બાજરી, જુવાર અને રાગીના ટેકાના ભાવ પર રૂ. 300 બોનસ આપવામાં આવશે: વિજય કોરાટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ચાલુ વર્ષને આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા અન્ન(મીલેટ્સ) ધાન્ય પાકો ડાંગર, મકાઈ, બાજરી, જુવાર,, રાગી જેવા પાકોની રાજ્ય સરકારના અન્ન નાગકરિ પુરવઠા ખાતા દ્વારા રાજ્યના ખેડૂતો પાસેથી ર્ટેકાના ભાવે સીધી ખરીદી કરવામાં આવશે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ અંતર્ગત ર્ટેકાના ભાવ પર વધારાનું 300 રૂ.નું બોનસ જાહેર કરવામાં આવ્યું છે.
આ તકે ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચા મંત્રી વિજયભાઈ કોરાર્ટએ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર .પાર્ટીલ,મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પર્ટેલ, કેબીનેર્ટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો આભાર સાથે અભિનંદન પાઠવ્યા હતા.
વધુમાં માહિતી આપતા વિજયભાઈ કોરાર્ટએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ર્ટેકાના ભાવે ખરીદીનો સમયગાળો તા.1 નવેમ્બર થી 31 ડિસેમ્બર સુધી રહેશે. જેમાં ડાંગર(કોમન)નો ર્ટેકાનો ભાવ 2183, ડાંગર(ગ્રેડ-એ)-2203, મકાઈ-2090 રહેશે તથા બાજરીમાં 2500 ર્ટેકાના ભાવ તેમજ 300 બોનસ આપવામાં આવશે તેવી જ રીતે જુવાર(હાઈબ્રીડ)માં 300 બોનસ સહીત 3480, જુવાર(મહાદંડી)માં 300 બોનસ સહીત 3525 અને રાગીમાં 300 બોનસ સહીત 4146ના ભાવે ખરીદી કરવામાં આવશે. આ માર્ટે ખેડૂત ગ્રામ્ય કક્ષાએ ઈ-ધરા કેન્દ્રો ખાતે વીસીઇ મારફત રજીસ્ટેશન કરી શકશે. જેમાં પુરાવા તરીકે આધારકાર્ડ 7- 12, 8-અ, તલાર્ટીનો પાક વાવણી અંગેનો દાખલો તેમજ બેક પાસબુકની નિકલ રહેશે. ખેડૂત ખાતેદારોને ખરીદી બાદ 48 કલાકમાં જ ડીઈટી મારફતે સીધા ખેડૂતના ખાતામાં રકમ જમા કરવામાં આવશે.
વધુમાં વિજયભાઈ કોરાર્ટએ જણાવયું હતું કે, હાલના સમયમાં લોકો ખોરાક માર્ટે ઘઉંનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ હાલમાં બાજરી, જુવાર, કોદરી, રાગી, સાબો, રાજગરો જેવા 180 પ્રકારના મીલેટ્સ આપણા દેશમાં ખોરાક તરીકે રોજ ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. આ અન્નમાં ભરપુર માત્રામાં પ્રોર્ટીન, ફાઈબર અનેકાઈબોહાઈડ્રેર્ટ હોય છે. જે જે તત્વો મનુષ્યના શરીર માર્ટે ખુબ જ જરુરી છે.