સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સંપુર્ણ નિયંત્રણ અઘરું: ભયસ્થાનોને ઓળખી લેવા જોઈએ
સોશિયલ મીડિયાનો વાયરલ વાયરસ લોકતંત્ર માટે પણ જોખમી બની શકે છે, ગઈકાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ના બેફામ અને સ્વચ્છંદતા અંગે લાલ બત્તી ધરીને સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ મીડિયા પર વાયરલ વાયરસ લોકતંત્ર માટે પણ પડકારરૂપ બની શકે છે, રેલ્વે પ્લેટફોર્મ પર ટ્રાફિક પર નિયંત્રણ મૂકી શકાય છે પરંતુ ડિજિટલપ્લેટ ફોર્મ બેકાબૂ બનતું જાય છે, અમેરિકા જેવી મહાસત્તા ને પણ સોશિયલ પ્લેટફોર્મ પર પ્રતિબંધ અને કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડી છે , 30થી વધુ રાજ્યોમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છેત્યારે ભારતમાં પણ વાયરલ વાયરસ ને નિયંત્રિત કરવાનું સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે મુખ્ય ન્યાયમૂર્તિ એસ કે કોલે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાનું વધતું જતું વ્યાપ અને વાયરલ વાયરસ ની સમસ્યા અને વપરાશકારો સારથે સાથે દેશના રાજદ્વારી વચ્ચેના સંવાદો થી ક્યારેક ક્યારેક લોકતંત્રના આધાર એવા ચૂંટણી પ્રક્રિયાને ખલેલ પહોંચાડે છે.
અમેરિકાએ પણ અગાઉની ચૂંટણીમાં સોશિયલ મીડિયા ના વાયરલ વાયરસ ના માઠા પરિણામો ભોગવ્યા છે ત્યારે ભારત જેવા લોકો તાંત્રિકદેશની ચૂંટણી પ્રક્રિયા પર સોશિયલ મીડિયાની સ્વચ્છંદતા અવળી અસર ઊભી કરી શકે છ ફેસબુક અંગેના કેસમાં કોર્ટે 188 પાના ના ચુકાદામાં ફેસબુક ઇન્ડિયાના પ્રમુખ અને એમડી અજીત મોહન અને તેમના કર્મચારીઓ સામે જારી કરવામાં આવેલા સમર્થ રદ કરવાની અરજી ખારીજ કરી હતી સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાની મનમાની ચૂંટણી જેવી પ્રક્રિયા ને પણ વિચલિત કરી શકે તેવું જોખમ ઊભું થયું છે શ્રીલંકા ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન સંઘના દેશો માં પણ સોશિયલ મીડિયા ના અતિરેક ના કડવા અનુભવ થયા છે.
અમેરિકા બ્રિટન જેવા દેશોએ આકરા નિયમો પણ બનાવ્યા છે ભારતમાં પણ ચુસ્ત વ્યવસ્થાની હિમાયત કરવામાં આવી છે દિલ્હી વિધાનસભા એ નીમેલી સમિતિ ને સોશિયલ મીડિયા ના નિયમો અને તેના અમલવારીની સત્તા સંપાદિત કરવામાં આવી છે સોશિયલ મીડિયાનો અજગરી ભરડો લોકતંત્રને ભરખી જાય કે નુકસાન પહોંચાડે તે પહેલા તેનું નિયંત્રણ જરૂરી હોવાનું સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું .