પંજાબના કેપ્ટન અમરિંદર સિંહ સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાના જ કેબિનેટ મંત્રી નવજોતસિંહ સિદ્ધુ વિરૂદ્ધ રેડ રેજ અને હત્યાના મામલે હાઈકોર્ટમાં 3 વર્ષની સજા બરકરાર રાખવાનું સમર્થન કર્યું છે. પંજાબ સરકારના વકીલ સરનામ સિંહ સરોને ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે આ મામલામાં સામેલ થવાનો ઈન્કાર કરનારા સિદ્ધુનું નિવેદન ખોટું છે અને આ મામલે એક સાક્ષી છે જેના પર વિશ્વાસ રાખવો જોઈએ.
1988માં પટિયાલા રોડ રેજ દરમિયાન સિદ્ધુ સાથે ઝઘડો થયાં બાદ ગુરનામ સિંહના મોતના મામલે 2006માં હાઈકોર્ટે સિદ્ધુ અને અન્ય એક આરોપી રૂપિંદર સિંહ સંધૂને 3 વર્ષની સજા આપી હતી. જે બાદ સિદ્ધુએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
હાઈકોર્ટમાંથી મળેલી 3 વર્ષની સજા વિરૂદ્ધ સિદ્ધુએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારના વકીલને તેમ પણ પૂછ્યું હતું કે આ મામલે બીજા આરોપી રૂપિંદર સિંહ સિદ્ધુને કઈ રીતે ઓળખી ગયા, જ્યારે તેનું નામ FIRમાં દાખલ જ ન હતું. સુનાવણી દરમિયાન પંજાબ સરકારના વકીલે કહ્યું કે હાઈકોર્ટે 3 વર્ષની સજા સંભળાવી હતી, જેને બરકરાર રાખી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com