ભાવાંતર યોજનામાં ટેકાના ભાવ અને ખેડુતે વેચાણ કર્યું હોય તે ભાવ વચ્ચેના તફાવત જેટલી રકમ સરકાર દ્વારા ચુકવાઈ છે
અન્ય રાજયોની જેમ ગુજરાતમાં પણ ભાવાંતર યોજનાથી જ ખરીદી કરવાની વેપારી મંડળનાં પ્રમુખની માંગ
તાજેતરમાં પેઢલા ગામે થયેલું મગફળી કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડને લઈને ગુજકોટના ગોડાઉન મેનેજર સહિતના આરોપીઓ પર ફીટકાર વરસી રહ્યો છે ત્યારે વેપારી મંડળના પ્રમુખે સરકાર દ્વારા અન્ય રાજયની જેમ ભાવાંતર યોજના લાગુ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.
વેપારી મંડળનાં પ્રમુખ અતુલ કામાણીએ જણાવ્યું કે, રાજકોટ માર્કેટીંગ યાર્ડની અંદર બારદાન સળગાવવામાં આવ્યા હતા તે બારદાનમાં પણ ગેરરીતિ સામે આવી છે અને તે બારદાન સળગાવ્યા પછી અત્યાર સુધીમાં કોઈની ધરપકડ કરવામાં નથી આવી અને જયારે પહેલું ગોડાઉન મગફળીનું સળગ્યું ત્યારે જો સરકારે આરોપીઓની ધરપકડ કરી હોત તો અત્યાર સુધી ૪,૫ ગોડાઉન સળગયા બારદાન સળગયા તે કદાચ બચી શકે તે માટે એક જ સરકારને કહેવાનું છે કે આવડી મોટી ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થાય છે ખેડુતો જે માલ ભરીને આવે છે
તેનો માલ નાના ખેડુતોને લેવામાં નથી આવ્યો. મંડળીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને નાના ખેડુતોના માલમાં કોઈપણ પ્રોબ્લેમ કાઢી અને એનો માલ લેવામાં નથી આવ્યો જયારે ૨૫ થી ૩૦% ખેડુતોનો માલ લેવામાં આવ્યા અને બીજા જે માલ મંડળીઓમાં નાખવામાં આવ્યા છે તે વેપારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરી અને ગેરરીતિ આચરી અને તેની પાસેથી રોકડ વહિવટ લઈ અને માલ નાખવામાં આવ્યા છે. તેવું પણ સામે બજારમાં આવેલું છે તો સરકારને એક જ કહેવાનું છે કે મોટો ભ્રષ્ટાચાર થાય છે છતાં સરકારને મગફળી કે બીજી વસ્તુની ખરીદી શુંકામ કરે છે અને કેન્દ્ર સરકાર મોટા-મોટા દાવાઓ કરે છે કે ખેડુતોને આવક બમણી કરવી છે અને ખેડુતોને યોગ્ય પોષણક્ષમ ભાવ મળી રહે તેના માટે યોગ્ય કામગીરીવાળુ છે
પરંતુ ખેડુતોને ટેકાના ભાવની જ‚ર નથી ખેડુતોને પોતાના માલ ઓપન માર્કેટમાં વેચે એમાં પુરા વળતર સહિત મળી શકે મળી જાય તેના માટે ખેડુતો રાહ જોઈને બેઠા છે. ખેડુતોને અત્યારે બજારમાં વેચે છે તેની અડધી કિંમત મળે છે અને ઉત્પાદનનો ખર્ચ દિવસેને દિવસે વધતો જાય છે છતાં સરકાર કોઈ પગલા લેતી નથી. ખેડુતો દિવસેને દિવસે એકદમ ગરીબ થતા જાય છે અને પોતાની જમીન અત્યારે વેચી અને એકબાજુ શહેરીકરણ થવા માંડયું છે છતાં સરકારે એવા કોઈ પગલા લીધા નથી કે ખેડુતોને રાહત મળે માટે સરકારને એક જ વસ્તુ કહેવી છે કે આવડા મોટા ભ્રષ્ટાચારની વચ્ચે જો સરકાર બીજા રાજયમાં ભાવાંતર યોજના ચાલુ છે
તેવી ગુજરાત રાજયમાં લઈ આવે અને ભાવાંતર યોજનાથી ખેડુતોના ખાતામાં ડાયરેકટ પોષણક્ષમ ભાવ મળે તો સરકાર દરેક ખેડુતોને પોષણક્ષમ ભાવ આપી શકે છે. ભાવાંતર યોજનામાં એવું છે કે જે ખેડુત માર્કેટીંગ યાર્ડમાં માલ વેચે છે. દા.ત.સરકારે ૯૦૦ ‚પિયા ટેકાના ભાવે જાહેર કર્યા હોય અને ખેડુત ૭૫૦ ‚પિયામાં માર્કેટીંગ યાર્ડની અંદર માલ વેચે તે માલમાં રૂ.૧૫૦નો ડિફરન્સ થાય છે એ યોગ્ય પુરાવા અને યોગ્ય કાગળો ખેડુતો રજુ કરે અને ૧૫૦ રૂપિયા ખેડુતોના ખાતામાં ડાયરેકટ સરકાર જમા કરાવે તો ભ્રષ્ટાચાર પણ રોશી શકાશે. આ રીતે ગેરકાનુની કાર્યો થતા હોય તેને આપણે રોકી શકીશું.