બંકિંગહામ પેલેસમાં બાકી રહેલા કામ નાણાની અછતના કારણે મુલત્વી રખાયા
બ્રિટનના રાણી એલીઝાબેથના પરિવારને પણ કોરોનાની આર્થિક મંદી નડી ગઈ હોય તેમ બંકીંગહામ શાહી પેલેસનો રીપેરીંગ ખર્ચ પરવડે તેમ ન હોવાથી રોયલ ફેમીલીએ મકાનનું સમારકામ બંધ કરી દીધું છે અને તેમના નવપરણિત કુંવરે અન્ય જગ્યાએ રહેવા જવાનું પસંદ કર્યું છે. બ્રિટનના રાણી એલીઝાબેથના પરિવાર પાસે બંકીંગહામ પેલેસ રીપેરીંગ માટે જરૂરી ૩૫ મીલીયન પાઉન્ડની રકમની સગવડતા ન થતાં મકાનનું સમારકામ અટકાવી દીધું છે.
કોરોના વાયરસ અને મંદીના કારણે શાહી પરિવારને પ્રવાસીઓની આવકમાં મોટી ઓટ આવી છે. મુલાકાતીઓની સંખ્યા ઘટવાના કારણે આવકમાં ગાબડા પડી ગયા છે. મની મેનેજરના જણાવ્યા મુજબ રોયલ પરિવારના વાર્ષિક એકાઉન્ટની જારી થયેલી યાદીમાં રોયલ ફેમીલીએ ૩ વર્ષમાં ૧૯ મીલીયન ડોલરની ઘટ ઉભી થઈ છે. કોરોના કટોકટીના પગલે આવકમાં ૨૦ મીલીયન પાઉન્ડનો ઘટાડો થઈ ગયો છે. બીજા વિશ્ર્વ યુદ્દ પછી બંકિંગ હાઉસ પેલેસમાં મોટાપાયે સમારકામ કરવામાં આવ્યું હતું અને શાહી પરિવારે સરકાર પાસેથી પૈસા માંગવાને બદલે પોતાના ખર્ચે કરવાનું વલણ અપનાવ્યું હતું. હવે નાણાની અછતને પગલે પેલેસની જાળવણી થઈ શકતી નથી. પ્રિન્સ હેરી અને તેમના પત્ની પણ કોંગમોર કોટેજ વિસ્તારમાં ૩.૧ મીલીયન ડોલર ચૂકવીને નવું ઘર લઈને રહેવા ચાલ્યા ગયા હતા. તેમણે શાહી વિરાસત છોડીને ઉત્તર અમેરિકામાં રહેવાની જવાનું પસંદ કર્યું હતું. રાજકીય ખર્ચ ઉપાડી શકે તેવી તેમની સ્થિતિ ન હતી. અત્યારે રાજકુમાર હેરીએ સામાન્ય નાગરિકની જેમ રહેવાનું પસંદ કરી રાજકીય વિરાસતને અલવિદા કરી દીધું છે. કોરોના કટોકટીનો એરૂ બ્રિટનના રાણીને આભડી ગયો હોય તેમ શાહી પરિવારની આવકમાં મોટુ ગાબડુ પડતા તે પેલેસ રીપેરીંગ કરી શકે તેવી સ્થિતિમાં નથી.