ચુંવાળિયા કોળી સમાજ વિર્દ્યાી ભવન દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓના સન્માન સમારોહમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિ
રાજ્ય સરકારના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું કે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે તો તે બાળક ભણવા સાથે ઇત્તર પ્રવૃતિથી પણ વાકેફ થશે અને પોતાની કારકીર્દિ ઉજ્જવળ બનાવશે. અહીં અરવિંદભાઇ મણિયાર હોલમાં ચુંવાળિયા કોળી સમાજ વિદ્યાર્થી ભવન દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓના સન્માન સમારોહમાં ઉપસ્તિ મંત્રી બાવળિયાએ કહ્યું કે, સમાજના સંગઠનો અને અગ્રણીઓ દ્વારા તેજસ્વી બાળકોનું સન્માન કરવામાં આવે છે, તે આવકારદાયક પ્રવૃત્તિ છે અને એનાી બાળકોને પ્રોત્સાહન મળે છે.
બાળવિયાએ બાળકોને શીખ આપતા કહ્યું કે સમાજના તેજસ્વી છાત્રોએ આજે જે ગુણાંકના આધારે સન્માન પ્રાપ્ત કર્યું છે, એનાી વધારે ગુણાંક આગામી વર્ષમાં મેળવે એ જરૂરી છે. આ સન્માની ગર્વિત થવા વિના વધુ મહેનત કરવી પડશે. અભ્યાસમાં કરેલો પુરુષાર્થ ક્યારેય એળે જતો નથી. કઠિન પરિશ્રમ કરી માતાપિતા બાળકોને ભણાવે છે, ત્યારે બાળકોએ પોતાની કારકીર્દિ ઉજ્જવળ બનાવી પોતાના માતાપિતાનું નામ રોશન કરે.
તેમણે પોતાના રાજ્ય સરકારમાં મંત્રી પદ અંગે કહ્યું કે આ પદ મારી માટે સમાજની સેવા કરવાનું માધ્યમ છે અને હું હરહંમેશ સમાજની સેવા કરતો રહીશે.
મંત્રી બાવળિયા અને અન્ય મહાનુભાવોના હસ્તે ચુંવાળિયા કોળી સમાજના તેજસ્વી છાત્રોને પ્રમાણપત્ર, શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્ઞાતિસંગઠનો દ્વારા મંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ ધારાસભ્ય પરષોત્તમભાઇ સાબરિયા, મહંત રામદાસ બાપુ, ધર્મેશભાઇ ઝિંઝુવાડિયા, વીરજીભાઇ સુનરા, ભરતભાઇ ડાભી, ભરતભાઇ પરમાર, બાબુભાઇ ઉધરેજા, વિનોદભાઇ સોલંકી સહિતના અગ્રણીઓ ઉપસ્તિ રહ્યા હતા.