીને આગળ વધવા દેવામાં આવતી નથી. બીજી રીત છે સામાજિક પદ્ધતિ. જેમાં લોકો વાયરસની સાથે જીવતા શીખી જાય છે.
થોડા મહિનાઓ પહેલા પશ્ર્ચિમ આફ્રિકામાં ઈબોલા વાયરસે ૧૧૦૦૦ લોકોનો ભોગ લીધો હતો. આ વાયરસનું સંક્રમણ લાગ્યા બાદ મૃત્યુદર ખુબજ ઉંચો હતો. આ વાયરસ નાબુદ થયા બાદ પણ તેની સામાજિક અસર છેક આયરલેન્ડ સુધી થઈ હતી. રંગભેદ પણ સામે આવ્યો હતો. જો કોઈ વ્યક્તિ આફ્રિકાથી હોય તો તેને શંકાની નજરે જોવાતો હતો. જો કોઈ ઉધરસ ખાય તો પણ લોકો તેનાથી દૂર ચાલ્યા જતા હતા. હવે આવી જ સ્થિતિ કોરોના મહામારીમાં પણ જોવા મળી રહી છે. વાયરસ લોકોના આરોગ્યને તો નુકશાન પહોંચાડે જ છે પરંતુ સામાજિક બહિષ્કાર જેવા દુષણો પણ લાવી શકે છે.
- હવે કોરોના વાયરસથી કેવી રીતે છુટકારો મળશે ?
અત્યાર સુધીનો મહામારી સાથે માનવજાતનો અનુભવ કહે છે કે, કોરોના વાયરસને મેડિકલ ક્ષેત્ર પહેલા સામાજિક જાગૃતતા માત આપશે. લોકો રિસ્ટ્રીકશન વચ્ચે મહામારીને નાબૂદ કરી દેશે. અલબત કેટલાક સ્થળોએ વાયરસની હાજરી રહેશે પરંતુ ત્યાં સુધીમાં મેડિકલ ક્ષેત્ર પણ તેની રસી શોધી લેશે. સમાજની માનસીકતા ધીમી ગતિએ બદલાઈ જશે અને વાયરસથી બચવા સોશિયલ ડિસ્ટન્સની અમલવારી કરવા લાગશે. ધીમે ધીમે આવેલી જાગૃતિના કારણે વાયરસને એક ક્ષેત્રમાં સીમીત કરી દેવાશે અને ત્યારબાદ મેડિકલ ક્ષેત્રની દવા શોધાશે એટલે તેનો જડમુળથી નાશ કરી શકાશે.
- કેટલાંક ભુલાઈ ગયેલા રોગચાળાએ કરોડોના ભોગ લીધા’તા
૧૯૧૮થી ફાટી નીકળેલા એક રોગચાળાએ લોકોને કવોરન્ટાઈન અને સોશિયલ ડિસ્ટન્સીંગનું મહત્વ સમજાવ્યું હતું. આ રોગચાળાને કારણે વિશ્ર્વભરમાં ૧૦ કરોડ લોકોના મોત થઈ ગયા હતા. હજારો બાળકો અનાથ થઈ ગયા હતા. સામાન્ય રીતે આ રોગચાળો યુવાનોને વધુ લાગતો હતો. પ્રથમ વિશ્ર્વ યુદ્ધના સમયગાળામાં રોગચાળાના અનેક સ્વપ લોકોએ જોયા હતા. અમેરિકામાં ૧૦ લાખથી વધુ લોકોનો ભોગ લીધો હતો. ત્યારબાદ અલગ અલગ પમાં સામે આવેલા આ રોગચાળાથી માનવ જાત ગભરાઈ ગઈ હતી.
- મહામારીનો ડરામણો ઈતિહાસ
૨૦૦૦ વર્ષ પહેલા બુબોનીક પ્લેગના કારણે કરોડો લોકો મોતને ભેટ્યા હતા તેવું ઈતિહાસ કહી રહ્યો છે. દરેક મહામારી અગાઉની મહામારીના ડરને પણ તેની સાથે લઈને આવે છે. પ્લેગના રોગચાળા સમયે ઉંદરમાં જોવા મળતા યેરસીનીયા પેસ્ટી નામના બેકટેરીયા જવાબદાર હતા. જો કે, ગુબોનીક પ્લેગમાં મૃત્યુદર ખુબજ વધુ હોવાના કારણે તેને બ્લેક ડેથ તરીકે પણ ઓળખવામાં આવતો હતો. પ્લેગ ત્રણ વખત તબક્કાવાર લોકો ઉપર ત્રાટક્યો હતો. ૧૬મી સદીમાં જુસ્ટીનાઈન પ્લેગ, ૧૪મી સદીમાં મેડિઈવલ પ્લેગ અને ૧૯મી સદીના અંત તથા ૨૦મી સદીના પ્રારંભમાં સામાન્ય પ્લેગ ફાટી નીકળ્યો હતો. મેડીઈવલ પ્લેગ ૧૩૩૧માં ચીનમાંથી શ થયો હતો તે સમયે આ પ્લેગના કારણે ચીનની અડધી વસ્તીનો સફાયો થઈ ગયો હતો. ત્યારબાદ આ પ્લેગ યુરોપ, નોર્થ અમેરિકા અને મિડલ ઈસ્ટના દેશોમાં પણ ફેલાયો હતો. વર્ષ ૧૩૪૭ થી ૧૩૫૧ દરમિયાન આ પ્લેગના કારણે ત્રીજા ભાગની યુરોપીયન વસ્તી તબાહ થઈ ગઈ હતી. ઈટાલી અને સીએનામાં અડધી વસ્તીનો ભોગ લેવાઈ ગયો હતો. ૧૯મી સદી બાદ ઉંદર પ્રત્યે લોકોને ધૃણા થવા લાગી હતી. ત્યારબાદ પ્લેગની મહામારીએ ખ બદલ્યો હતો. અગાઉ તે માત્ર કાળા ઉંદરોથી ફેલાતો હતો અને ત્યારબાદ તે બ્રાઉન ઉંદરોથી પણ ફેલાવા લાગ્યો હતો જે વધુ ખૌફનાક હતો. માણસ જાતનો પીછો પ્લેગે ક્યારેય છોડ્યો નથી. અમેરિકામાં સાઉથ વેસ્ટ વિસ્તારોમાં પ્લેગે દેખા દીધા છે. મેક્સિકોની હોટલમાં રહેનારા કેટલાક અમેરિકો પ્લેગનો ભોગ બન્યા હોવાનું પણ સામે આવ્યું છે.
આજ સુધીમાં જો કોઈ મહામારીનું નિકંદન મેડિકલ ક્ષેત્રથી થયું હોય તો તે એકમાત્ર સ્મોલ પોકસ નામની મહામારી છે. તે સમયે સ્મોલ પોકસની રસી શોધાઈ ગઈ હતી. આ વાયરસ કિશોર વયથી ઓછી ઉંમરના લોકોને લાગતો હતો. આ મહામારીનો ચેક છેલ્લે ૧૯૭૭માં જોવા મળ્યો હતો. સોમાલીયાના મિયાવ માલીન નામના વ્યક્તિ સ્મોલ પોકસથી સાજો થયા બાદ ૨૦૧૩માં મેલેરીયાના કારણે મૃત્યુ પામ્યો હતો.